જોક્સ :
વહુ પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે કે,
મમ્મી, કાલે રાત્રે તેમની સાથે મારો ઝઘડો થઈ ગયો હતો.
સાસુ : કાંઈ વાંધો નહીં, આવું દરેક પતિ-પત્ની વચ્ચે થાય છે.
વહુ : એ તો હું પણ જાણું છું, પણ હવે લા-શ-નું શું કરવું તે કહો.
જોક્સ :
પીન્ટુ : અરેંજ મેરેજના ફાયદા જણાવ.
મોન્ટુ : અરેંજ મેરેજના પણ પોતાના ફાયદા હોય છે,
જેમ કે કેટલીકવાર એવી છોકરી સાથે લગ્ન થઈ જાય છે,
જેને તે છોકરો પોતે સાત જન્મોમાં પણ પટાવી શકતો ન હોય.
જોક્સ :
પેઢીઓની પેઢીઓ ખતમ થઈ ગઈ એ જાણવામાં કે દુનિયા કઈ માટીની બનેલી છે,
અને એક હિરોઈને એક મિનિટમાં કહી દીધું કે… આ દુનિયા પિત્તળની છે.
જોક્સ :
આજ-કાલ સાબુની એડ જોઈને એ ખબર જ નથી પડતી કે,
તે નહાવા માટે છે કે ખાવા માટે! કારણ કે સાબુમાં દૂધ, મલાઈ, કેસર વગેરે નાખેલું હોય છે.

જોક્સ :
ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈને બોલી તને શું ખબર?
મારા દરેક શ્વાસ પર છોકરાઓ મ-રે છે.
બોયફ્રેન્ડ : તો થોડી સારી ટૂથપેસ્ટ વાપર જેથી મોં માંથી દુર્ગંધની આવે.
જોક્સ :
ટીટુ : હું નાળિયેરના ઝાડ પર ચડીશ તો શું એન્જીનીયરીંગ કોલેજની છોકરીઓ જોવા મળશે?
જીતુ : હા, અને ઝાડ પર ચડીને હાથ છોડીશ તો મેડીકલ કોલેજની છોકરીઓ પણ જોવા મળશે.
જોક્સ :
જયેશ ઘરવાળા સાથે છોકરીના ઘરે સંબંધ માટે ગયા.
છોકરીના માતા-પિતાએ કહ્યું,
અમારી દીકરી હજી ભણે છે.
જયેશ : વાંધો નહીં, અમે એક કલાક પછી આવીશું.
જોક્સ :
સારું છે કે ડોક્ટર એવું નથી કહેતા કે,
ભાઈ છુટા નથી, થોડી વધુ દવાઓ લખી દઉં છું, અથવા વધુ એક ઓપરેશન કરી દઉં છું.
જોક્સ :
પત્નીએ પતિને ફોન કર્યો : શું કરો છો?
પતિ : હું ઓફિસમાં કામ કરું છું, વ્યસ્ત છું. તું શું કરે છે?
પત્ની : હું તમારી પાછળ KFC માં બાળકો સાથે બેઠી છું.
બાળકો પૂછી રહ્યા છે કે પપ્પા સાથે આ કઈ ફોઈ બેઠી છે.
જોક્સ :
ચંપક કાકા : અરે ડોક્ટર, મારો પગ દાઝી ગયો છે, મને કોઈ દવા આપો.
ડોક્ટર : લો, પણ પગ દાઝ્યો કેવી રીતે?
ચંપક કાકા : અરે તારી કાકી…
ડોક્ટર : કાકીએ શું કર્યું?
ચંપક કાકા : અરે જમવા માટે પાવ ભાજી બનાવવા લીધું હતું.
ડોક્ટર : તો?
ચંપક કાકા : અરે, પગ પર ગરમા ગરમ ‘ભાજી’ મુકે તો પગ દાઝે જ ને.
જોક્સ :
પપ્પુ : યાર રાહુલ, આ લગ્નની જોડી કોણ બનાવે છે?
રાહુલ : ભગવાન બનાવે છે ઉપરથી. કેમ, શું થયું?
પપ્પુ : ઓહ તારી! તો તો ગડબડ થઈ ગઈ,
હું તો નાકાવાળા દરજીને સીવડાવવા આપી આવ્યો.
જોક્સ :
પાંચ વર્ષનો બાળક : લવ યુ મમ્મી.
મમ્મી : લવ યું ટુ દીકરા.
17 વર્ષનો બાળક : લવ યુ મમ્મી.
મમ્મી : પૈસા નહીં મળે દીકરા.
જોક્સ :
એક કૂકડો બારી પાસે બેસીને પોતાના માલિકને જોઈ રહ્યો હતો.
માલિકની પત્ની તેની બાજુમાં બેઠી હતી.
પત્નીએ કહ્યું : તમને ખૂબ જ તાવ ચડ્યો છે, હું તમારા માટે ચિકન સૂપ બનાવી દઉં છું.
આ સાંભળીને કૂકડો બોલ્યો,
અરે એકવાર DOLO 650 આપીને જોઈ લો.