યુવકના ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવ્યા, ગર્લફ્રેન્ડને કહ્યું – હું ક્યારેય ઘરે….

0
587

અહીં એક વ્યક્તિ અચાનક પોતાની ગર્લફ્રેન્ડને છોડીને જતો રહ્યો, કારણ જાણીને તમે ચકિત થઇ જશો.

કેનેડાના ઓંટારીયોમાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને માત્ર એટલા માટે છોડી દીધી કેમ કે તેને 35 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ હતી. મહિલાએ હવે તેની વિરુદ્ધ કાયદેસર પગલા લીધા છે, કેમ કે તેનું કહેવું છે કે આ રૂપિયા ઉપર અડધો હક તેનો પણ છે.

ડેનીસ રોબર્ટસન નામની આ મહિલાએ પોતાના એક્સ પાર્ટનર મૌરીસ થીબોલ્ટ વિરુદ્ધ કાયદેસરના પગલા લીધા છે. તેનું કહેવું છે કે, મૌરીસને જે 35 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે તેની ઉપર અડધો હક તેનો છે. સાથે જ મૌરીસ પાસે 2 કરોડ 86 લાખ રૂપિયા અલગથી લેવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. કેમ કે મહિલાનું કહેવું છે કે, મૌરીસે તેની સાથે છેતરપીંડી કરી છે.

ધ સનમાં છપાયેલા એક સમાચાર મુજબ ડેનીસે જણાવ્યું કે, તે અને મૌરીસ ઓંટારિયાના ચૈથેમમાં રહેતા હતા. તે બંનેએ એ નિર્ણય લોધો હતો કે તે દર અઠવાડિયે બહાર પડતી કેનેડાની લોટો લોટરીને એક સાથે ખરીદશે અને જયારે પણ કોઈ ઇનામ નીકળશે તો તેને અડધું અડધું વહેંચી લેશે. ત્યાર પછી તેઓ તે રકમમાંથી એક મોટું ઘર ખરીદશે જ્યાં તે પ્રેમથી એક સાથે રહી શકે.

પણ જેવી જ લોટરી લાગી કે મૌરીસે ડેનીસને તેનો ભાગ આપવાની ના પાડી દીધી. કેનેડા કાયદા મુજબ તે બંને એક એવી રિલેશનશિપમાં હતા જેમાં બંનેના લગ્ન જેવા અધિકાર મળ્યા હતા. ડેનીસની એક દીકરી પણ છે અને તે બંને જ 2017 થી મૌરીસ સાથે રહેતા હતા.

35 કરોડની લોટરી લાગતા જ મૌરીસે ડેનીસને છોડી : ડેનીસના વકીલે જણાવ્યું કે, તે બંને વચ્ચે એવા કરાર થયા હતા કે જો તેમાંથી કોઈ પણ લોટરી જીતશે તો તે પોતાના પાર્ટનરને અડધો ભાગ આપશે. તે બંને રિલેશનશિપની શરુઆતથી જ લોટરીની ટીકીટ ખરીદતા રહ્યા છે. ક્યારેક લોટરી માટે ડેનીસ પૈસા આપતી હતી તો ક્યારેક મૌરીસ.

ડેનીસની કાયદાની ટીમે આરોપ લગાવ્યો કે, મૌરીસે તેની સાથે છેતરપીંડી કરી છે. તેમણે જણાવ્યું કે, જયારે ડેનીસને ખબર પડી કે મૌરીસે કોઈ ટીકીટ ખરીદી છે જેની ઉપર જેકપોટ નીકળ્યો છે. તો તેણે મૌરીસને તેના વિષે પૂછ્યું. પણ મૌરીસે કહ્યું કે તેની પાસે આવી કોઈ ટીકીટ નથી.

વકીલે જણાવ્યું, બીજા જ દિવસે ડેનીસે જોયું કે મૌરીસ તેનો બધો સમાન લઈને ઘર છોડીને જતો રહ્યો છે. સાથે જ તેને ખબર પડી કે મૌરીસે તેની જોબ પણ છોડી દીધી છે. ત્યાર પછી જયારે ડેનીસે તેનો સંપર્ક કર્યો તો તેણે બ્રેકઅપ કરી લીધા. મૌરીસે મેસેજ લખ્યો, ડેનીસ હું તારી સાથે બ્રેકઅપ કરી રહ્યો છું. મને આ જણાવતા દુઃખ થઇ રહ્યું છે. પણ હવે હું ક્યારેય પાછો નહિ આવું.

અને મૌરીસના વકીલે કહ્યું કે, તેણે તેમાં કાંઈ પણ ખોટું નથી કર્યું. મૌરીસે તેના પૈસાની ટીકીટ ખરીદી છે અને તેની ઉપર તેનો હક છે.

(નોંધ : આ ઘટના વર્ષ 2017-2018 ની છે, પણ હાલ ચર્ચામાં આવી છે. મૌરીસના હાથમાં જે લોટરી ટિકિટ છે તેમાં 2018 ની તારીખ લખી છે.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.