લાલ કિતાબમાં જણાવેલા આ ઉપાયો કરવાથી ઘરની સમસ્યા થશે દૂર, પોતાનું ઘર બનાવવું થશે સરળ.
સપનાના ઘરની ઈચ્છા તો દરેક મનુષ્યને હોય છે. કેટલાક લોકો પોતાનું ઘર ખૂબ જ સરળતાથી બનાવી લે છે, જ્યારે કેટલાક લોકો ખૂબ મહેનત કરીને પણ ઘરની ખુશીઓથી દૂર રહે છે. પોતાની માલિકીના ઘરનું સુખ મેળવવા માટે લાલ કિતાબમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે સપનાના ઘરની ઈચ્છા પૂરી કરવા માટે લાલ કિતાબમાં કયા કયા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
લાલ કિતાબ પ્રમાણે લીમડાના લાકડામાંથી એક નાનું ઘર બનાવીને કોઈ ગરીબને દાન કરો. તમે તેને કોઈપણ મંદિરમાં પણ રાખી શકો છો. લાલ કિતાબના આ ઉપાયથી ઘર ખરીદવાનું સપનું ઝડપથી પૂરું થઇ શકે છે.
લાલ કપડામાં 6 ચપટી કંકુ, 6 લવિંગ, 9 ચાંદલા, 6 કોડી અને 9 મુઠ્ઠી માટી બાંધો લો. ત્યાર બાદ તેને નદીમાં વહાવી દો. લાલ કિતાબના આ ઉપાય કરવાથી ઘર સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.
માટીના વાસણમાં દૂધ, દહીં, કપૂર, સાકર, ઘી અને ખાંડ નાખો. એ પછી તેની સામે માં દુર્ગાના નવાર્ણ મંત્રનો 108 વાર જાપ કરો. એ પછી તેને જમીનમાં દાટી દો અથવા નદીમાં વહાવી દો. આ ઉપાય કરવાથી જમીન અને મકાનનું સપનું પૂરું થાય છે.

જો તમે કોઈ મનપસંદ ઘર કે જમીન લેવા માંગતા હોવ તો તે જગ્યાની થોડી માટી લો અને તેને કાચની બોટલમાં ભરી દો. કોઈપણ મહિનાના સુદ પક્ષની આઠમના દિવસે એક હાંડીમાં આ માટીમાં ગંગાજળ અને કપૂર મિક્સ કરીને તેને જવના ઢગલા પર સ્થાપિત કરી દો. એ પછી ‘ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે નમઃ’ આ મંત્રનો જાપ કરો. પછી બીજા દિવસે જવને નદીમાં વહાવી દો. સાથે તે માટીને મનપસંદ જમીન ઉપર નાખી દો. લાલ કિતાબના આ ઉપાયથી મનપસંદ જમીન કે ઘરનું સપનું પૂરું થાય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.