આ ગામમાં રહે છે કરોડપતિ કબુતર, તેમના નામે છે 20 થી વધુ દુકાનો અને આટલા વીઘા જમીન.

0
1008

અજબ ગજબ : આ કબુતરોની સંપત્તિ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, જાણો તેઓ કેટલા અમીર છે.

ઘણા લોકો પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય છે. તેમજ લોકો કરોડપતિ બનવા માટે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટી હોય? આજે અમે તમને એક એવા ગામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કરોડપતિ કબુતર રહે છે. આ ગામના કબૂતરોના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, જેમાં દુકાનો, ઘણા વીઘા જમીન અને રોકડ રૂપિયા પણ છે. આવો આ વિશેષ ગામ અને કબૂતરો વિષે જણાવીએ.

કબૂતરોના નામે છે 27 દુકાનો અને 126 વીઘા જમીન : ડીએનએમાં છપાયેલા એક સમાચાર મુજબ, આ ગામ રાજસ્થાનના નાગોર જીલ્લામાં આવેલું છે. આ ગામનું નામ જસનગર છે. અહિયાં કબૂતરોના નામે 27 દુકાનો, 126 વીઘા જમીન અને બેંક ખાતામાં લગભગ 30 લાખ રૂપિયા રોકડ છે. એટલું જ નહિ આ કબૂતરોની 10 વીઘા જમીન ઉપર 470 ગાયોની ગૌશાળા પણ સંચાલિત કરવામાં આવી રહી છે.

40 વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ : 40 વર્ષ પહેલા ગામના પૂર્વ સરપંચ રામદીન ચોટીયાની સૂચનાઓ અને તેમના ગુરુ મરુઘર કેસરીની પ્રેરણા લઈને ગામના ગ્રામીણોના સહકારથી સ્થાનિક ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન અને પ્રભુસિંહ રાજપુરોહિત દ્વારા કબુતરાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ભામાશાહોએ કબૂતરોના સંરક્ષણ અને નિયમિત, તેમજ ખોરાક-પાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી ગામમાં 27 દુકાનો બનાવરાવી અને તેને તેમના નામે કરી દીધી. હવે તે કમાણીથી ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી રોજની 3 ગૂણ અનાજ આપી રહ્યું છે.

470 ગાયોની થાય છે સેવા : કબુતરાન ટ્રસ્ટ દ્વારા રોજના લગભગ ચાર હજાર રૂપિયાની કિંમતના 3 ગૂણ અનાજની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં પણ જરૂર પડે ત્યારે 470 ગાયોના ચારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. દુકાનોના ભાડાના રૂપમાં લગભગ 80 હજાર કુલ માસિક આવક થાય છે. લગભગ 126 વીઘા કૃષિની જમીનની અચલ સંપત્તિ છે. કમાણીથી કબૂતરોના સંરક્ષણમાં ખર્ચ થયા પછીની બચત ગામની જ એક બેંકમાં જમા કરાવી દેવામાં આવે છે, જે આજે 30 લાખ રૂપિયાની નજીક છે.

લોકોના દાનથી ચાલે છે ટ્રસ્ટ : કબુતરાન ટ્રસ્ટના સચિવ પ્રભુસિંહ રાજપુરોહિતના જણાવ્યા મુજબ જસનગરના કબૂતરો માટે લોકો દાન પણ કરે છે. અમને દર મહીને ઘણા લોકોનું દાન મળે છે. કબૂતરો માટે ખોલવામાં આવેલી 27 દુકાનોની વર્ષની આવક 9 લાખ રૂપિયા જેટલી થાય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.