મજેદાર જોક્સ : માસ્ટરજી : નીમ હકીમ ખતરા-એ-જાનનો શું અર્થ થાય છે. છગન : તેનો અર્થ છે કે હકીમ તું લીમડા …

0
2160

જોક્સ :

સચોટ નિશાનબાજી

મિલેટ્રીના કર્નલ એક વખત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એમણે જોયું તો ઝાડના એક થડ ઉપર ચોક વડે નાનાં નાનાં વર્તુળો દોરેલાં હતાં. ને તેની બરાબર મધ્યમાં બહુ જ યોગ્ય રીતે રિ-વો-લ્વ-ર-ની ગો-ળી-નાં નિશાન હતાં.

આવી સુંદર નિશાનબાજી કોની હશે એમ વિચારીને કર્નલે આસપાસ જોયું.

થોડે જ દૂર એક છોકરો હાથમાં રિ-વો-લ્વ-ર સાથે ઊભો હતો.

કર્નલે પાસે જઈને પૂછ્યું : દોસ્ત! પેલા ઝાડ ઉપર નિશાન બાજી તેં કરી છે?

છોકરો : હા.

કર્નલ : કહેવું પડે! આટલી નાની ઉંમરમાં આટલી સચોટ નિશાનબાજી તને કોણે શિખવાડી છે?

છોકરો : જાતે જ શીખ્યો છું.

કર્નલ : કઈ રીતે?

છોકરો : જુઓ, પહેલાં રિ-વો-લ્વ-ર-થી ઝાડના થડને ગો-ળી મા-ર-વા-ની, પછી ગો-ળી જ્યાં વાગી હોય ત્યાં જઈને ચોક વડે તેની આસપાસ નાનકડું કુંડાળું દોરી નાખવાનું.

જોક્સ :

એક પજામો જ હતો છોકરાઓ પાસે,

એ પણ છોકરીઓ પ્લાઝો કહીને પહેરવા લાગી.

હાવ પસી આમ નો હાલે યાર.

જોક્સ :

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણ હું રોજ ન્હાવ છું.

ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.

રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,

ચિંટુ : ના રે ગાંડી, હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.

રિંકી બેભાન.

જોક્સ :

છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોય ત્યારે :

મસ્ત તૈયાર થઈને જઈએ, આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ.

છોકરાઓ : હાલને જલદી બારી નો નીકળ, ફટાફટ કર…. ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.

જોક્સ :

બેસ ગધેડા!

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશે નિબંધ લખાવતા હતા. ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજ ભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.

તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ! એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણે કરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!

શિક્ષક : કયો ઉપયોગ?

ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણ તરીકે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.

બહુ ચિબાવલો થયા વિના બેસ, ગધેડા! શિક્ષકે કહ્યું.

જોક્સ :

દેને વાલા જબ ભી દેતા.. દેતા છપ્પર ફાડ કે…

આવી ખબર હોવા છતાંય તમે અંબુજા સીમેન્ટની છત બનાવો,

તો પસી ભગવાન ક્યાંથી આપે.

પતરા નખાવો પતરા.

જોક્સ :

માસ્ટરજી : નીમ હકીમ ખતરા-એ-જાનનો શું અર્થ થાય છે?

છગન : તેનો અર્થ છે કે,

હકીમ તું લીમડાના ઝાડ પર ના ચઢ,

તારા જીવને ખતરો છે.

માસ્ટરે સ્કૂલ છોડી દીધી.

જોક્સ :

શું તમે એવા માણસને માફ કરી શકો,

જેણે તમારો મોબાઈલ ચાર્જમાંથી કાઢીને પોતાનો ફોન ચાર્જમાં મૂકી દીધો હોય.?

આપડે તો બબાલ થઇ જાય હો.

જોક્સ :

અમુક લોકો રસ્તાની સાઈડમાં ઉભા રહીને એમ ટાઈમ જોવે,

જાણે મુકેશ અંબાણી સાથેની મિટિંગ પતી ગઈ અને હવે રતન તાતાની સાથે મિટિંગમાં જવા હેલિકોપ્ટર આવવાની રાહ જોતા હોય.

જોક્સ :

આજકાલ નાના છોકરાઓ નીચે પડે, તો એની મમ્મી ડેટોલથી સાફ કરીને દવા લગાવી દે છે.

આપણે પડતાં તો આપણી માં “જો કીડી મ-રી-ગ-ઈ” આવું કહીને મામલો રફે દફે કરી નાખતી તી.