મજેદાર જોક્સ : છગન : મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે. બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો. ડોક્ટર …

0
3423

જોક્સ :

છગન : મારી પત્ની એના આગલા પતિની વાતો કરતા અટકે તો સારું.

મગન : તું નસીબદાર છે. મારી પત્ની તો એના આવનારા પતિની વાત કરતા થાકતી નથી.

જોક્સ :

છોકરો : પપ્પા, એડિસને પહેલું બોલતું મશીન બનાવેલું એ વાત ખરી છે?

પપ્પા : થોડી ઘણી. બાકી પહેલું બોલતું મશીન તો ભગવાને બનાવેલું.

છોકરો : કયુ?

પપ્પા : સ્ત્રી. અને દીકરા એડિસને બનાવેલું એને તો બોલતું બંધ કરી શકાય છે પણ સ્ત્રીને નહિ.

જોક્સ :

ધીરજ : પેલા રમેશે આવું કર્યું? તે તારી વાઈફને ભગાડી ગયો?

એ તો તારો બેસ્ટ ફ્રેન્ડ હતો ને!

સંદીપ : હજી પણ છે. જોકે એની ખબર એને મારી પત્ની સાથે થોડા સમય રહ્યા પછી પડશે.

જોક્સ :

મીના : બહેન હું થીઉં? તમારું ગરૂ બેહી કેમનું ગીઉં?

ટીના : કાલે રાતે તારા શેઠ બહુ મોડા આવેલા, તે આખા દિવસનું એકસાથે બોલી લીધું.

મીના : શેઠ કાં છે?

ટીના : કાન ના ડોક્ટર પાહે ગેલા છે.

જોક્સ :

દિવ્યા : મારા વર સાથે મારા બહુ ઝ ગડા થાય છે.

હિના : અમે તો કદી ઝ ગડતા નથી. અને હું સાચી હોઉં તો મારો વર તરત જ માની જાય છે.

દિવ્યા : અને તું ખોટી હોય તો?

હિના : એવું કદી બનતું જ નથી.

જોક્સ :

પપ્પુ : લગ્ન કરવા માટે સારામાં સારો મહિનો કયો?

ટપ્પુ : ઓક્ટોઆરી.

પપ્પુ : પણ એવો તો કોઈ મહિનો જ નહિ.

ટપ્પુ : મને ખબર છે. પણ તું લગ્ન કરી લે પછી તને પણ ખબર પડી જશે.

જોક્સ :

મહેશ ઓફિસનો ફોન કાન પર ધરીને ઉભો હતો.

સુપરવાઈઝર : ભાઈ જરા જલ્દી કરીશ? તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે,

અને એકે શબ્દ બોલ્યો નથી. મારે મિટિંગ માટે મેનેજરને ફોન કરવો છે.

મહેશ : લાબું ચાલશે. હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.

જોક્સ :

છગન : ડોક્ટર મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે.

બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?

ડોક્ટર : કાલની જ મળી જશે, બે મહિના રાહ કેમ જોવી?

છગન : કોઈ માણસ બે મહિના શાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?

જોક્સ :

પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે. ચિકન પુલાવ બનાવું?

પતિ : જે 10 વર્ષ પહેલા બન્યું એને માટે બિચારા ચિકનની કેમ પથારી ફેરવવી.

હવે પતિ ભૂખ્યા પેટે અગાસી પર આંટા મારે છે.

જોક્સ :

પતિ : તું ફરી પાછી નવી સાડી લાવી?

મને કહે કે હું એના પૈસા કયાંથી લાવીશ?

પત્ની : ડાર્લિંગ, તેં જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે,

મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ?

જોક્સ :

પત્ની : તમે મારે માટે જ પાન લઈ આવ્યા? તમારા માટે કેમ ન લીધું?

પતિ : કારણ કે પણ ખાધા વિના પણ હું ચૂપ રહી શકું છું.

હવે પતિનું મોં સોજી ગયું છે, તેનાથી પાન તો શું તલ પણ નથી ખવાતો.

જોક્સ :

પત્ની : જો હું દુનિયા છોડીને જતી રહું તો તું ફરી પરણશે?

પતિ : જવાબ આપવો સરળ નથી.

પત્ની : કેવી રીતે?

પતિ : હું હા પાડું તો તને નહિ ગમે અને ના પાડું તો બાજુવાળી ઈલાને નહિ ગમે.