KGF ના રોકીની માતા રિયલ લાઈફમાં છે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ, આટલી નાની ઉંમરમાં ભજવ્યું આવું પાત્ર.

0
471

ફિલ્મમાં રોકી ભાઈની માતાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ અસલ જીવનમાં દેખાય છે આવી, ફોટા જોઇને ફેન્સ દીવાના થઇ જાય છે.

સાઉથ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 એ આ સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મના કલેક્શનના તોફાને અનેક સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મની રિલીઝને માત્ર 6 દિવસ થયા હતા અને આ 6 દિવસમાં ફિલ્મે હિન્દી બેલ્ટમાં 238.70 કરોડની કમાણી કરી લીધી હતી.

અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં લગભગ 676 કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે યશ સાથે સંજય દત્ત અને રવિના ટંડન લીડ રોલમાં છે. આ ફિલ્મ 14 એપ્રિલે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કલેક્શન વાત બધા જાણતા હશે. પરંતુ શું તમે એ જાણો છો કે ફિલ્મમાં રોકી એટલે કે યશની માતાનો રોલ કરનારી અર્ચના જોઈસ (Archana Jois) રિયલ લાઈફમાં કેવી દેખાય છે અને તેની ઉંમર કેટલી છે.

KGF 2 ની રોકીની માતા ખૂબ જ ગ્લેમરસ છે :

પ્રશાંત નીલની ફિલ્મ KGF 2 ને ચારેબાજુથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના લીડ સ્ટાર્સ વિશે તો લગભગ દરેક જણ જાણે છે, પરંતુ શું આ ફિલ્મમાં રોકી બનેલા યશની માતા વિશે કોઈને ખબર છે? બંનેની શાનદાર કેમેસ્ટ્રી સ્ક્રીન પર જોવા મળી હતી. અર્ચનાએ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેણે માત્ર 27 વર્ષની ઉંમરે માતાનો રોલ કરીને બધાને ચોંકાવી દીધા.

તમને જણાવી દઈએ કે યશની માતાનો રોલ કરનારી અર્ચના તેમનાથી 9 વર્ષ નાની છે. રિયલ લાઈફની વાત કરીએ તો અર્ચના એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. તેનો પુરાવો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ઘણા ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે. તે રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે અને ફેન્સને તેની પોસ્ટના ફોટા પણ ખૂબ જ પસંદ આવે છે.

KGF 2 થી ઓળખ મળી :

અર્ચના જોયસ એક લોકપ્રિય દક્ષિણ ભારતીય મોડલ અને અભિનેત્રી છે. KGF 2 ફિલ્મે તેની કારકિર્દીને નવી ઉડાન આપી. આ ફિલ્મમાં તેનું પાત્ર એટલું પસંદ કરવામાં આવ્યું કે તે રાતોરાત ફેમસ થઈ ગઈ. અર્ચનાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને તે એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ છે. તે પરિણીત છે અને તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. KGF ચેપ્ટર 1 માં અર્ચનાની બહુ ભૂમિકા ન હોવા છતાં, તેણીએ તેના અભિનયથી દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. તેવી જ રીતે, KGF 2 માં પણ તે છે પરંતુ તે મોટે ભાગે ફ્લેશબેકમાં જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે KGF 2 ની સ્ટોરી ત્યાંથી શરૂ થઈ હતી, જ્યાં પહેલા ભાગની સ્ટોરી પૂરી થઈ હતી. તેનો પહેલો ભાગ 2017 માં આવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. ત્યારથી ફેન્સ તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. જો કે, બીજો ભાગ ઘણો વહેલો રિલીઝ થઈ ગયો હોત, પરંતુ મહામારીને કારણે ફિલ્મની રિલીઝને વારંવાર મોકૂફ રાખવી પડી હતી.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.