જોક્સ : સંતા : ‘નાડાને અંગ્રેજીમાં શું કહેવાય છે?’ તેનો બંતાએ જવાબ આપ્યો એવો કે તમે લોટપોટ થઇ જશો

0
848

જોક્સ એક એવી વસ્તુ છે જે કોઈના ચહેરા ઉપર પણ થોડી પળ માટે પણ હાસ્ય લાવી શકે છે. આજના સમયમાં તો દરેક વ્યક્તિના જીવન દુ:ખ અને ચિંતા ભરેલી હોય છે. તેવામાં દરેક વ્યક્તિ ખુશ રહેવા અને હસવાનું એક બહાનું શોધતો રહે છે. જો તમે એકલા હો તો પોતાને ખુશ કરવું પણ ઘણું મુશ્કેલ બની જાય છે. તેવામાં જોક્સ ઘણા કામ લાગે છે.

તેને વાંચીને હસવા માટે તમારે બીજા ઉપર આધાર નહિ રાખવો પડે. બસ તમારો મોબાઈલ ચાલુ કરી લો અને ઈન્ટરનેટ ઉપર તમને હજારો જોક્સ મળી જશે. આમ તો ઈન્ટરનેટ ઉપર રહેલા બધા જોક્સ ફની જ હોય એવું જરૂરી નથી. તેમાંથી ઘણા જોક્સ વાંચીને જરાપણ હસવું નથી આવતું.

તેવામાં આજે અમે તમારા માટે કાંઈક વિશેષ જોક્સ પસંદ કરીને લાવ્યા છીએ. અમારો દાવો છે કે આ જોક્સ વાંચીને તમારા ચહેરા ઉપર હાસ્ય જરૂર આવશે. તો આવો જલ્દી આ જોક્સ વાંચીએ.

1. વધુ એના સસરાને : પિતાજી ઈલાયચી ખલાસ થઇ ગઈ છે, તમે આવતી વખતે લેતા આવજો.

સસરા : દીકરા ઈલાયચી તમારી સાસુનું નામ છે અને આપણા ઘરમાં મોટાનું નામ નથી લેવામાં આવતું.

વહુ : જી સારું છે હું હવે પછી ધ્યાન રાખીશ.

બીજી વખત… વહુ : પિતાજી માંજી ખલાસ થઇ ગઈ છે, બજારેથી લેતા આવજો.

2. ડોક્ટર : તમને શું બીમારી છે?

દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસશો નહિ.

ડોક્ટર : સારું વચન આપું છું, દર્દીએ પોતાના પગ દેખાડ્યા જે શેરડી જેટલા પાતળા હતા. ડોક્ટરને તે જોઇને હસવું આવી ગયું.

દર્દી : તમે ન હસવાનું વચન આપ્યું હતું.

ડોક્ટર : સારું સોરી , હવે તકલીફ જણાવો.

દર્દી : ડોક્ટર સાહેબ આ સોજી ગયા છે.

ડોક્ટર : હાહાહાહા ભાગ સાલા તું આવ્યો જ છે હસાવવા માટે છે.

3. અતિસુંદર સેક્રેટરી ગુસ્સામાં ગાળો આપતા બોસની કેબીન માંથી બહાર નીકળી.

સાથીઓએ પૂછ્યું : અરે શું થઇ ગયું?

સેક્રેટરી : નાલાયક પૂછી રહ્યો હતો કે સાંજે ફ્રી છો?

સાથી : પછી?

સેક્રેટરી : જયારે કહ્યું હા છું. તો હરામીએ ૬૦ પેઇઝનું ટાઈપીંગ કરવા આપી દીધું

4. એક માણસ રસ્તા ઉપર જઈ રહ્યો હતો તેને એક અવાજ સંભળાયો “થોભો” અને તે થોભી ગયો.

ત્યારે તેની પાસેથી એક ટ્રક ઝડપથી પસાર થઇ અને તેનો જીવ બચી ગયો.

તેણે અવાજનો આભાર માન્યો અને ચાલતો થયો.

થોડા દિવસો પછી ડુંગરાળ રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો અને ફરી અવાજ સંભળાયો “થોભો” જેવો તે થોભ્યો

આગળ વાળો ડુંગર પડી ગયો અને તેનો ફરી જીવ બચી ગયો.

માણસ ફરી અવાજનો આભાર માન્યો અને પૂછ્યું તમે કોણ છો. જે દર વખતે મારો જીવ બચાવો છો?

અને મારા લગ્ન વખતે ક્યાં હતા?

જવાબ આવ્યો “અવાજ હું એ તે વખતે પણ આપ્યો હતો હવે ડીજે વગડાવી લે કે અવાજ સાંભળી લે.

5. સંતા તેના મિત્ર બંતા ને, યાર એક વાત બતાવ આ નાડાને અંગ્રેજી માં શું કહે છે?

બંતા : સરળ છે P.H.D.

સંતા : શું? તે કેવી રીતે?

બંતા : પાયજામો હોલ્ડીંગ ડીવાઈસ.

આ જોક્સ શેર કરવાનું ન ભૂલશો બની શકે કે તમારા કોઈ મિત્ર ચિંતામાં હોય અને આ જોક્સ વાંચીને તેમના ચહેરા ઉપર હાસ્ય આવી જાય,અને કહે છે ને કે કોઈને હસાવવાનું કામ સૌથી પુણ્યનું કામ ગણાય છે.