મંગળવારના દિવસને મહાબલી હનુમાનજીનો દિવસ ગણવામાં આવે છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં અઠવાડિયાના બધા વારમાં મંગળવારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો કારક હોય છે, અને તે દિવસે થોડા કાર્ય એવા છે જે કરવા ઠીક નથી માનવામાં આવતા. દરેક લોકો એ વાત જાણે છે કે, મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
હનુમાનજીના ભક્ત મંગળવારના દિવસે ઉપાસના કરે છે, અને જીવનના તમામ દુઃખોમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે. જો તમે પણ મહાબલી હનુમાનજીની ભક્તિ કરો છો, તો તેવામાં તમારે મંગળવારના દિવસે અમુક કાર્ય ન કરવા જોઈએ, નહિ તો તે કાર્ય કરવાથી તમને ઘણા પ્રકારના નુકશાન થઇ શકે છે, અને હનુમાનજી તમારાથી નારાજ થઇ શકે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા મંગળવારના દિવસે કયા કયા કાર્ય વ્યક્તિએ ન કરવા જોઈએ, તેના વિષે જાણકારી આપવાના છીએ. જો તમે આ કામો કરવાથી દુર રહો છો, તો તેનાથી વીર બજરંગબલીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે, અને તમારા જીવનમાંથી તમામ દુઃખ દુર થશે.
આવો જાણીએ મંગળવારના દિવસે ક્યા કાર્ય ન કરવા જોઈએ :
મંગળવારના દિવસે બજરંગબલીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, એટલા માટે તમે મંગળવારના દિવસે વાળ અને દાઢી ન બનાવતા, કેમ કે તેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે. જે વ્યક્તિ મંગળવારના દિવસે વાળ અને દાઢી બનાવે છે, તેમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગલ દોષ લાગી શકે છે, જેને કારણે તમારે શારીરિક તકલીફોનો સામનો કરવો પડશે. તે ઉપરાંત લોહી સાથે જોડાયેલી તકલીફો પણ ઉભી થઇ શકે છે.
તમે મંગળવારના દિવસે નખ ન કાપો. કેમ કે એવું કરવું અપશુકન ગણવામાં આવે છે. જો તમે મંગળવારના દિવસે નખ કાપો છો, તો તેને કારણે મંગલ દોષની અસર વધવા લાગે છે, જેનાથી તમારા જીવનમાં દુઃખ ઉત્પન થાય છે.
મંગળવારના દિવસે તમે એ વાતનું વિશેષ ધ્યાન રાખશો કે, તમે તે દિવસે કોઈની પાસેથી પણ પૈસા ઉધાર ન લેશો અને ન તો કોઈને પૈસા ઉછીતા આપશો. કેમ કે જ્યોતિષ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિ મંગળવારના દિવસે પૈસાની લેવડ દેવડ કરે છે, તેના જીવનમાં હંમેશા ધનનો અભાવ ઉભો થતો રહે છે, અને તેને ધન હાનીનો પણ સામનો કરવો પડે છે.
જે વ્યક્તિ મહાબલી હનુમાનજીની ભક્તિ કરે છે, તેમણે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે, તમે લોકો મંગળવારના દિવસે માંસ અને દા-રુ-નું સેવન ન કરશો. (ઘણા લોકો ખોટી સંગતમાં પડીને આવી વસ્તુઓનું સેવન કરવા લાગ્યા છે.)
મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે, જે ભક્ત મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીના દર્શન કરે છે, તેમના જીવનમાં આવતી તમામ અડચણો બજરંગબલી દુર કરે છે. ઉપરની તમામ જરૂરી વાતો જણાવવામાં આવી છે, એટલા માટે તે વાતો ઉપર દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ.
જો તમે આ કાર્ય કરવાથી દુર રહો છો તો તમારી ઉપર કોઈ પ્રકારની મુશ્કેલી નહિ રહે, અને તમને મંગલ દોષ પણ નહિ લાગે. આ કાર્યોને જો તમે મંગળવારના દિવસે નથી કરતા, તો તેનાથી મહાબલી હનુમાનજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને તમારા બધા સંકટ દુર થશે.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.