તેલંગાણામાં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના પુનઃનિર્માણ પછી, તેનું ઉદ્ઘાટન 28 માર્ચે થવાનું છે. પુનરનિર્વાણ ને કારણે આ મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં, કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જેઅર સ્વામીએ જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરને ફરીથી ખોલવાનો સમય નક્કી કર્યો હતો. મંદિરને ભક્તો માટે ફરીથી ખોલવામાં આવે તે પહેલાં એક યજ્ઞ પણ કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ હાજરી આપશે.
શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના પુન:નિર્માણ પર લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું પુનર્નિર્માણ એ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. સીએમ કે ચંદ્રશેખર રાવના ડ્રીમ પ્રોજેક્ટના લોન્ચિંગ પહેલા મંદિરમાં ઋત્વિકો વતી ‘મહા સુદર્શન યજ્ઞ’ પણ કરવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે આ યજ્ઞ સો એકર યજ્ઞ વાટિકામાં 1048 યજ્ઞ કુંડ સાથે કરવામાં આવશે.
આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી હતી કે હજારો ઋત્વિકો અને ત્રણ હજાર સહાયકો ભગવાનને પ્રસન્ન કરવા અનુષ્ઠાન કરશે. અગાઉ મંદિરના ઉદ્ઘાટન માટે યજ્ઞમાં મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો, પ્રધાનો અને હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોના સંતોને આમંત્રિત કરવાનું આયોજન હતું.

છેલ્લા બે વર્ષથી નિયમો ના કારણે તની પ્રતિષ્ઠા કરવામાં આવી નહોતી. માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં બહુ ઓછા વીઆઈપી હાજર રહેશે. એવી પણ શક્યતા છે કે ચંદ્રશેખર રાવના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જયાર સ્વામી પણ સમારોહમાં હાજરી આપે નહીં.
યાદદ્રી ખાતે આવેલ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિમી દૂર છે. મંદિર સંકુલ 14.5 એકરમાં ફેલાયેલું છે. વર્ષ 2016 માં આ મંદિરના પુનઃનિર્માણનું કામ શરૂ થયું જેના માટે લગભગ 1600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર ટાઉનશિપ પ્રોજેક્ટ 2500 એકરમાં ફેલાયેલો છે.
આંધ્રપ્રદેશના પ્રકાશમથી ખાસ લાવવામાં આવેલા 2.5 લાખ ટન ગ્રેનાઈટથી મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરનો સ્તંભ એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યો છે. આ મંદિરના પુનઃનિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાઇનર આનંદ સાંઇએ આ મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે.
આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પેમ્બાર્થી (ધાતુ અને પિત્તળના કામ માટે પ્રખ્યાત) કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. મંદિરના ગર્ભગૃહનો મુખ્ય પ્રવેશદ્વાર સોનાથી સુશોભિત છે. મંદિરમાં તંજોર શૈલીની પેઇન્ટિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ મંદિરના ગોપુરમ (ખાસ દ્વાર)ને 125 કિલો સોનાથી મઢવા મા આવ્યો છે, જે સીએમ કેસીઆર, તેમના કેબિનેટ સાથીદારો અને કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા મંદિરને દાનમાં આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેસીઆરે તેમના પરિવાર વતી મંદિરમાં 1116 ગ્રામ સોનું દાન કર્યું છે.
હૈદરાબાદ સ્થિત MNC મેઘા એન્જિનિયરિંગે 6 કિલો સોનું આપવાની જાહેરાત કરી છે. હેટરો ફાર્માના માલિકો દ્વારા 5 કિલો સોનું દાન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.