મે મહિનામાં મુખ્ય ચાર ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ 5 રાશિવાળાને થશે ફાયદો.

0
2417

એપ્રિલ મહિનામાં જ્યાં તમામ 9 ગ્રહોએ પોતાની રાશિ બદલી છે, તો હવે મે મહિનામાં પણ 4 મોટા ગ્રહો રાશિ બદલવાના છે. આ 4 ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર છે, જેમનું રાશિ પરિવર્તન થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું રાશિ પરિવર્તન દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર છોડે છે. ચાલો જાણીએ કે મે મહિનામાં ગ્રહોની રાશિ ક્યારે બદલાશે અને તે તમારા જીવન પર કેવી રીતે અસર કરશે.

ચંદ્રનું રાશિ પરિવર્તન : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોમાં ચંદ્ર સૌથી ઓછા દિવસોમાં રાશિ બદલી નાખે છે. ચંદ્ર અઢી દિવસમાં પોતાની રાશિ બદલી નાખે છે.

સૂર્યનું રાશિ પરિવર્તન : સૂર્યનું રાશિ પરિવર્તન દર મહિને થાય છે. સૂર્યદેવ 14 મી એપ્રિલથી પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં બિરાજમાન છે. તે 14 મી મે સુધી આ રાશિમાં રહેશે અને ત્યારબાદ 15 મી મેની સવારે વૃષભ રાશિમાં ગોચર કરશે.

મંગળનું રાશિ પરિવર્તન : મંગળ ગ્રહ અત્યારે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તે 07 એપ્રિલથી આ રાશિમાં છે. હવે તે 17 મે, 2022 ના રોજ સવારે મીન રાશિમાં ગોચર શરૂ થશે. તે 27 જૂન 2022 સુધી આ રાશિમાં રહેશે અને પછી તે મેષ રાશિમાં આવશે.

બુધનું રાશિ પરિવર્તન : વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ બુધ 25 એપ્રિલ, 2022 થી વૃષભ રાશિમાં છે, જ્યાં તે 10 મે ના રોજ સાંજે વક્રી થશે (એટલે કે ઉંધી ચાલ ચાલશે) અને પછી 3 જૂનના રોજ માર્ગી થશે (એટલે કે સીધી ચાલ ચાલશે).

ગુરુનું રાશિ પરિવર્તન : ગુરુનું રાશિ પરિવર્તન આ મહિનામાં નહીં થાય. ગુરુ 13 મહિનામાં પોતાની રાશિ બદલી નાખે છે. ગઈ 13 મી એપ્રિલ 2022 થી ગુરુ પોતાની રાશિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે.

શુક્રનું રાશિ પરિવર્તન : સુખ અને કીર્તિ આપનાર શુક્ર ગ્રહ 27 એપ્રિલ 2022 થી મીન રાશિમાં છે. 23 મે ના રોજ તે મીન રાશિ છોડીને મેષ રાશિમાં ગોચર શરૂ કરશે.

શનિનું રાશિ પરિવર્તન : આ મહિને શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. 30 વર્ષ પછી શનિએ મકર રાશિ છોડીને 29 એપ્રિલ 2022 ના રોજ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ 5 મી જૂને કુંભ રાશિમાં વક્રી થશે અને 13 મી જુલાઈ 2022 ના રોજ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે અને 17 મી જાન્યુઆરી 2023 ના રોજ પૂર્ણ રૂપથી કુંભ રાશિમાં આવશે.

રાહુ-કેતુનું રાશિ પરિવર્તન : રાહુ-કેતુ 18 મહિનામાં રાશિ બદલે છે. ગયા મહિનામાં આ બે છાયા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું હતું. એટલે આ મહિને તેઓ રાશિ નહિ બદલે.

રાશિઓ પર અસર :

શુભ અસરવાળી રાશિ : વૃષભ, કન્યા, તુલા, મકર અને મીન.

સામાન્ય અસરવાળી રાશિ : મેષ, મિથુન, કર્ક, સિંહ, ધનુ, વૃશ્ચિક અને કુંભ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.