જોક્સ :
બેંક મેનેજર : આ કેવી સહી છે? ગોળ ગોળ કુંડાળા કર્યા છે.
પપ્પુ : આ સહી મારી દાદીની છે.
બેંક મેનેજર : આવી વિચિત્ર સહી? તેમનું નામ શું છે?
પપ્પુ : જલેબી બાઇ.
જોક્સ :
ડોક્ટરનો પાડોશી ન-શા-નો મોટો બંધાણી હતો અને ખૂબ ડા-રુ પીતો હતો.
એક દિવસ ડોક્ટરે તેને સમજાવતા કહ્યું કે : ડા-રૂ-નો ન-શો માણસને ધીમે ધીમે મા-રી-ના-ખે-છે.
પાડોશીએ હસીને જવાબ આપ્યો : પણ ડોક્ટર, મારે ક્યાં ઉતાવળ છે?

જોક્સ :
પ્રેમી : બેવફા, તારા લીધે મારું હૃદય બળીને રાખ થઈ ગયું.
પ્રેમિકા : તારું બલિદાન વ્યર્થ નહીં જાય. તેની રાખ ડબ્બામાં ભરીને મોકલી દે,
વાસણો સાફ કરવામાં કામ આવશે.
જોક્સ :
ચિન્ટુ : મમ્મી હું આજે રાત્રે સૂ-સૂ કરવા ગયો હતો, તો તને ખબર છે શું થયું?
મમ્મી : ના! શું થયું?
ચિન્ટુ : મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો તો લાઈટ આપોઆપ ચાલુ થઈ અને ઠંડી હવા આવવા લાગી.
મમ્મી (ગુસ્સામાં) : તું આજે ફરી ફ્રિજમાં સૂ-સૂ કરીને આવ્યો.
જોક્સ :
પપ્પુની ભાભી કાજુ ખાતી હતી.
પપ્પુએ પ્રેમથી કહ્યું : ભાભી, મને પણ કાજુ ટેસ્ટ કરાવો.
ભાભીએ એક કાજુ તેના હાથમાં મૂક્યો અને બાકીના પોતે ખાવા લાગ્યા.
પપ્પુ : માત્ર એક જ કાજુ?
ભાભીએ ગુસ્સામાં કહ્યું : હા, બીજા બધાનો સ્વાદ સરખો જ છે.
જોક્સ :
ગોલુ : જો હું નાળિયેરના ઝાડ પર ચઢીશ, તો શું એન્જીનીયરીંગ કોલેજની છોકરીઓ જોવા મળશે?
મોલુ : હા. અને હાથ છોડી દઈશ તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ જોવા મળશે.
જોક્સ :
પતિ ડા-રૂ પીને મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે સામે તેની પત્ની હાથમાં ઝાડુ લઈને ઉભી હતી.
પતિ : તું કેટલું કામ કરીશ? આ સાવરણી મને આપ, રાતના બે વાગ્યા છે, તમારે સૂવું નથી? પોતાની સંભાળ રાખ ગાંડી.
આ સાંભળીને બિચારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. અને પતિ પોતાની ચતુરાઈથી બચી ગયો.
જોક્સ :
કંજૂસ માણસે જ્યોતિષને ઓછા પૈસા આપતા પૂછ્યું,
મને કોઈ એવો ઉપાય કહો કે મારી પાસે પૈસા જ પૈસા થઈ જાય.
જ્યોતિષ : ચિંતા ના કર બેટા, હું એવો મંત્ર કહીશ, કે તું જેટલી વાર બોલીશ એટલી વાર પૈસા મળશે.
કંજૂસ : જલ્દી કહો.
જ્યોતિષ : રોજ કોઈ ચાર રસ્તા પર જઈને કહેજે – ભગવાનના નામ પર કાંઈક આપી દો માલિક.
જોક્સ :
ટીટીએ મોન્ટુને પ્લેટફોર્મ પર પકડ્યો.
ટીટી : ટિકિટ દેખાડ.
મોન્ટુ : અરે હું ટ્રેનમાં બેસીને નથી આવ્યો.
ટીટી : સાબિતી શું છે?
મોન્ટુ : સાબિતી એ છે કે મારી પાસે ટિકિટ નથી.
જોક્સ :
શિક્ષક : કાળ કેટલા પ્રકારના હોય છે?
ટીટુ : 3 પ્રકારના. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.
શિક્ષક : એક ઉદાહરણ આપ?
ટીટુ : ગઈ કાલે તમારી દીકરીને જોઈ, આજે તેને પ્રેમ કરું છું અને કાલે હું તેની સાથે લગ્ન કરી લઈશ.
ટીટુથી હાલ ક્યાંય બેસાતું નથી.
જોક્સ :
તોફાની વરસાદમાં મોડી રાત્રે એક માણસ પિઝા લેવા ગયો.
પિઝાવાળો : શું તમે પરિણીત છો?
માણસ : આટલા તોફાનમાં કઈ માં પોતાના દીકરાને પિઝા લેવા મોકલશે?
જોક્સ :
છોકરો લગ્ન માટે છોકરીને જોવા ગયો.
તેણે વિચાર્યું કે છોકરી સાથે અંગ્રેજીમાં વાત કરવી જોઈએ?
તેણે છોકરીને પૂછ્યું : ઈંગ્લીશ ચાલશે?
છોકરી : સીંગ અને દાળ હશે તો દેશી પણ ચાલશે.