એક વ્યક્તિ, એક શબ્દ અને એક ઘટના કોઈપણ વ્યક્તિનું આખું જીવન બદલી શકે છે. હિંદુ સંસ્કૃતિમાં પુનર્જન્મની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પાછલા જન્મના કેટલાક સંસ્કારો આ જન્મ સુધી આવે છે, ત્યારે તે ચોક્કસપણે તેમની અસર દેખાડે છે. મહર્ષિ રમણના જીવન પરથી આ વાત સમજી શકાય છે.
સુંદર અય્યર વેંકટરમન મદુરા (મદુરૈ) માં વકીલ હતા. તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમની પત્ની અવગમ્માલ એક ધાર્મિક મહિલા હતી. તે બંને જણ પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા માટે ધર્મ-કર્મની વાતો કહેતા અને વાર્તાઓ સંભળાવતા હતા.
એક દિવસ તેમને ત્યાં એક મહાત્મા આવ્યા. વેંકટરમન અને અવગમ્માલના નાના પુત્રએ મહાત્માને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો?’
મહાત્માજીએ કહ્યું, ‘અમે અરુણાચલ પ્રદેશથી આવ્યા છીએ.’
અરુણાચલ શબ્દ સાંભળીને બાળક ક્ષણભર થંભી ગયો. માતા-પિતાએ પણ જોયું અને વિચાર્યું કે બાળકે આ પહેલા ક્યારેય આવી પ્રતિક્રિયા આપી નથી.

અરુણાચલ શબ્દ કદાચ એ બાળકના ભાગ્ય સાથે જોડાયેલો હતો. આ ઘટના બાદ એ નાનકડો બાળક બદલાઈ ગયો હતો. તે બાળકનો રસ ધાર્મિક કથાઓમાં, ધર્મને જાણવામાં વધવા લાગ્યો હતો. પાછળથી એ બાળક મહર્ષિ રમણના નામથી પ્રખ્યાત થયો.
મહર્ષિ રમણે ઉપનિષદમાં ઋષિ-મુનિઓએ આત્માની જે કલ્પના કરી હતી તે આ જગતને ખૂબ જ વિગતવાર સમજાવ્યું. મહર્ષિ રમણ ઘણીવાર કહેતા કે, એ એક શબ્દએ મને એવી પરિસ્થિતિ સાથે જોડી દીધો, જ્યાં મારું ભવિષ્ય છુપાયેલું હતું. બાદમાં મહર્ષિ રમણ એક મહાન સંત અને ફિલોસોફર બન્યા.
બોધ : જ્યારે આપણાં બાળકો કોઈ ચોક્કસ વ્યક્તિ, પરિસ્થિતિ કે સ્થળ સાથે જોડાયેલા હોય અને તેમની સ્થિતિ થોડી અસહજ થઈ જાય, ત્યારે આપણે બાળક અને પરિસ્થિતિઓ પર ધ્યાન આપવું જોઈએ. જો પરિસ્થિતિઓ બાળક માટે ફાયદાકારક હોય, તો બાળકને તે વ્યક્તિ અને તે સ્થાન સાથે જોડવું જોઈએ.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.