મજેદાર જોક્સ : મોન્ટુએ મમ્મીને કહ્યું, મને નંબરવાળા ચશ્મા ઉતારવાની સરળ રીત આવડે છે. મમ્મી : તો …

0
6987

જોક્સ :

મિંકી મેડિકલ સ્ટોરની બહાર લાંબા સમયથી ઉભી હતી.

દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ હતી. તે ભીડ ઓછી થવાની રાહ જોઈ રહી હતી.

ઘણા સમય પછી જ્યારે ભીડ વિખેરાઈ ત્યારે તે દુકાનદાર પાસે ગઈ.

તેણીએ આજુબાજુ જોઈને દુકાનદારને એક ચિઠ્ઠી આપી અને કહ્યું,

ભાઈ, મારા ભાવિ પતિ ડૉક્ટર છે. આ તેમનો પ્રેમપત્ર છે, કૃપા કરીને તેમણે શું લખ્યું છે એ કહોને.

જોક્સ :

લગ્નને સમજવા માટે એક વૈજ્ઞાનિકે લગ્ન કર્યા.

હવે તેને વિજ્ઞાન શું છે તે સમજાતું નથી.

જોક્સ :

શિક્ષક : મને કહો કે જો કોઈ નાનો ગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો શું થશે?

ટિંકુ : ટન-ટનનો અવાજ આવશે.

શિક્ષક : કેમ?

ટીંકુ : કારણ કે.. સની લિયોને કહ્યું છે, યે દુનિયા… યે દુનિયા પિત્તલ દી…

તો પછી ટન-ટનનો અવાજ જ આવશે ને.

જોક્સ :

મોન્ટુએ તેની મમ્મીને કહ્યું, મને નંબરવાળા ચશ્મા ઉતારવાની એકદમ સરળ રીત આવડે છે.

મમ્મી : તો જણાવ જેથી ચશ્માથી છુટકારો મળે.

મોન્ટુ : પહેલા જમણી દાંડી જમણા હાથમાં પકડ,

પછી ડાબા હાથમાં ડાબી દાંડી પકડ.

મમ્મી : પછી?

મોન્ટુ : ધીમે ધીમે ચશ્મા આગળ ખેંચ એટલે ચશ્મા ઉતરી જશે.

પછી મોન્ટુની આંખનો સોજો બે દિવસે ઓછો થયો.

જોક્સ :

છોકરો : તમે છોકરીઓ લવ મેરેજ શા માટે કરો છો?

છોકરી : અજાણ્યા નમૂના મળવાથી સારું છે,

જાણીતા મૂર્ખ મળી જાય.

છોકરી : તમે છોકરાઓ લવ મેરેજ કેમ કરો છો?

છોકરો : એનાકોંડા મળવા કરતા સારું છે કે,

પહેલાથી પાળેલી નાગણ મળે.

જોક્સ :

આજની પેઢી :

ચેટિંગ ચેટિંગ, યસ પાપા.

ગર્લફ્રેન્ડ સેટિંગ, નો પાપા.

ટેલિંગ લાઇસ, નો પાપા.

ઓપન યોર વોટ્સએપ,

ના ના ના…

જોક્સ :

મિંકી : એક ટાલિયાના માથા પર બે બાલ હતા. બંને પ્રેમમાં પડ્યા, છતાં તેમના લગ્ન ન થયા.

પિંકી : કેમ?

મિંકી : કારણ કે બાળ લગ્ન કાયદેસર ગુનો છે.

જોક્સ :

પતિ-પત્ની રાત્રે ઢાબળો ઓઢી સુતેલા હતા,

અચાનક રૂમમાં “કિટ કિટ”નો અવાજ આવવા લાગ્યો.

પત્ની : ઉઠો અને જુઓ તો ઉંદર કપડાં કાતરતો હોય એવું લાગે છે.

પતિ : અરે આખો ઢાબળો તેં ખેંચી લીધો એટલે ઠંડીમાં મારા દાંતનો અવાજ આવી રહ્યો છે.

જોક્સ :

પપ્પા નાસ્તો કરી રહ્યા હતા અને અચાનક ફોન રણક્યો,

પપ્પા : મારી ઓફિસેથી ફોન હશે, પૂછે તો કહેજે કે હું ઘરે નથી.

દીકરી (ફોન ઉપાડીને) : પપ્પા ઘરે જ છે.

પપ્પા : અરે મેં તને ના પાડવા કહ્યું હતું ને?

દીકરી : અરે એ ફોન મારા માટે હતો.

પપ્પા બેભાન.

જોક્સ :

એક છોકરો રાત્રે મોડેથી ઘરે આવ્યો.

માં : ક્યાંથી આવી રહ્યો છે?

છોકરો : કેબ્રે ડાન્સ જોવા ગયો હતો.

માં : હે ભગવાન, તે કોઈ એવી વસ્તુ તો નથી જોઈને જે તારે નહિ જોવાની હતી.

છોકરો : હા જોઈને.

માં : શું જોયું?

છોકરો : ત્યાં પપ્પાને જોયા.

જોક્સ :

18 વર્ષનો માનવી – અપના ટાઈમ આયેગા…

25 વર્ષનો માનવી – અપના ટાઈમ આયેગા…

35 વર્ષનો માનવી – અપના ટાઈમ આયેગા…

45 વર્ષનો માનવી – અપના ટાઈમ આયેગા…

55 વર્ષનો માનવી – અપના ટાઈમ આયેગા…

પછી એક દિવસ… તેનો પુત્ર કહે છે, સંબંધીઓને જાણ કરો, આમનો ટાઈમ આવી ગયો છે.