ભકતોની રક્ષા માટે ધરતી ફાડીને આવ્યા હતા મહાકાલ, આજે પણ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં છે સ્થાપિત.

0
509

શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગ સ્વયં પ્રગટ થયું છે, ભકતોની રક્ષા માટે શિવજી મહાકાલના રૂપમાં પ્રગટ થયા હતા, વાંચો કથા.

આ વર્ષે 1 માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. જો કે આપણા દેશમાં અનેક શિવ મંદિરો છે, પરંતુ તે બધામાં જ્યોતિર્લિંગોનું વિશેષ મહત્વ છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ તેને ખાસ બનાવે છે. તેનું સ્થાન 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને છે. શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગ સ્વયં પ્રગટ થયું છે. અહીં ભગવાન મહાકાલને રાજા માનવામાં આવે છે. શ્રાવણમાં દર સોમવારે ભગવાન મહાકાલની પાલખી કાઢવામાં આવે છે, જેને જોવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. મહાકાલ મંદિર છઠ્ઠી સદીમાં બનેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર રૂદ્ર સાગર પાસે આવેલું છે.

મહાકાલ ભક્તોની રક્ષા માટે પ્રગટ થયા હતા : શિવપુરાણ અનુસાર અવંતિકા (ઉજ્જૈન) ભગવાન શિવને ખૂબ જ પ્રિય હતું. ભગવાન શિવના ઘણા પ્રિય ભક્તો અહીં રહેતા હતા. એક સમયે અવંતિકા નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને ચાર પુત્રો હતા. તે સમયે દુષણ નામના રાક્ષસે અવંતિકામાં આ-તં-ક મચાવ્યો. રાક્ષસે તે નગરના તમામ રહેવાસીઓને ત્રા-સ-આ-પ-વા-નું શરૂ કર્યું. તે રાક્ષસના આ-તં-ક-થી બચવા તે બ્રાહ્મણે ભગવાન શિવની આરાધના કરી.

બ્રાહ્મણની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ ધરતી ફાડીને મહાકાલના રૂપમાં પ્રગટ થયા અને તે રાક્ષસનો વ-ધ-ક-રીને નગરની રક્ષા કરી. નગરના તમામ ભક્તોએ ભગવાન શિવને કાયમ એક જ સ્થાને રહેવા પ્રાર્થના કરી હતી. ભક્તોની પ્રાર્થના પર ભગવાન શિવ ત્યાં અવંતિકામાં જ મહાકાલ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઇ ગયા.

મહાકાલ જ્યોતિર્લિંગ વિશે રસપ્રદ તથ્યો :

1) આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. તેથી આ જ્યોતિર્લિંગનું તાંત્રિક મહત્વ પણ છે.

2) અહીંની સવારની ભસ્મ આરતી વિશ્વ પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે, પહેલા આ આરતી મ-ડ-દા-ની રાખથી કરવામાં આવતી હતી, પરંતુ પછીથી આ પ્રથા બંધ થઈ ગઈ.

3) મંદિરના ઉપરના માળે આવેલું નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે ખોલવામાં આવે છે.

4) આ મંદિરના તમામ શિખરો સોનાથી મઢેલા છે, એટલે કે તમામ શિખરો પર સોનાનું આવરણ છે.

5) એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગના દર્શનથી અકાળ મ-રુ-ત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે.

કેવી રીતે પહોંચવું?

હવાઈ ​​માર્ગે : અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોર છે, જે લગભગ 58 કિમી દૂર છે. ત્યાંથી ઉજ્જૈન સરળતાથી પહોંચી શકાય છે.

ટ્રેન : ઉજ્જૈન દેશના લગભગ તમામ મોટા શહેરો સાથે ટ્રેન દ્વારા જોડાયેલું છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી ઉજ્જૈન સુધી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

રોડ દ્વારા : ઉજ્જૈનમાં રસ્તાઓનું સારું નેટવર્ક છે અને તે દેશના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. નેશનલ હાઈવે 48 અને નેશનલ હાઈવે 52 તેને દેશના મોટા શહેરો સાથે જોડે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.