કોણે કરી હતી ગણેશ ચતુર્થીની શરૂઆત, જાણો મુખ્યરૂપથી આ કયા રાજ્યનો છે તહેવાર.

0
305

આજે આખા ભારતમાં ગણેશ ઉત્સવની ધૂમ છે. દરેક જગ્યાએ ગણેશજીને વિરાજમાન કરી એમની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિ ફક્ત ગણેશજીને જ પૂજે છે. આ એક સારી વાત છે, ગણપતિ બાપ્પા તો બધાના જ છે અને દરેકને એમને પૂજવાનો હક છે. પણ આજે અમે વાત કરવાના છીએ કે, ગણેશ ઉત્સવ ઉજવવાની પ્રથા સૌથી પહેલા કોણે અને શા માટે શરુ કરી હતી?

જેવું કે તમે બધા જાણો જ છો કે ગણેશ ચતુર્થી હંમેશથી મોટો ઉત્સવ નથી રહ્યો. જે રીતે દરેક ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે ગણેશ ભગવાનના જન્મનો ઉત્સવ પણ ઉજવવામાં આવવા લાગ્યો. પરંતુ એને વિશાળ પૂજા અને મહાઉત્સવનું નામ આપવા વાળા મહારાષ્ટ્રના રહેવા વાળા હતા. કોણે કરી હતી ગણેશ ચતુર્થીની શરૂઆત? એ વાત દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ જે પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે.

કોણે કરી હતી ગણેશ ચતુર્થીની શરૂઆત?

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશ બધાના ઘરમાં વિરાજમાન થયા છે, અને બધા એમની પૂજા-અર્ચનામાં લાગેલા છે. ભારતમાં આ તહેવારની ધૂમ મહારાષ્ટ્ર સિવાય યુપી, બિહાર અને મધ્ય-પ્રદેશમાં પણ જોવા મળશે. દક્ષિણ ભારતમાં કદાચ જ કોઈ જગ્યા પર મૂર્તિ સ્થાપના કરી કોઈ એમની ધૂમ મચાવતા હશે. ગણેશ ચતુર્થીનો રંગ આપણે બોલીવુડમાં ઘણો જોયો છે. આ સમયે ફિલ્મોથી લઈને રિયલ લાઈફમાં પણ સ્ટાર્સ બાપ્પાના રંગમાં રંગાય જાય છે. આ તહેવારને 7 થી 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે દરમ્યાન આખું મહારાષ્ટ્ર શણગારવામાં આવે છે.

મુંબઈમાં તો ન જાણે કેટલા ગણપતિના મંડપ લગાવવામાં આવે છે, જ્યાં દરરોજ ઢોલ-નગારા વગાડવામાં આવે છે અને બાપ્પાના આવવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારની સૌથી પહેલા શરૂઆત મુંબઈમાં મરાઠા શાસક શિવાજીએ કરી હતી. તે ગણેશ ભગવાનના ઘણા મોટા ભક્ત હતા, અને એમનો જન્મ દિવસ દર વર્ષે તે ખુબ સારી રીતે ઉજવતા હતા. પરંતુ એકવાર એમણે વિચાર્યુ કે આ ઉત્સવને હજુ વધારે ધૂમધામથી ઉજવવામાં આવે, જેમાં રાષ્ટ્રવાદી ભાવનાઓ ઉજાગર થાય અને સાંસ્કૃતિક અસ્તિત્વમાં પણ વધારો થાય.

ત્યારબાદ તેઓ જ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાને પહેલીવાર બોલ્યા, અને આખા મહારાષ્ટ્રમાં આ ઉત્સવને મહાઉત્સવના રૂપમાં ઉજવવાનું એલાન કર્યુ. ત્યારબાદ આજ સુધી આખું મુંબઈ આ 10 દિવસ દરમ્યાન શણગારવામાં આવે છે, અને બધા આ તહેવારને ઘણી ધૂમધામથી ઉજવે છે. દર વર્ષે આ 10 દિવસ માટે આખા રાજ્યમાં મરાઠા સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે, જેને જોવા માટે ભારે સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે.

મહારાષ્ટ્ર સિવાય લગભગ છેલ્લા 10-12 વર્ષોથી યુપી અને બિહારમાં પણ ગણેશ ચતુર્થીની ધૂમ જોવા મળી રહી છે. પહેલા અહીં કોઈક કોઈક જ આ તહેવાર ઉજવતું હતું પણ હવે દરેક ગલી, દરેક મહોલ્લામાં ગણેશજી સ્થાપિત કરવામાં આવે છે. આ તહેવારમાં લોકોની ભક્તિ જોવા મળે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)