માદા ઉંદરો નર ઉંદરોને પોતાના બાળકોથી દુર રાખવા માટે કરે છે આ વિચિત્ર કામ, જાણો ચકિત કરી દેનારી રીસર્ચ વિષે.
મોન્ટ્રીયલ, ક્વિબેકમાં મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદરો વિશે અસામાન્ય શોધ કરી છે. ઉંદરોને કેળાની ગંધથી સમસ્યા હોય છે, તેમનું સ્ટ્રેસ લેવલ પણ ખૂબ જ વધી જાય છે.
ઉંદરો વિશે એક ચોંકાવનારો અભ્યાસ બહાર આવ્યો છે. તે અનુસાર નર ઉંદરોને કેળાની ગંધ ગમતી નથી. અથવા એવું કહો કે ઉંદરો કેળાને નફરત કરે છે. ત્યાં વળી ઉંદરડી એટલે કે માદા ઉંદર સાથે એવું નથી. મોન્ટ્રીયલ, ક્યુબેકની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ આ અસામાન્ય શોધ કરી છે. આવો અમે તમને જણાવીએ કે નર ઉંદરોને કેળાની ગંધ કેમ ગમતી નથી.
નર ઉંદરો ભાગી જાય છે :
વૈજ્ઞાનિકો અભ્યાસ દરમિયાન નર ઉંદરોમાં તણાવના હોર્મોન્સમાં થતા વધારાનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હકીકતમાં, નર ઉંદરો પોતાને સગર્ભા અથવા સ્ત-ન-પા-ન કરાવતી માદા ઉંદરોથી દૂર રાખે છે. આનું કારણ એ છે કે સગર્ભા માદા ઉંદરોના પેશાબમાં હાજર એન-પેન્ટાઇલ એસિટેટને કારણે ઉંદરોને સમસ્યા થાય છે. સગર્ભા અથવા સ્ત-ન-પા-ન કરાવતી માદા ઉંદરોના પેશાબની ગંધ નર ઉંદરોમાં તણાવનું કારણ બને છે. આ ગંધને કારણે તેઓ અસ્વસ્થતા અનુભવે છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે.

કેળાની ગંધ આ કારણે ગમતી નથી :
20 મે ના રોજ ‘સાયન્સ એડવાન્સ’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભવતી કે સ્ત-ન-પા-ન કરાવતી માદા ઉંદરોના પેશાબ જેવી ગંધ કેળામાંથી પણ આવે છે. આ જ કારણ છે કે નર ઉંદરો કેળાને નફરત કરે છે. આ અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, માદા ઉંદરો નર ઉંદરોને પોતાના બાળકોથી અલગ રાખવા માટે આ ગંધનો ઉપયોગ કરે છે. તેમને ડર રહે છે કે નર ઉંદર તેમના બચ્ચાને ખાઈ જશે.
અભ્યાસમાં એથી પણ વધુ ચોંકાવનારો દાવો :
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આનું કારણ એ છે કે નર ઉંદરો તે બાળકોને મા-ર-વા-નો પ્રયત્ન કરે છે જેમનો જન્મ અન્ય નર ઉંદરો દ્વારા થયો હોય છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે કુંવારા નર ઉંદરોને કેળાની ગંધથી વધુ સમસ્યા થતી હતી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.