આ તેલથી થતા લાભ જાણીને તેને ખાવાનું શરુ કરી દેશો, મોટી મોટી બીમારીઓથી રાખે છે આપણને દુર.
અળસીનું તેલ (Flaxseed oil) ઓમેગો 3 ફેટી એસીડસનો ઘણો સારો સોર્સ છે. તે હાર્ટ અને બ્રેન હેલ્થને યોગ્ય રાખવા સાથે કેન્સરના જોખમને પણ ઓછુ કરે છે. અળસીના તેલમાં રહેલા પોષક તત્વ ડાઈજેશનને યોગ્ય રાખે છે. તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક છે.
કેન્સરના જોખમને ઓછુ કરે : અળસીના તેલનો ઉપયોગ કેન્સર અને હ્રદય રોગના જોખમને ઓછો કરે છે. અળસીના તેલમાં ઓમેગો 3 ફેટી એસીડનું પુષ્કળ પ્રમાણ હોય છે. તે આર્ટરીને કઠોર થવાથી અટકાવે છે. અને બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને કોલોન કેન્સરના જોખમને પણ ઓછું કરે છે.
હાડકા બનશે મજબુત : પોષક તત્વોથી ભરપુર ફ્લેક્સસીડ તેલનું સેવન શરીરમાં કેલ્શિયમ વધારે છે જેનાથી હાડકાઓ અને માંસપેશીઓ મજબુત રહે છે. અળસીના તેલમાં રહેલા એંટી ઈંફ્લામેટ્રી પ્રોપર્ટીજ તમને બીમારીઓથી બચાવે છે. એક રીસર્સ મુજબ તે બ્રોન ફ્રેકચરના જોખમને ઓછું કરીને ઓસ્ટીયોપોરોસીસ સામે લડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક : ટાઈપ ટુ ડાયાબીટીસના દર્દી માટે પણ અળસીના તેલનું સેવન ફાયદાકારક છે. તે Antioxidants થી ભરપુર હોય છે અને અભ્યાસ મુજબ તે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સ્ટ્રોકના જોખમને ઓછો કરે છે. અળસીના તેલનું સેવન ડાઈજેશન માટે પણ સારું છે.
ઈમ્યુનિટી બુસ્ટ થશે : અળસીના તેલની કેપ્સુલ પણ ખાઈ શકો છો. તે ઈમ્યુનિટી બુસ્ટ કરીને મેટાબોલીજ્મ વધારે છે. અળસીનું તેલ સાંધાના દુઃખાવામાં રાહત આપવા સાથે હાર્ટ, બ્રેન, માંસપેશીઓ અને સ્કીન માટે પણ સારું છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ : અળસીના તેલને ડાયટમાં સામેલ કરવાથી મેટાબોલીજ્મને વધારે છે અને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. તે બ્રેન ફંક્શન વધારે છે અને ઈમ્યુનિટી મજબુત રાખે છે.
(નોંધ અહિયાં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસખા અને સામાન્ય જાણકારીઓ ઉપર આધારિત છે. તે અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. અમે તેની પુષ્ટિ નથી કરતા.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.