શું તમે ક્યારેય કુલ્ફી ખાધી છે? ખાધી જ હશે. ઉનાળામાં એવું કોણ છે, જે આને ખાતું નથી કારણ કે, ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં લોકો તેને પસંદ કરે છે. જેમાં મ્યાનમાર, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે. આપણા દેશમાં તો આને ‘દેશી આઈસ્ક્રીમ’ તરીકે ગણવામાં આવે છે.
પરંતુ જેમ દરેક ખાણીપીણીનો કોઈને કોઈ ઈતિહાસ હોય છે તેમ કુલ્ફીનો પણ ઈતિહાસ છે. કારણ કે ભારતમાં કુલ્ફી હંમેશા ખાવામાં આવતી નહોતી. તો તેનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો અને તે કેવી રીતે બનાવવામાં આવે છે?
કુલ્ફી ઘણા ફ્લેવરમાં આવે છે
કુલ્ફી દેખાવમાં આઈસ્ક્રીમ જેવી જ છે, પરંતુ તે જાડી અને ક્રીમી છે. તે ઉત્તર અમેરિકામાં જામેલ કસ્ટર્ડ મીઠાઈઓ જેવી જ છે. તેના ઘણા ફ્લેવર પણ આવે છે. આમાં પિસ્તા, વેનીલા, કેરી, ગુલાબ, એલચી અને કેસર ફ્લેવરને લોકો ખુબ પસંદ કરે છે. કેટલાક લોકો તેને લાકડીઓમાં આપે છે, જ્યારે કેટલાક તેને કપ અને પાંદડાઓમાં પણ પીરસે છે. દેશભરમાં બંને રીતે તેને વેચતા જોવા મળશે.

કુલ્ફી ક્યાંથી આવી?
એક મીઠી ડેઝર્ટ તરીકે કુલ્ફી ભારતમાં પહેલેથી જ હાજર હતી. આ અગાઉ તે પ્રવાહી સ્વરૂપમાં હતી. એક ઘટ્ટ કરેલા દૂધના મિશ્રણના રૂપમાં. પરંતુ આજે આપણે જે કુલ્ફી ખાઈએ છીએ તેની શરૂઆત 16મી સદીમાં ઉત્તર ભારતમાં થઇ હોઈ શકે.
16 મી સદી આસપાસ ઘટ્ટ દૂધના મિશ્રણમાં પિસ્તા અને કેસર ઉમેર્યા બાદ તેને ધાતુના શંકુમાં પેક કરવામાં આવતું હતું અને બરફ અને મીઠાના દ્રાવણનો ઉપયોગ કરીને તેને જમાવવામાં આવતી હતી. આ રીતે ઠંડી-ઠંડી કુલ્ફી તૈયાર થઇ. પછી તે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત અને દેશના અન્ય ભાગોમાં થઈને સમગ્ર દક્ષિણ એશિયામાં પહોંચી ગઈ. કુલ્ફી નો અર્થ થાય છે ‘ઢાંકેલું કપ’.
કુલ્ફી કેવી રીતે બને છે?
કુલ્ફી તૈયાર કરવા માટે દૂધને ધીમી આંચ પર રાંધવામાં આવે છે. રાંધતી વખતે તેને સતત હલાવતા રહો, જેથી દૂધ નીચે ચોંટી ન જાય. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. જ્યા સુધી દૂધ અડધું ન થાય. આના કારણે દૂધમાં ખાંડ અને લેક્ટોઝ કૈરામેલાઈઝ થઇ જાય છે, જે કુલ્ફીને એક અલગ સ્વાદ આપે છે.
પછી તેને મોલ્ડમાં રેડવામાં આવે છે અને મીઠું અને બરફથી ભરેલા વાસણમાં મૂકીને જમાવવામાં આવે છે. વાસણ પુરી ઇન્સ્યુલેટેડ હોય છે, જે બહારની ગરમીને અંદર આવવા દેતું નથી. ઉપરાંત, અંદરના બરફને ઝડપથી ઓગળવા દેતો નથી. તેની માટે માટીના ઘડાનો પણ ઉપયોગ પણ કરવામાં આવે છે, જે તેના સ્વાદમાં કંઈક નવું લાગે છે.
આ ધીમી ગતિથી બરફ બનાવવાની પ્રક્રિયાનો અર્થ એ છે કે બરફના ક્રિસ્ટલ બનતા નથી, જે કુલ્ફીને એક ચીકણી, મખમલી બનાવટ મળે છે. આ જ વાત તેને તેને પશ્ચિમી આઈસ્ક્રીમથી અલગ પાડે છે. કારણ કે કુલ્ફીની ડેંસ બનાવટ તેને આઈસ્ક્રીમ કરતાં વધુ સમય સુધી જામેલ રાખે છે. તે ઝડપથી ઓગળતી નથી.
આમ તો આજકાલ લોકો ઘરના ફ્રીજમાં પણ કુલ્ફી જમાવી લે છે. પરંતુ તેનો સ્વાદ પરંપરાગત રીતે બનેલી કુલ્ફી જેવો બિલકુલ નથી.