મજેદાર જોક્સ : પપ્પુ : પરણેલા પુરુષો છાપામાં રાશિફળ નથી જોતા. ટપ્પુ : કેમ. પપ્પુ : તેઓ …

0
5749

જોક્સ :

વિદાય વખતે વરરાજાનો મોબાઈલ રણક્યો.

કન્યાએ તેને જોરથી થપ્પડ મારી દીધી.

સગાં વહાલાંએ પૂછ્યું : આવું કેમ કર્યું?

કન્યા : કારણ કે તેની રિંગટોન હતી –

“દિલ મેં છુપાકર, પ્યાર કા અરમાન લે ચલે,

હમ આજ અપની મો તકા સામાન લે ચલે.”

જોક્સ :

શિક્ષક : લોફર અને ઑફર વચ્ચે શું તફાવત છે?

વિદ્યાર્થી : ખૂબ જ સરળ મેડમ.

જો છોકરો આઈ લવ યુ કહે તો તે લોફર કહેવાય.

અને છોકરી કહે તો ઓફર.

પછી દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…

જોક્સ :

પપ્પુ : પરણેલા પુરુષો છાપામાં રાશિફળ નથી જોતા.

ટપ્પુ : કેમ?

પપ્પુ : તેઓ પત્નીનો મૂડ જોઈને જ સમજી જાય છે કે, તેમનો આજનો દિવસ કેવો જશે?

જોક્સ :

મુશ્કેલીમાં ક્યારેય પણ પત્ની પાસેથી ઉધાર લેશો નહીં.

મેં બે વર્ષ પહેલા 20 હજાર લીધા હતા.

એ પછી હું તેને 50 હજાર આપી ચુક્યો છું, છતાં હજુ 25 હજાર આપવાના બાકી છે.

ખબર નહીં કયો હિસાબ લગાવે છે.

જોક્સ :

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક કોઈએ ચેન ખેંચી લીધી.

પહેલો મિત્ર : યાર એવું લાગે છે કે ટ્રેનનું પેટ્રોલ ખતમ થઈ ગયું છે.

બીજો મિત્ર : લાગે છે કે ટ્રેનનું પૈડું પંચર થઈ ગયું છે.

ત્રીજો મિત્ર : થોભો ભાઈ, હું નીચે ઉતરીને જોઉં છું.

ત્રીજાએ નીચેથી બૂમ પાડી : અરે ભાઈ, ટ્રેનના બધા ટાયર ફાટી ગયા છે. ફક્ત રિંગો જ દેખાય છે.

જોક્સ :

મન્ટુ : ડોક્ટર, તમે મારી બીમારી જાણી શકશો?

ડોક્ટર : હા, તમારી આંખો ઘણી નબળી છે.

મન્ટુ : તપાસ કર્યા વગર તમને કેવી રીતે ખબર પડી?

ડોક્ટર : તમે બહાર જે બોર્ડ વાંચી રહ્યા હતા, તેના પર લખેલું છે કે હું પ્રાણીઓનો ડૉક્ટર છું.

જોક્સ :

મોન્ટુ : મિત્ર, ઉનાળાનો એક જ ફાયદો છે.

સંજુ : કયો?

મોન્ટુ : ઠંડી બિલકુલ નથી લાગતી.

જોક્સ :

એન્જિનિયર – આજે મારી પાસે કાર છે, બંગલો છે, નોકર છે, બેંક બેલેન્સ છે…

તમારી પાસે શું છે?

શિક્ષક : મારી પાસે ઉનાળુ વેકેશન છે.

જોક્સ :

કંજૂસ પિતા (પુત્રને) : હું ઈચ્છું છું કે તું મોટો થઈને વકીલ બને.

દીકરો : કેમ?

કંજૂસ પિતા : જેથી મારો કાળો કોટ તને ઉપયોગી થઈ શકે.

જોક્સ :

શિક્ષક : “ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.” આ વાક્યનો ભવિષ્ય કાળ જણાવો.

રમેશ : હવે લાઈટ જશે.

જોક્સ :

એક અંગ્રેજીના શિક્ષકે જાહેરાત આપી,

માત્ર એક મહિનામાં એકધારું અંગ્રેજી બોલતા શીખો, સ્ત્રીઓ માટે 50% છૂટ.

સુનિલ : સ્ત્રીઓ માટે 50% ડિસ્કાઉન્ટ શા માટે?

શિક્ષક : મહિલાઓને એકધારું બોલતા આવડે છે, તેમને માત્ર અંગ્રેજી શીખવવાનું હોય છે.

જોક્સ :

પતિ : જો હું ન હોત તો તારું શું થાત?

પત્ની : તો મારું ભલું થઈ જાત.

જોક્સ :

શિક્ષક : કહો ચંદ્ર પર પહેલો પગ કોણે મુક્યો હતો?

વિદ્યાર્થી : નીલ આર્મસ્ટ્રોંગે.

શિક્ષક : અને બીજો પગ?

વિદ્યાર્થી : બીજો પણ તેણે જ મુક્યો હશે.

જોક્સ :

પત્નીએ એક બોર્ડ જોયું.

બનારસી સાડી – 10 રૂપિયા

સિલ્ક સાડી – 8 રૂપિયા

કોટન સાડી – 5 રૂપિયા

પત્નીએ ખુશ થઈને પતિને કહ્યું : મને 500 રૂપિયા આપો, હું સામેની દુકાનમાંથી 50 સાડીઓ ખરીદી લાવું છું.

પતિ : અલી ઓ બીરબલની માં, તે લોન્ડરી વાળાની દુકાન છે.