શાંતિથી મ/રી પણ નથી શકતી.
તમામ “મહિલાઓ” ને સમર્પિત.
હું થોડી ચિંતિત હતી, કારણ કે સાંજથી મને મારી છાતીની ડાબી બાજુએ હળવો દુ:ખાવો થતો હતો. પણ આપણે સ્ત્રીઓ આટલી પીડા ચામાં ઓગાળીને પી જઈએ છીએ.
મેં પણ એજ વિચાર્યું કે, કદાચ થોડો હળવો આંચકો આવ્યો હશે અને રાતના ભોજનની તૈયારી કરવા લાગી ગઈ. રસોડાનું બધું કામ પૂરું કરીને જ્યારે સૂવા માટે ગઈ ત્યારે પતિને દુઃખાવા વિષે જણાવ્યું.
પતિએ દુ:ખાવાની દવા લઈને આરામ કરવા માટે કહ્યું. સાથે જ વધુ કામ કરીશ નહીં તેમ કહીને મીઠો ઠપકો પણ આપ્યો.
મોડી રાત્રે અચાનક દુ:ખાવો ફરી વધી ગયો. શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. “ક્યાંક આ હાર્ટ એટેક તો નથી ને?” આવો વિચાર મારા મનમાં આવતાં જ મને પરસેવો વળી ગયો.

“હે ભગવાન! પાલક અને મેથી તો સાફ જ નથી કર્યા, વટાણા પણ ફોલવાના બાકી છે. ઉપરથી મલાઈની તપેલી પણ ફ્રિજમાં ભરેલી પડી છે, આજે માખણ બનાવી દેવું જોઈતું હતું. જો મ-રી-ગ-ઈ તો લોકો કહેશે કે તેણીએ ફ્રીઝ કેટલું ગંદુ રાખ્યું હતું. મેં કપડાં પણ ઈસ્ત્રી નથી કર્યા. ચોખા પણ પુરા થવા આવ્યા છે, આજે બજારમાં જઈને રાશન ભરી દેવું જોઈતું હતું. મારા મ-રૂ-ત્યુ પછી જે લોકો અહીં બાર દિવસ રહેશે તેમની પાસે મારા ગેરવહીવટના ઘણા કિસ્સાઓ હશે.”
હવે હું છાતીનો દુ:ખાવો ભૂલીને કાલ્પનિક અપમાનની પીડા અનુભવી રહી હતી.
“ના ના ભગવાન! મહેરબાની કરીને આજે મને ન મા-ર-શો. આજે ન તો હું તૈયાર છું કે ન મારું ઘર.”
આ પ્રાર્થના કરતી વખતે હું ક્યારે ગાઢ નિંદ્રામાં જતી રહી તેની મને ખબર પણ ના પડી. સવારે ઉઠી અને પાછી ઘરના કામમાં લાગી ગઈ.
આ એક મહિલાની વાસ્તવિક જવાબદારી છે.
“તે શાંતિથી મ/રી પણ નથી શકતી.”