મજેદાર જોક્સ : છગન : હમણાં હું એક કરુણાંત ચોપડી વાંચતો હતો. મગન : કઈ? છગન : મારી …

0
42754

જોક્સ :

ટપ્પુ : છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ કામ કરે છે.

ગોગી : તો બાકીના મગજમાં શું હોય છે?

ટપ્પુ : ગર્લફ્રેન્ડ.

જોક્સ :

ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો,

લોકોએ પૂછ્યું શું થયું?

ડોક્ટર : તે ચાર વખત આવું કરી ચુક્યો છે,

તે મગજનું ઓપરેશન કરાવવા આવે છે અને

દર વખતે ટકલુ કરાવીને ભાગી જાય છે.

જોક્સ :

રમેશ ડા-રૂ પીને એક દિવસ દુકાનમાં ગયો અને દુકાનદારને બોલ્યો :

આ બોટલમાં એક કિલો ગોળ તોલી દે.

દુકાનદાર : બોટલમાં ગોળ? એવું તે થતું હશે?

રમેશ : સારુ હું દુકાનદાર બનુ છું તું આવું બોલ.

દુકાનદાર : એક કિલો ગોળ આપી દો.

રમેશ : બોટલ છે?

જોક્સ :

છોકરો અને છોકરી સમુદ્રના કિનારે બેઠા હતા,

છોકરી બોલી : તું ક્યાં સુધી મારો સાથ નિભાવીશ?

છોકરાએ પોતાનું એક આંસુ સમુદ્રમાં પાડ્યું અને બોલ્યો,

જ્યાં સુધી તું આ આંસુને શોધી ન લે, ત્યાં સુધી.

આ જોઈએ સમુદ્ર બોલી ઉઠ્યો,

તમે લોકો આટલા નાટક શીખો છો ક્યાંથી…

જોક્સ :

દિનેશ : અરે મારી દાઢી કરવા માટે તેં ગરમ પાણી મૂકેલું તે કેવું ગંદુ હતું!

મારો તો બ્રશ ખરાબ થઈ ગયો.

રમા : અરે, એ ગરમ પાણી નહોતું, તમારા માટે સવારની ગરમાગરમ ચા હતી.

દિનેશ : તું કેવી ચા બનાવે છે તેમાંથી સુગંધ પણ નથી આવતી.

રમા : એ તો મારા પિયરની ટેકનીક છે.

જોક્સ :

ટ્રાફિક જામમાં ફસાયેલા માણસને એવું લાગે છે કે,

તેના સિવાય અન્ય લોકોને કારણે જ ટ્રાફિક જામ થયો છે.

જોક્સ :

ટપ્પુને ગણિતના પેપરમાં ઝીરો માર્ક મળ્યા.

પપ્પાએ ગુસ્સામાં પૂછ્યું : નાલાયક આ શું છે?

ટપ્પુ : ટીચર પાસે સ્ટાર ઓછા પડ્યા એટલે એમણે મને મૂન આપી દીધો.

પછી ટપ્પુના મૂન સોજાવી દીધા.

જોક્સ :

છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,

ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,

બહેન છોડી… નાની નણંદ મળી,

માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,

પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?

કાંઈ નહિ, મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.

જોક્સ :

મહેમાન : ગુડિયા, બોલ તું ડાહી છે કે ગાંડી?

ગુડિયાએ કહ્યું : ગાંડી.

ગુડિયાની મમ્મી : કેમ આવું કહે છે?

ગુડિયા : હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબ મૂર્ખાઈભર્યા જ આપું છું.

જોક્સ :

છોકરીની સાસુએ તેને ભેંસને ઘાસ નાખવા માટે કહ્યું,

પણ ભેંસના મોં માં ફીણ જોઈને તે પાછી આવી ગઈ.

સાસુ : શું થયું વહુ?

છોકરી : ભેંસ અત્યારે કોલગેટ કરી રહી છે, હું પછી જઈશ.

જોક્સ :

મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને?

દીકરો : ના મમ્મી, હું તો આખો દિવસ શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.

જોક્સ :

છોકરાનો બાપ : શું કરે છે તમારી છોકરી?

છોકરીનો બાપ : એકટર છે, એમએક્સ ટકાટક પર,

અને તમારો છોકરો?

છોકરાનો બાપ : સેનામાં જવાન છે,

ફ્રી ફાયરમાં.

જોક્સ :

છગન : હમણાં હું એક કરુણાંત ચોપડી વાંચતો હતો.

મગન : કઈ?

છગન : મારી બેંકની પાસબુક.

જોક્સ :

જે છોકરી કહેતી હતી કે કોલેજ પછી સુપર મોડલ બનીશ,

તેને આજે ફુગ્ગાવાળા સાથે લડતા જોઈ.

તે કહી રહી હતી, 10 ના 3 આપશો તો ત્રણ બાળકો માટે લઈશ.

જોક્સ :

ગામડાની એક મહિલાએ શહેરમાં જઇ ફોટો પડાવ્યો.

તેની પાડોશણને પોતાનો એ ફોટો બતાવ્યો તો તેણીએ કહ્યું,

અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે ને!

મહિલા : હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.

પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.

તે વારંવાર કહેતો હતો મારી તરફ જોઈને હસો.