રાતોરાત નસીબ બદલાયા તેનું ઉત્તમ ઉદાહરણ છે આ મજુરી કામ કરતા વ્યક્તિ, જાણો તેમની સાથે શું થયું.
વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે. આનું નવીનતમ ઉદાહરણ કેરળના 60 વર્ષીય દૈનિક પગાર પર કામ કરતા મજૂર છે. તેમને ક્યાં ખબર હતી કે તે રાતોરાત મોડલ બનીને ઈન્ટરનેટ પર છવાઈ જશે? જોકે નસીબ એક એવી વસ્તુ છે, જેણે આ વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી દીધા. કેરળના કોઝિકોડના 60 વર્ષીય મમ્મીક્કા (Mammikka) ના જીવનમાં રોજ કમાવા અને રોજ ખાવા સિવાય કંઈ જ નહોતું. તે દૈનિક પગારવાળા મજૂર તરીકે કામ કરતો હતો.
લોકો હંમેશા મમ્મીક્કાને એક જૂની લુંગી અને ગંદા શર્ટમાં જોતા હતા. પછી એક દિવસ તેમના જીવનમાં કંઈક એવું બન્યું કે આજે તેમને જોઈને મોટા મોડલ પણ ઈર્ષ્યા કરે છે. હવે તેમના ફોટા અને વિડિયો જોઈને કોઈ માની ન શકે કે આ એ જ મમ્મીક્કા છે, જેમને તેઓ દરરોજ ગંદા સુકા વાળ અને આડેધડ વધી ગયેલી દાઢીમાં જોતા હતા. આજે તેમની આંખો પર બ્રાન્ડેડ ચશ્મા, તેમના શરીર પર સુંદર સૂટ અને તેમના ચહેરા પર તેમને હેન્ડસમ દેખાડતી દાઢી એક અલગ જ છાપ ઉભી કરી રહી છે.

ફોટોગ્રાફરની પારખું નજર : નવા મમ્મીક્કાને જોઈને તમે અંદાજો લગાવી શકશો નહિ કે આ વૃદ્ધ માણસ દૈનિક પગાર મેળવનાર મજૂર હતા. હકીકતમાં એક દિવસ એક ફોટોગ્રાફરની નજર આ વૃદ્ધ વ્યક્તિ પર પડી. તે ફોટોગ્રાફરે દૈનિક પગાર પર કામ કરવાવાળા આ વ્યક્તિમાં એક મૉડલ જોયો. એ પછી તેમણે આ વ્યક્તિનો મેકઓવર કરાવ્યો અને ફોટોશૂટ કરાવ્યું અને ફોટા ઇન્ટરનેટ પર મૂકી દીધી. પછી શું હતું, આ વ્યક્તિ ઇન્ટરનેટ પર ફેમસ થઈ ગયા. જેમણે પણ આમને જોયા તેમણે આ વ્યક્તિના લુકના વખાણ કરવા લાગ્યા.
જે ફોટોગ્રાફરે દૈનિક પગાર પર કામ કરનારને રાતોરાત હીરો બનાવી દીધા છે, તે ફોટોગ્રાફરનું નામ છે શારિક વાયલિલ (Shareek Vayalil). શારિક કોઝિકોડમાં જ રહે છે. એક દિવસ તેમની નજર મમ્મીક્કા પર પડી. શારિકને મમ્મિક્કામાં સાઉથ એક્ટર વિનાયકનની ઝલક જોવા મળી હતી. એ પછી તેમણે મમ્મીક્કાનો ફોટોશૂટ કરવાનું વિચાર્યું. શારિક પાસે સ્થાનિક ફાર્મનું અસાઇનમેન્ટ હતું, એ પછી તેમણે મમ્મીક્કાનો સુપર ગ્લેમ મેકઓવર કરાવ્યો. મજનસ નામના કલાકારે મમ્મીક્કાનો મેકઓવર કર્યો હતો.
રાતોરાત બન્યા ઇન્ટરનેટ સેંસેશન : આજે મમ્મીક્કા ઇન્ટરનેટ સેંસેશન છે. તેમનું ઇન્સ્ટાગ્રામ પર એક પેજ છે, જ્યાં સામાન્ય કપડાની સાથે મેકઓવરમાં પણ તેમના ફોટા શેર કરવામાં આવે છે. મમ્મિકા હવે કોઝિકોડના સુપરસ્ટાર બની ગયા છે. મમ્મીક્કા પણ આ સફળતાથી ઘણા ખુશ છે. તે કહે છે કે હવે તેમને મોડલિંગની ઓફરો મળે છે. તે પોતાના કામની મોડલિંગ પણ કરે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.