જોક્સ :
દીકરાને સાસુ પાસે મૂકી પત્ની પિયર ગઈ.
થોડા દિવસ પછી સાસુએ તેને ફોન કર્યો અને કહ્યું,
જલ્દી પાછી ફરી, છોકરો ઉદાસ છે.
પત્નીએ પૂછ્યું, કોનો? તમારો કે મારો?
જોક્સ :
પપ્પુ : તું ઉદાસ કેમ છે?
રમેશ : અરે યાર હું અઠવાડિયામાં 5 દિવસ કમાઉં છું ને મારી પત્ની 7 દિવસ ખર્ચ કરે છે.
તો હું દુઃખી કેમ ના થાઉં.
જોક્સ :
જયેશ : આપણા દોસ્ત રાકેશ ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા. તને ખબર છે?
સુરેશ : ના, શું થયું?
જયેશ : એ મારી પત્ની જોડે ભાગી ગયો.

જોક્સ :
પત્ની : તું મને પ્રેમ કરે છે એ વાત જ ખોટી છે.
પતિ : અરે હું તને સાચો પ્રેમ કરું છું.
પત્ની : જો સાચો પ્રેમ કરતો હોત મારી સાથે લગ્ન કરીને મારું જીવન નરક ના બનાવ્યું હોત.
જોક્સ :
ભૂરો : યાર ઘરકામ કરતા દમ નીકળી જાય છે, અને કામવાળી પણ જડતી નથી.
બકો : ભલા માણસ, કામવાળી જડશે નહિ, તું લગ્ન કરી લે.
આ વાત બકાની પત્ની સાંભળી ગઈ. હવે બકો રોજ ઘરકામ કરે છે.
જોક્સ :
એક છોકરી એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ.
માવતરે જાહેર ખબર છપાવી,
ઘરે પાછી ન આવે તો તને માફ કરી દીધી છે. લી. – મમ્મી, ડેડી.
જોક્સ :
છગન : મધમાખીની ખેતી કેવી ચાલે છે?
મગન : લાજવાબ.
છગન : કેટલું મધ આપ્યું?
મગન : મધ તો ખાસ આપ્યું નહિ, પણ મધમાખીઓએ મારી સાસુને એક ડઝન ડંખ મારીને ભગાડી દીધી.
જોક્સ :
રમેશ : યાર સ્ત્રી થવાનો ફાયદો શું હશે?
સુરેશ : સ્ત્રી થવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્ત્રી સાથે લગ્ન કરવાની એને નોબત આવતી નથી.
જોક્સ :
લાલુ : કાલે મારી પત્ની જોડે ઝગડો થયો.
કાલુ : કેમ શું થયું હતું?
લાલુ : મારે આરામ કરવો હતો અને એ ફિલ્મ જોવા જવાની જીદ પકડીને બેઠી હતી.
કાલુ : અચ્છા… તો ફિલ્મ કેવી હતી?
જોક્સ :
પોલીસ સ્ટેશનમાં :
ટીના : ઇન્સ્પેકટર આ મારી બહેનપણી છે મીના, આ બિચારીનો પતિ ખોવાઈ ગયો છે.
ઇન્સ્પેકટર : વર્ણન લખાવો.
ટીના : પાંચ ફૂટ અડધો ઇંચ, કાળો મેષ જેવો, વજન એકસો પચાસ કિલો, માથે ટાલ.
મીના : ઇન્સ્પેકટર સાહેબ માંડી વાળો, ભલે ખોવાયેલો રહ્યો.
જોક્સ :
રમેશ : યાર, તું મર્દ છે કે ઉંદર? પત્નીથી આટલો બધો ડરે છે?
સુરેશ : હું મર્દ હોવો જોઈએ, કારણ કે મારી પત્ની ઉંદરથી ડરે છે.
જોક્સ :
જીગાનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.
સવિનય સાથે જણાવવાનું કે,
તમારા ન્યુઝ પેપરમાં છૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખ વાંચીને મારી પત્નીએ
છૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાં મારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.
તો મારુ લવાજમ કેન્સલ કરશો. કાલથી તમારું ન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.
જોક્સ :
ધનજી કાકા : મેં બે વખત લગ્ન કર્યા. અને બંને વખતે ફક્ત કમનસીબી જ જોઈ.
જીગો : કેમ શું થયું?
ધનજી કાકા : પહેલી પત્ની ભાગી ગઈ, અને બીજી ભાગતી નથી.