આજે આપણે બનાવીશું ખજૂર મિલ્કશેક. ખજૂર મિલ્કશેક ટેસ્ટમાં ખુબજ સરસ લાગતું હોય છે. આમાં આપણે જે નેચરલ સ્વીટનેશ હોય છે એ ખજૂરની હોય છે એટલે ઉપરથી કોઈપણ સ્વીટનેશ ઉમેરવાની જરૂર નથી પડતી. અને આનાથી એક ઇંસ્ટેંન્સ એનર્જી પણ મળી રહે છે. તો ચાલો ખજૂર નું મિલ્કશેક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
સામગ્રી
200ml દૂધ
1/2 કપ સમારેલી ખજૂર
4 બરફના ટુકડા
1/2 કપ એકંદમ ઠંડુ દૂધ
1 મોટી ચમચી મલાઈ
રીત
સૌથી પહેલા એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. જયારે દૂધ નવસેકું ગરમ થાય એટલે સાઈડમાં નાના બબલ્સ આવના શરુ થાય એટલે એમાં ખજૂર એડ કરવાની છે. બીજ વગરની ખજૂર લેવાની છે અને બને એટલે સોફ્ટ ખજૂર લેસો તો એ સરસ રીતે મિક્ષ થઇ જાય છે દૂધમાં. એને સરસ રીતે દૂધમાં ડૂબી જાય તે રીતે એને મિક્ષ કરી લો. હવે એને ઢાંકીને એક કલાક રહેવા દઈશું જેથી તે પલળીને એકદમ પોચી થઇ જશે.

એક કલાક પછી ખજૂર પલળીને સરસ પોચી થઇ ગયી હશે. હવે એને ક્રશ કરવાનું છે અને મીક્ષરનું સૌથી મોટું જાર હોય છે. એમાં ખજૂર અને દૂધનું જે મિશ્રણ છે એને એડ કરી એમાં 4 બરફના ટુકડા એડ કરી દેવા. અને એમાં એકદમ ઠંડુ દૂધ અને મલાઈ એડ કરવાનું છે. હવે એને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે ક્રશ કરાય ગયા બાદ એ સરસ રીતે મિક્ષ થાય ગયું છે.
હવે એને સર્વિંગ ગ્લાસમાં લઇ લેવાનું છે. આની ગાર્નીસિંગ માટે સમારેલ ખજુરનોજ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણું ખજૂર મિલ્કશેક સર્વિંગ માટે તૈયાર છે. આ મિલ્કશેક ટેસ્ટમાં ખુબજ સરસ લગતી હોય છે. એટલે તમે પણ એકવાર જરૂર બનાવજો અને ઘરમાં બધાને સર્વ કરજો. અત્યારે આપણે જે સામગ્રી લીધી છે એમાં મીડીયમ સાઈઝના 2 ગ્લાસ મિલ્કશેક તૈયાર થાય છે.
વીડિઓ