દેવી માતાના આ 4 શક્તિ પીઠ વિષે આજ સુધી કોઈ જાણી શક્યું નથી, હજુ પણ છે એક રહસ્ય.

0
474

હિંદુ ધર્મ ગ્રંથ અને પુરાણો પ્રમાણે દેવી સતીના અંગ ઘરેણાં અને કપડાં જ્યાં પડ્યા હતા તે શક્તિ પીઠ કહેવામાં આવવા લાગ્યા. પુરાણો પ્રમાણે કુલ 51 શક્તિ પીઠ છે પરંતુ એમાંથી 4 એવા છે, જેમના વિષે આજ સુધી કોઈને પણ કંઈ પણ જાણવા નથી મળ્યું.

આ ચારેય શક્તિ પીઠ રહસ્ય બનીને જ રહ્યા છે. આજે અમે તમને દેવી માતાના કયા-કયા શક્તિ પીઠ રહસ્ય બનીને રહ્યા છે એના વિષે જણાવીશું. શક્તિ પીઠ એટલે કે જ્યાં જ્યાં માતા સતીના અંગ પડ્યા હતા તે પવિત્ર સ્થળ બની ગયા હતા.

હકીકતમાં, પિતાના હવન કુંડમાં સતી માતા એ પોતાના પ્રાણ ત્યાગી દીધા પછી, જયારે શિવજીએ ક્રોધિત થઈને હવન કુંડ માંથી સતીનું શબ બહાર કાઢ્યું, અને એને ખભા પર લઈને આમ-તેમ ફરવા લાગ્યા હતા. ભગવાન વિષ્ણુજીએ શિવજીના પ્રકોપથી દુનિયાને બચાવવા માટે પોતાના ચક્રથી સતીના શ-રી-ર-ના ટુ-ક-ડે ટુ-ક-ડા કરી દીધા હતા.

જ્યાં-જ્યાં માતા સતીના શરીરના ટુકડા, ઘરેણાં કપડાં પડ્યા તે શક્તિ પીઠ કહેવડાવવા લાગ્યા. કુલ 51 શક્તિ પીઠ છે, જેમાંથી 4 શક્તિ પીઠ વિષે કોઈ જાણકારી મળી નથી.

આવો જાણીએ એ કયા કયા શક્તિ પીઠ છે :

લંકા શક્તિ પીઠ :

આ પવિત્ર શક્તિ પીઠ પર માતા સતીના વિશેષ આભૂષણ પડ્યા હતા. શાસ્ત્રોમાં આ શક્તિ પીઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો કરવામાં આવ્યો છે, પરંતુ આ જગ્યા વિષે આજ સુધી કોઈને કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી.

કાલમાધવ શક્તિ પીઠ :

માન્યતા અનુસાર આ પવિત્ર શક્તિ પીઠ વિષે એવું કહેવામાં આવે છે કે અહીં પર દેવી સતીના થા-પા-નો ડાબો ભાગ પડ્યો હતો. પરંતુ આ શક્તિ પીઠને આજ સુધી કોઈ નથી શોધી શક્યું. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર શક્તિ પીઠ પર દેવી સતી કાલમાધવ અને શિવ અસિતાનંદના નામથી વિરાજિત છે.

પંચ સાગર શક્તિ પીઠ :

આ પવિત્ર શક્તિ પીઠ વિષે આજ સુધી કોઈ જાણકારી નથી મળી. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર દેવી સતીનું નીચેનું જડબું પડ્યું હતું, અને આ સ્થાન પર દેવી સતીને વરહીના નામથી જાણવામાં છે.

રત્નાવલી શક્તિ પીઠ :

આ પવિત્ર શક્તિ પીઠ પર દેવી માતાનો ખભો પડ્યો હતો. આ શક્તિ પીઠના વિષયમાં ભક્તોનું એવું માનવું છે કે દેવી માતાનું આ અંગ ચેન્નઈની આસપાસના વિસ્તારમાં પડ્યું હતું. પરંતુ આ સ્થાન વિષે કોઈ પણ પ્રકારની કોઈ જાણકારી નથી મળી.

ઉપરોક્ત અમે તમને જે જાણકારી 4 શક્તિપીઠો વિષે આપી છે, એ શક્તિ પીઠ હાલમાં પણ રહસ્ય બની ને જ રહ્યા છે. એના વિષે કોઈને પણ કોઈ પ્રકારની જાણકારી પ્રાપ્ત નથી થઈ. સતીએ જ બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો અને ભગવાન શિવના પત્ની બન્યા હતા. સતી, પાર્વતી વગેરે દેવી દુર્ગાના જ રૂપ છે. નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)