જોક્સ :
પપ્પુએ એક દુકાન પર અડધો કિલો જલેબી ખાધી અને પૈસા આપ્યા વગર જવા લાગ્યો.
દુકાનદારે કહ્યું : ઓ ભાઈ જલેબીના પૈસા તો આપ.
પપ્પુ : પૈસા તો નથી.
પછી દુકાનદારે તેના નોકરોને બોલાવ્યા અને પપ્પુની ધોલાઈ કરાવી.
મા-ર ખાધા પછી પપ્પુ ઊભો થયો અને કપડાં ખંખેરીને બોલ્યો,
આ જ ભાવે બીજી એક કિલો જલેબી આપી દો.
જોક્સ :
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક કોઈએ ચેન ખેંચી લીધી.
પહેલો મિત્ર : યાર એવું લાગે છે કે ટ્રેનનું પેટ્રોલ ખતમ થઈ ગયું છે.
બીજો મિત્ર : લાગે છે કે ટ્રેનનું વ્હીલ પંચર થઈ ગયું છે.
ત્રીજો મિત્ર : થોભો ભાઈઓ, હું નીચે ઉતરીને જોઉં છું.
ત્રીજોએ નીચેથી બૂમો પાડી : અરે ભાઈ, ટ્રેનના બધા ટાયર નીકળી ગયા છે ફક્ત રિંગ વધી છે.

જોક્સ :
મોન્ટુ : ડોક્ટર, તમે મારી બીમારીનું નિદાન કરશો?
ડોક્ટર : હા, તમારી આંખો ઘણી નબળી દેખાય છે.
મોન્ટુ : તમને તરત જ કેવી રીતે ખબર પડી ગઈ?
ડોક્ટર : તમે બહારના બોર્ડ પર વાંચ્યું નથી કે હું પ્રાણીઓનો ડૉક્ટર છું.
જોક્સ :
હવલદાર : સર, દશેરાના દિવસે જેલમાં બધા કેદીઓએ રામાયણ ભજવ્યું હતું.
જેલર : આ તો સારી વાત છે, તો તું આટલો દુઃખી થઈને કેમ કહે છે?
હવલદાર : સર, સમસ્યા એ છે કે એક કેદી જે હનુમાનજી બની સંજીવની બુટી લેવા ગયેલો તે પાછો આવ્યો નથી.
જોક્સ :
પતિ : લગ્ન પહેલા તું બહુ ઉપવાસ કરતી હતી, હવે શું થયું?
પત્ની : વધારે નહીં, ફક્ત સોમવારે જ ઉપવાસ કરતી હતી.
પતિ : તો હવે શું થયું?
પત્ની : પછી તમારી સાથે લગ્ન થઈ ગયા અને મારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
પતિ વિચારમાં પડી ગયો.
જોક્સ :
છોકરો લગ્ન માટે છોકરીને જોવા ગયો.
તેણે વિચાર્યું કે છોકરી સાથે અંગ્રેજીમાં વાત કરીશ તો તે ઇમ્પ્રેશ થઈ જશે.
તેણે છોકરીને પૂછ્યું : અંગ્રેજી ચાલશે?
છોકરી (હસીને) : સોદા અને નમકીન સાથે હોય તો દેશી પણ ચાલશે.
જોક્સ :
એક માણસ નાની ચપ્પલ પહેરીને જઈ રહ્યો હતો.
તેને જોઈને ગોલુએ પૂછ્યું : કાકા, આ ચંપલ ક્યાંથી લાવ્યા?
માણસે ચીડાઈને કહ્યું : તે ઝાડ પરથી તોડ્યા છે.
ગોલુ : જો તોડવા જ હતા તો બે મહિના પછી તોડતે, થોડા મોટા તો થવા દેવા હતા.
જોક્સ :
એક બેરોજગાર એન્જીનીયર ટેરેસ પર ઊભો હતો.
પાડોશીએ તેને મહેણું સંભળાવતા કહ્યું : તો દીકરા તેં આગળ નું શું વિચાર્યું છે?
એન્જીનીયર : બસ કાકા, આ ટાંકી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દઈશ.
જોક્સ :
પપ્પા : તું ડા-રૂ કેમ પીવે છે?
છોકરો : ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું એટલે.
પપ્પા : બ્રેકઅપ કેમ થયું?
છોકરો : કારણ કે હું ડા-રૂ પીતો હતો.
પછી પપ્પાએ ધોલાઈ કરી.
જોક્સ :
પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલા ઝઘડાનો આ એક વાક્ય સાથે અંત આવ્યો.
પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે?
એ પછી પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.
જોક્સ :
ટિંકુ : પપ્પા તમે કહ્યું હતું કે આપણાથી નાના હોય એને મા-ર-વા જોઈએ નહીં.
પપ્પા : હા દીકરા. પણ થયું શું?
ટિંકુ : તો તમે આ વાત અમારા માસ્ટરને સમજાવો ને.