લવ-કુશનો જ્યાં જન્મ થયો હતો તે સ્થળ વિષે જાણો, અને સીતાજીનું પાતાળમાં જવાનું રહસ્ય પણ જાણો.

0
867

આ જગ્યા પર છે રામ યુગનું ઝાડ અને કુવો, આ જગ્યા પર ધરતીમાં સમાયા હતા સીતાજી.

લવ-કુશનો જન્મ ક્યાં થયો હતો, સીતાજી પાતાળમાં કેવી રીતે અને કઈ જગ્યાએ સમાયા હતા તેનું રહસ્ય અકબંધ જરૂર છે. પણ યુપીનો એક જીલ્લો એવો છે જે આ પ્રશ્નોના જવાબ જ નહિ તેની સાબિતી પણ આપી રહ્યો છે. જોકે આ સાબિતીમાં કેટલું સત્ય છે તે જણાવવા વાળા કોઈ હજુ સુધી અહિયાં આવ્યા નથી. અમે વાત કરી રહ્યા છીએ કાનપુર શહેરથી 17 કી.મી. બિઠુરમાં બનેલા મહર્ષિ વાલ્મીકી આશ્રમની.

લવ-કુશના જન્મ સ્થળ કહેવાતા બિઠુરમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહિયાં દર્શન માટે આવે છે. માત્ર શહેરના જ નહિ, પણ કાનપુર આવવા વાળા પ્રવાસીઓ પણ ભગવાન સાથે જોડાયેલા આ સ્થળના આકર્ષણથી દુર નથી રહી શકતા. સીતા રસોડું, વાલ્મીકી આશ્રમ વગેરેનું અસ્તિત્વ આજે પણ અહિયાં હયાત છે. અહિયાં માતા સીતાનું એક મંદિર પણ છે. મંદિરમાં સીતાજીની મૂર્તિ તેમના પુત્ર લવ અને કુશ સાથે છે.

આઠ લાખ વર્ષ પહેલા અહિયાં આવ્યા હતા સીતાજી : મંદિરના પુજારી અવઘેશ તિવારીએ જણાવ્યું કે, આઠ લાખ વર્ષ પહેલા માતા સીતા બિઠુર આવ્યા હતા અને અહિયાં લવ-કુશનો જન્મ થયો હતો. લવ-કુશે આ સ્થળ ઉપર વાલ્મીકી પાસે શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હતું. અને રામ જાનકી મંદિરમાં લવ કુશના બાણ આજે પણ રાખવામાં આવેલા છે. ગંગા નદીના કાંઠે વસેલા આ સ્થાન ઉપર એક તરફ સીતાજીનું રસોડું પણ બનેલું છે. ત્યાં સીતાજી ભોજન બનાવતા હતા.

તે સમયે ઉપયોગ કરવામાં આવેલા વાસણ પણ સીતાજીના રસોડામાં હયાત છે. પુજારીએ જણાવ્યું કે, લવ-કુશ અહિયાં માં ગંગામાં સ્નાન કરતા હતા અને અહિયાં બાણ ચલાવતા અને ધોડાસવારી વગેરે પણ શીખ્યા હતા.

અહિયાં પકડવામાં આવ્યો હતો અશ્વમેઘ યજ્ઞના ઘોડા : ભગવાન રામે જયારે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો, તો કોઈ પણ રાજા તે સમયે તેમના ઘોડાને પકડવાની હિંમત કરી શક્યા ન હતા. વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે, જયારે તે ઘોડો બિઠુર પહોંચ્યો તો લવ-કુશે તેને બાંધી લીધો હતો.

ત્યાર પછી રામ ભક્ત હનુમાન અહિયાં ઘોડા છોડાવવા માટે આવ્યા હતા. લવ-કુશ સાથે યુદ્ધમાં તે હારી ગયા અને તેમને અહિયાં બંધક બનાવી લેવામાં આવ્યા હતા. આજે પણ અહિયાં તે સ્થળ હયાત છે, જ્યાં હનુમાનજીને બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી ઘોડા છોડાવવા ગયેલા લક્ષ્મણજીને પણ અહિયાં બંધક બનાવી લેવામાં આવ્યા હતા.

પાતાળમાં સમાયા હતા સીતાજી : કહેવામાં આવે છે કે અહિયાં સીતાજી પાતાળમાં સમાયા હતા. હનુમાન અને લક્ષ્મણના કોઈ સમાચાર ન મળવાથી ભગવાન રામ સ્વયં યુદ્ધ માટે અહિયાં આવ્યા હતા. યુદ્ધની વચ્ચે જ તેમને ખબર પડી ગઈ હતી કે જે લવ-કુશ સાથે તેઓ યુદ્ધ કરી રહ્યા છે, તે તેમના જ પુત્ર છે. ત્યાર પછી માતા સીતા સાથે પણ રામની મુલાકાત પણ અહિયાં થઇ હતી. (માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

જયારે રામે માતા સીતાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો તો તે ધરતીમાં સમાઈ ગયા. તે સ્થાન પણ અહિયાં હયાત છે. સવાર સાંજ આ સ્થળ ઉપર પૂજા કરવામાં આવે છે. (માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

અહિયાં આજે પણ હયાત છે રામ યુગનું ઝાડ અને કુવો : તે કુવો જેમાંથી સીતાજી પાણીનો ઉપયોગ કરતા હતા તે આજે પણ હયાત છે. પ્રાચીન સમયના એ કુવાનું પાણી આજે પણ સુકાયું નથી. તે ઉપરાંત લવ-કુશ જે ઝાડ નીચે શિક્ષણ લેતા હતા, તે પણ અહિયાં હયાત છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)