કિડનીના રોગીએ સવારે છ વાગ્યે ઉઠી જવું જોઈએ.
સવારે શૌચના ૧૫ મિનીટ પછી ત્રિફળા રસ ૧૫-૩૦ ml એક ચમચી શુદ્ધ મધ સાથે ભેળવી સેવન કરવું.
૧૫ મિનીટ પછી લીવર રી-એક્તિવેટર ૧૫-૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.
(જે વસ્તુ લીવરને શક્તિ પૂરી પાડે છે. તે કીડનીને પણ શક્તિ પૂરી પાડે છે.)
તેના અડધા કલાક પછી સફરજન છાલ કાઢીને લેવા અને તેની સાથે ઘૂંટડા ઘૂંટડા કરીને ગરમ પાણી પીવો.
(સફરજન ટોક્સીન બહાર કાઢનાર ફળ છે.)

અડધા કલાક પછી સવારનો નાસ્તો કરો.
સવારનો નાસ્તો.
કિડનીના રોગીઓ માટે નાસ્તામાં ઉપમા, પૌવા, કુરમુરા, દલીયા, ઈડલી સફેદ ઢોકળા, સાબુદાણા, રવો, સાબુદાણા ખીચડી(વગર મગફળી નારીયેલ તેલની) આમાંથી કોઈ હેવી નાસ્તો લેવો. ત્યાર પછી ૧૫૦ થી ૨૦૦ ml ગાયનું દૂધ લેવું.
નાસ્તાના અડધા કલાક પછી.
કિડની રી-એક્તિવેટર ૧૦ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લો.
તેના ૧૫ મિનીટ પછી.
અમૃત રસ ૧૫-૩૦ ml એક ચમચી શુદ્ધ મધ કે પાણીમાં ભેળવીને લેવું.
(દવા લીધા પછી એક કલાક સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ, ગરમ પાણી પી શકો છો.)
બપોરનું ભોજન ૧૨ થી ૧ ની વચ્ચે જ લો.
બપોરનું ભોજન.
સૌથી પહેલા સલાડ ગરમ પાણીમાં સારી રીતે સાફ કરીને જરૂર ખાવું, અને ઘઉંનો લોટ જાડો વાટીને રોટલી બનાવો. ક્યારે ક્યારે બાજરાનો રોટલો પણ ખાવો. ખાવાનું સારી રીતે હજમ નથી થઇ રહ્યું તો ૨૫ ગ્રામ ઘઉંનો ચોકર(Wheat Bran) ભેળવીને રોટલી બનાવો. અને પ્રોટીન નીકળી જાય છે તો ૧૫ ગ્રામ અળસીનો પાવડર ભેળવીને રોટલી બનાવો. ગાયના દૂધમાંથી બનેલું એક વાટકી દહીં કે એક ગ્લાસ છાશ જરૂર લેવી. કિડનીના રોગી માટે રોટલી સુકી હોવી જોઈએ એટલે કે વગર ઘી, તેલ લગાવેલી.
કિડનીના રોગીઓ માટે શાકભાજી હંમેશા બે પ્રકારની લેવી.
૧. જમીનની અંદર ઉગતી જેવી કે બટેટા, સૂરણ, મૂળા, બીટ, શક્કરીયા.
૨. જમીનની ઉપર ઉગતી દુધી, ભોપલા, કોબી, ફણસ, સેમ, સરગવો, નેનુઆ, તુરિયા, ચીચીન્હા, કુંરું, પરવળ, રાયતા વગેરે.
સાંજે જો ભૂખ લાગે છે તો ૪ વાગ્યાની આજું બાજુ હળવો નાસ્તો કરી શકો છો. જેમ કે એક વાટકી કુરમુરા કે કોઈ પણ એક ફળ લઇ શકો છો સાથે પાણી લઇ શકો છો.
સાંજે ૭ વાગ્યે લીવર રીએક્ટીવેટર ૧૫-૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.
રાત્રી ભોજન ૮.૩૦ વાગ્યે.
ભોજન, બપોરના ભોજન મુજબ લેવું રાત્રી ભોજનમાં સલાડમાં બે મુળા, અને છેલ્લે દહીં કે છાશ કે પાપડ ન લેવા. પ્રોટીનની ખામી પૂરી પાડવા માટે પનીરનું સેવન કરી શકો છો.
રાત્રી ભોજનના ૧ કલાક પછી.
કીડની રીએક્ટીવેટર ૧૦ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને લેવું.
તેના ૧૫ મિનીટ પછી.
અમૃત રસ ૧૫ થી ૩૦ ml એક ચમચી શુદ્ધ મધ કે પાણી માં ભેળવીને લેવું.
રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં ૩૦ ml ત્રિફળા રસ ભેળવીને લેવું.
પરેજી અને ખુબ જ મહત્વની સુચના.
૧. પાણી દરેક કીડનીના દર્દીએ ૧૫-૨૦ મિનીટ સુધી ઉકાળીને સુતરાઉ કપડાથી ગાળેલું જ પીવું જોઈએ અને બજારમાં મળતા પાણી ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. પાણી ખરાબ હોવું કીડની માટે ઘણી ખરાબ સમસ્યા બની ગઈ છે. સૌથી મહત્વનો પ્રશ્ન પાણી કેટલું પીવો છો પાણીનો નિયમ છે એક લીટર પેશાબ થઇ રહ્યો હોય તો દોઢ લીટર પાણી અને દોઢ લીટર પેશાબ થઈ રહ્યો હોય તો ઓછામાં ઓછું ૨ થી ૩ લીટર પાણી પીવો. અને પેશાબ ન થઇ રહ્યો હોય તો જેટલું ઓછા પ્રમાણમાં પાણી મળી રહે તેમાં ચલાવો.
૨. તેલ શુદ્ધ સરસીયાનો જ ઉપયોગ કરો રીફાઇન્ડ, સુપર રીફાઇન્ડ વગેરે થી ઘણા દુર રહો. કીડનીના રોગીએ નમકીન, ચટપટી, ખાટી વસ્તુ, તળેલી વસ્તુ, બેકરીની વસ્તુ જેવા કે પાવ, બ્રેડ, બટર, ખારી બિસ્કીટ, નાનખટાઈ, સૂપ, જ્યુસ, ઠંડા પીણા, તમામ પ્રકારની દાળ, ભીંડો, રિંગણા, ટમેટા, પાંદડા વાળા શાકભાજી જેવા કે પાલક, ચોળી, મેથી, ફળોનો રસ, સુકો મેવો, અંકુરિત દાળ, બેસન, પાપડ, અથાણું, ચટણી, ફરસાણ, બેકિંગ પાવડર અને સોડા વગેરે નું સેવન ન કરવું જોઈએ.
૩. કિડનીના રોગી માટે ચા આદુ અને તુલસીના પાંદડા વાળી, કાળી ચા માં થોડા કાળા મરી, સુંઠ, તજ, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, તેજપત્તા, અજમો અને લવિંગનું ચૂર્ણ નાખીને બનાવો. સવાર સાંજ ૧૦૦-૧૫૦ ગ્રામ ચા પીવો. ધ્યાન રાખો તેમાં ચાની પત્તી ન નાખવી.
૪. તમારા વર્તમાનમાં ચાલી રહેલી દવાઓ અને રાબ વગેરે બંધ ન કરશો.
૫. આ ડાયટ ચાર્ટ માત્ર સંકેતાત્મક છે. રોગીની સ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. તેને ફોલો કરતા પહેલા રોગીએ પોતાના ડોક્ટર/ડાયટેશિયન સાથે ચર્ચા જરૂર કરી લેવી.