જીવનમાં અઢળક સફળતા અને ફાયદો મેળવવા માંગો છો તો આ વાતોને મગજમાં ફીટ કરી દો, પછી જુઓ કમાલ

0
874

જો ગંદકીમાં પડેલી હોય આ વસ્તુઓ તો તેને ઉપાડવામાં મોડું ન કરો, તે લાવે છે અપાર લાભ.

જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલાક સિદ્ધાંતોનું પાલન કરે તો તેને જબરદસ્ત સફળતા મળે છે. તેમજ કેટલીક ભૂલો તેના જીવનને સંકટમાં લઈ જાય છે. ચાણક્ય નીતિમાં સફળતા મેળવવા અને નિષ્ફળતાઓથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે. આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી આ વાતો આજે પણ પ્રાસંગિક છે. આજે આપણે જાણીશું એવી જ કેટલીક ખાસ વાતો વિષે.

ઝે-ર-માંથી અમૃત કાઢો :

આચાર્ય ચાણક્ય કહે છે કે જો શક્ય હોય તો ઝે-ર-માંથી અમૃત કાઢો. એટલે કે ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ સારું શોધવા અને તેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. આ દૃષ્ટિકોણ તમને જીવનમાં ઉંચાઈ પર લઈ જશે.

ચાણક્ય નીતિ કહે છે કે, કિંમતી વસ્તુનું મુલ્ય તે ગંદકીમાં પડી હોય તો પણ ઘટતું નથી. એટલે તમે ગંદકીમાં પડેલું સોનું જુઓ છો, તો તેને ઉપાડો.

સદાચારી છોકરીને હંમેશા માન આપો. જો દુષ્ટ પરિવારમાં પણ કોઈ સદગુણો વાળી છોકરી હોય તો તેને તમારા ઘરની વહુ બનાવવા માટે વધારે વિચારશો નહીં. તે છોકરીના ગુણો જુઓ, તે તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. કારણ કે આ આખી દુનિયામાં કોઈ નિષ્કલંક નથી, માટે તેના સદગુણો તરફ જુઓ.

પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ તમારા બાળકોને સારું શિક્ષણ જરૂર આપો. જેથી કરીને તેઓ તેમના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓથી બચી શકે અથવા મક્કમતાથી તેનો સામનો કરી શકે.

જો તમારે દુષ્ટ વ્યક્તિ અને સાપ આ બે માંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો સાપને પસંદ કરો. કારણ કે સાપ તમને ત્યારે જ ડંખશે જ્યારે તેનો જીવ જોખમમાં હોય અથવા તે પરેશાન હોય. જ્યારે દુષ્ટ વ્યક્તિ તમારા સારા કર્મનો બદલો પોતાની બુરાઈથી આપશે. તેથી હંમેશા તેનાથી દૂર રહો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.