નવરાત્રી આપણા હિંદુ ધર્મમાં પ્રમુખ તહેવારમાંથી એક છે. નવરાત્રીમાં લોકો ૯ દિવસ સુધી માતા દુર્ગાના નવ રૂપોની ઉપાસના કરે છે. આ દરમિયાન ઉપાસનાની સાથે મંગળ કળશ સ્થાપના અને સાથે અખંડ દીવાને પ્રજ્વલિત રાખવાનું તેમજ ઉપવાસ કરવાનું પણ પ્રાવધાન છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષે નવરાત્રીનો આ પાવન પર્વ ૨૬ ઓક્ટોબરથી આરંભ થઇ રહ્યો છે. અમારી આજની આ જાણકારી તમારા માટે નવરાત્રી પર કળશ સ્થાપના વિધિ અને નિયમના વિષય પર છે.

કળશ સ્થાપનાની સાથે આરાધના માટે કળશને પહેલા દિવસે સ્થાપિત કરવાનો હોય છે અને સતત ૯ દિવસ સુધી અખંડ જ્યોતિને પ્રજ્વલિત રાખવાની હોય છે. પરતું કળશ સ્થાપના કરતા સમયે તમારે કેટલાક નિયમોનું વિશેષ પાલન કરવાનું હોય છે અને ધ્યાન રાખવાનું હોય છે જે ખુબ આવશ્યક હોય છે. જણાવી દઈએ કે જો તમે આ નિયમોનું સારી રીતે પાલન કરો છો તો આનાથી માતા રાણીની કૃપા તમારા પર બની રહેશે.
આવી રીતે કરો મંગળ કળશની સ્થાપના :
કળશ સ્થાપના કરવાના પહેલા તમે જે કળશને સ્થાપિત કરવા જઈ રહ્યા છે, તો સોથી પહેલા કળશ જ્યાં રાખવાનું છે ત્યાં માટીનું યજ્ઞકુંડ બનાવો, અને તેના પર હળદરથી અષ્ટકોણ બનાવવાનું છે. તેની ઉપર કળશ રાખવાનું હોય છે. કળશની અંદર પંચ પલ્લવ, જળ, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, અક્ષત (ચોખા), સિક્કા, લવિંગ, એલચી, પાન નાખવામાં આવે છે.
આના પછી કળશ ઉપર કુંકુમથી સ્વાસ્તિક બનાવામાં આવે છે. કળશ ઉપર આંબાના પાંદડા પણ રાખવાનો વિધાન છે. કળશ પર નારિયળ રાખવાના પહેલા ઉપર વાટકીમાં જવ કે ઘઉં રાખવામાં આવે છે. કળશ પર નારિયળને લાલ કપડાથી લપેટીને રાખવામાં આવે છે. ત્યારબાદ મંત્રોચારથી કળશનું પૂજન કરવામાં આવે છે. હવે આના પર કેળાના પાંદડાની સાથે એક દિવો સળગાવો.
કળશ સ્થાપનાની યોગ્ય દિશા :
જો તમે ઘરમાં કળશની સ્થાપના કરવા માંગો છો, તો સૌથી પહેલા નારિયળના મુખ વાળો ભાગ (જે તરફ નારિયળ પર કાળા નિશાન હોય છે) હંમેશા આરાધકની તરફ જ હોવું જોઈએ. જ્યાં, કળશ સ્થાપનામાં નારિયળનું મોં નીચેની તરફ રાખવાથી શત્રુની વૃદ્ધિ થાય છે ત્યાં નારિયળનું મોં ઉપરની તરફ રાખવાથી રોગ પરેશાન કરે છે અને નારિયળનું મોં પાછળ તરફ હોવાથી ધનનો નાશ થાય છે.
ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) દેવતાઓની દિશા માનવામાં આવી છે. આ દિશામાં માતાની પ્રતિમા અને કળશ સ્થાપના કરવી યોગ્ય રહશે. માતાની પ્રતિમાની સામે અંખડ જ્યોતિ સળગાવો તો તેને આગ્નેય કોણ (પૂર્વ-દક્ષિણ) માં રાખો. પૂજા કરતા સમયે મોં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. ક્લશ સ્થાપના ચંદનના લાકડા પર કરો તો શુભ હોય છે. પૂજા સ્થળની આસ-પાસ ગંદગી હોવી જોઈએ નહિ.
અખંડ જ્યોત પ્રગટાવો :
નવ દિવસ સુધી શક્તિની આરાધના કરવા વાળા લોકો અખંડ જ્યોતિ પ્રગટાવીને માં દુર્ગાની સાધના કરે છે. અખંડ જ્યોતિ એટલે એવી જ્યોતિ જે ખંડિત ન થાય. ખંડિત દીપને વિધિવત મંત્રોચ્ચારથી પ્રજ્જવલિત કરવું જોઈએ. નવરાત્રીમાં ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમાં માતાની સામે નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. નવરાત્રીમાં અખંડ જ્યોતનું ખુબ મહત્વ હોય છે. આનું ઓલાવવું અશુભ માનવામાં આવે છે. જે પણ ઘરમાં આ અખંડ જ્યોત રાખવામાં આવે છે ત્યાં કોઈને કોઈ સભ્યએ હંમેશા રહેવું જોઈએ સુનું છોડીને નથી જવાનું.
કઈ વસ્તુનો હોવો જોઈએ કળશ :
પૂજાનો કળશ સોનું, ચાંદી, માટી અને તાંબાનું રાખી શકાય છે. પરતું ધ્યાન રાખો કે લોખંડનો કળશ પૂજામાં રાખો નહિ.