દરેકની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં ક્યારે પણ ધનની સંકટ ન રહે. દરેક ઈચ્છે છે કે માં લક્ષ્મીની કૃપા હંમેશા જળવાયેલી રહે. માં લક્ષ્મી પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઇ જાય છે અને તેની ઉપર ધન વર્ષા કરી દે છે. તેને કારણે જ લોકો દિવસ રાત માં લક્ષ્મીની પૂજામાં લાગી રહે છે. પરંતુ માં લક્ષ્મી ખોટું કામ થવાથી જલ્દી જ ગુસ્સે થઇ જાય છે અને નારાજ થઇ ઘર માંથી જતા રહે છે.
જો લક્ષ્મી માં નારાજ થઇ ગયા તો ઘર પરિવારમાં સુખ શાંતિ બધું દુર થઇ જાય છે. ક્યાં એ કામ છે? જે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એ ન કરવા જોઈએ. આ કામમાં સાવચેતી રાખીને તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
ગંદા કપડા પહેરવા :-

માં લક્ષ્મીને સાફ સફાઈ ઘણી ગમે છે. સાજે કે સવારના સમયે અંધારા પહેલા લોકો ઘરની સફાઈ કરી લે છે. જેથી માં લક્ષ્મી આવી શકે. માત્ર ઘર જ નહિ માં લક્ષ્મી તે વ્યક્તિના ઘરમાં આવે છે. જે પોતે પણ સ્વચ્છ રહે છે. ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે ગંદા કપડા પહેરવા વાળા પાસે માં લક્ષ્મી ટકતી નથી.
તેને માત્ર એ દ્રષ્ટિથી ન જુવો. પરંતુ તમે સમાજમાં રહો છો, તો સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ગંદા કપડા પેહેરશો તો લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ નહિ કરે. સાથે જ તમારી સાથે હરવા ફરવા કે બેસીને વાતો કરવાનું પણ કોઈને નહિ ગમે. જો સામાન્ય માણસ તમારાથી આટલા દુર થાય છે, તો માં લક્ષ્મી પણ તમારાથી દુર થઇ શકે છે.
દાંત સાફ ન રાખવા :-
શરીરની સફાઈ સાથે સાથે દાંતની સફાઈ રાખવી પણ ઘણી જરૂરી છે. જે લોકોના ગંદા દાંત હોય છે કે તે પોતાના દાંતનું ધ્યાન નથી રાખતા. એવા લોકો પાસે માં લક્ષ્મી નથી ટકતી. જો તમે ઘણા આળસુ સ્વભાવના છો, તો પણ લક્ષ્મી માં તમારી પાસે નહિ આવે.
આરોગ્યની દ્રષ્ટીએ એવું બને છે કે ગંદા દાંત રાખવા વાળા કાંઈ પણ ખાય છે, તો તે ગંદકી પણ તેમના પેટમાં જાય છે અને શરીર દુષિત થઇ જાય છે. તેનાથી માં લક્ષ્મી આવા લોકોનો ત્યાગ કરી દે છે.
વધુ ખાવા વાળા :-
વધુ ખાવા વાળા પાસે પણ લક્ષ્મી માં નથી ટકતી. જે લોકો જરૂર કરતા વધુ ભોજન કરે છે, તે આળસુ પ્રકૃતિના હોય છે. તેને દિવસ આખો બસ ખાવામાં જ ધ્યાન આપે છે અને પોતાના કામમાં ધ્યાન નથી આપતા. એવા લોકોને માં લક્ષ્મી છોડીને જતા રહે છે. ખાવાનો બગાડ કરવા વાળા પાસેથી માં લક્ષ્મી નારાજ થઈને જતા રહે છે. લક્ષ્મી માં એવા લોકો પાસે જ રહે છે. જે સક્ષમ હોય છે અને ધન કમાવા માટે મહેનત કરે છે.
ખરાબ બોલવા વાળા :-
લક્ષ્મી માં તે લોકો પાસે એક પળ પણ નથી ટકતા જે ખરાબ બોલે છે. હંમેશા બીજાનું ખરાબ બોલવા વાળા, બીજા માટે અપશબ્દ કહેવા વાળા પાસે લક્ષ્મી માં નથી ટકતી. લક્ષ્મી માં તે લોકો પાસે ટકે છે. જે બીજાને સારું બોલે છે. જે લોકો બીજા સાથે સારો વ્યવહાર જાળવી રાખે છે. એવા લોકો પાસે લક્ષ્મી માં વાસ કરે છે.