આ વ્યક્તિ ભિખારીઓ માટે જે કરી રહ્યા છે તે જાણીને તમે કહેશો, વાહ બાપુ… તમે ખરા દાનવીર છો

0
398

મળો એક એવા ભારતીયને જે ભિખારીઓને પોતાના પગ પર ઉભા કરવાનું કામ કરી રહ્યા છે, જાણો તેમના ભગીરથ કાર્ય વિષે.

આ દુનિયામાં દરેક વ્યક્તિ જુદા જુદા લક્ષ્યો સાથે જીવે છે. કેટલાક ફક્ત પ્રગતિ કરવા માંગે છે, તો કેટલાક સામાન્ય જીવન જીવવા માંગે છે. તેમજ કેટલાક લોકો એવા હોય છે જે સમાજમાં કંઈક બદલવા અથવા તેમાં સુધારો કરવાના લક્ષ્ય સાથે જીવે છે. આમાં સૌથી પડકારજનક કાર્ય સમાજમાં કંઈક સુધારો કરવાનું હોય છે. તમને એવા ઘણા લોકો અથવા NGO જોવા મળશે જે આવા કામમાં પોતાની ભાગીદારી આપી રહ્યા હોય છે.

એમાં બનારસના એક વ્યક્તિનું પણ નામ છે જે ભિખારીઓની સ્થિતિ સુધારવા અને તેમને બિઝનેસ સાથે જોડવામાં લાગેલા છે. આવો આ ખાસ લેખમાં જાણીએ તે વ્યક્તિ કોણ છે અને શું છે તેમની સંપૂર્ણ સ્ટોરી. આવો, હવે બનારસના એ વ્યક્તિની સંપૂર્ણ સ્ટોરી વિગતવાર વાંચીએ.

અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે છે ચંદન મિશ્રા. તેઓ બનારસના છે અને તેમણે વર્ષ 2021 માં ‘બેગર્સ કોર્પોરેશન’ નામના એનજીઓની સ્થાપના કરી હતી. આ એનજીઓ દ્વારા તે ચેરિટી દ્વારા બનારસમાં ભિખારીઓના પુનર્વસન નહીં, પરંતુ તેમને કૌશલ્યથી સજ્જ કરીને ઉદ્યોગસાહસિકોમાં પરિવર્તિત કરવાના મિશન પર છે. તેઓ માને છે કે જો ભિખારી ‘ઉદ્યોગ સાહસિક’ બની જશે તો કોઈ બેરોજગાર નહીં રહે.

વિવિધ વસ્તુઓ બનાવવાનું શીખવી રહ્યા છે : મળતી માહિતી મુજબ, હાલમાં તેમના એનજીઓ સાથે 12 પરિવારો અને 55 ભિખારી જોડાયેલા છે, જેમને તે વિવિધ વસ્તુઓ બનાવતા શીખવી રહ્યા છે, જેમ કે લેપટોપ બેગ, પેપર-ક્લોથ બેગ અને કોન્ફરન્સ બેગ વગેરે. સામાન્ય લોકોની સાથે આ સામાન બનારસની વિવિધ કંપનીઓ અને હોટલોમાં પણ પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ વિચાર ક્યાંથી આવ્યો? બેટર ઈન્ડિયા નામની એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ચંદન મિશ્રા કહે છે, “હું ભિખારીઓને શ્રમનું મહત્વ સમજાવવા ઈચ્છું છું અને દાન દ્વારા તેમનું પુનર્વસન નહીં પણ તેમને ‘ઉદ્યોગ સાહસિક’ બનાવવા ઈચ્છું છું. આનાથી ભિખારીઓને પણ સમાજમાં સન્માન મળશે અને તેઓ સન્માન સાથે પોતાનું જીવન જીવી શકશે.

તેઓ વધુમાં કહે છે કે, “ભારતમાં લગભગ 4,13,670 ભિખારીઓ વાર્ષિક 34,242 કરોડ રૂપિયા દાનમાં મેળવે છે. જો આ રકમનું રોકાણ કરવામાં આવે તો તે વધુ રકમ કમાઈ શકે છે. સાથે જ દાનમાં મળેલી રકમથી રોજગાર સર્જીને દેશની અર્થવ્યવસ્થાને પણ બદલી શકાય છે.

ચંદન મિશ્રા વધુમાં જણાવે છે કે, તેમણે 2023 સુધીમાં બનારસને ભિખારી મુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ તેઓ આ એનજીઓને પ્રોફિટ કંપનીમાં કન્વર્ટ કરવા માંગે છે. તેના માટે તે લગભગ 2.5 કરોડનું ફંડ પણ ભેગું કરશે.

ચંદન મિશ્રાએ શહેરના રાજેન્દ્ર પ્રસાદ ઘાટ ખાતે ‘મોર્નિંગ સ્કૂલ ઓફ લાઈફ’ નામની શાળાની સ્થાપના કરી છે. આ શાળા દ્વારા તેમનું ધ્યેય એ છે કે ભિખારીઓની આવનારી પેઢી શિક્ષણ વગરની ન રહે. અહીં ભિખારીઓ અને ભિખારીઓના બાળકોને ભણાવવામાં આવે છે. ચંદન મિશ્રા એવું નથી ઈચ્છતા કે બાળકોએ ક્યારેય ભીખ માંગવાની જરૂર પડે.

તમને આ લેખ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.