તમારા જુના મકાનોમાં આવા નાના નાના ગોખલા હતા? જાણો શા માટે તે બનાવામાં આવ્યા હતા.

0
3532

આ વાર્તા તો દરેકે સાંભળી જ હશે “ચકી લાઈ માગનો દાણો, ચકો લાયો ચોખાનો દાણો અને બનાઈ ખીચડી” પણ હવે ચકલી ભાગ્યે જ અને અમુક જગ્યાએ જ જોવા મળે છે. અમારી નમ્ર અપીલ છે કે આપ આ આર્ટીકલને ખુબ શેર અને લાઇક કરીને આ “ચકલી બચાવો અભિયાનમાં” જોડાઓ.

આપણે જોઈએ છે કે ઘણા નાના પક્ષીમાં સૌથી નાનામાં નાનું પક્ષી ચકલી છે, કુદરતે ચકલી બનાવી તે માનવ જાત ઉપર એટલો ઉપકાર કર્યો છે કે ચકલીને ઝાડ ઉપર માળો કરતા ભગવાનને જાણી જોઈને શીખડાવ્યુ નથી. હા ચકલીને બીજા પક્ષીઓની જેમ મેજબૂત માળો બનાવતા આવડતું નથી. આ વાતની જાણ આપણા પૂર્વજોને ખબર હતી એટલે જ્યારે 84 લાખ જીવોનું જયારે વર્ગી કારણ થયું. ત્યારે આ માહિતી તેમની પાસે આવી.

પૂર્વજો પહેલા ઝૂંપડામાં રહેતા હતા ત્યારે કોઈ ચિંતા હતી નહિ. કારણ કે તે ખાંચા ખુંચીમાં ચકલી રહેતી. જયારે પૂર્વજો પાક્કા મકાન તરફ આવ્યા ત્યારે ચકલીને માળો બનાવતા નથી આવડતું એ તેમને ખબર હતી. એટલે તેમણે પોતાના મકાનમાં બે ગોખલા અને ત્રાંસી છબીઓ (ખુલ્લી ઓસરી) અને અભિરાયો જેને આપણે કાંઢી કહીએ છીએ. એની અંદર તે ઉભા વાંસલો રાખતા તેની અંદર ચકલી માળો બનાવતી હતી.

(અમારા દ્વારા આ આર્ટીકલ વી.ડી. બાલાનાં આ વિડીયો માંથી બનાવ્યો છે. વી.ડી.બાલા ચકલીનાં માળા માટે ખુબ સરસ મહેનત કરી રહ્યા છે. તમે પણ તેમાં સહભાગી થઇ શકો છો.)

પહેલા લાઇટનો પંખો હતો નહિ અને તે જમાનાની બેહેનો એવી હતી. કે ઘરમાં થોડું ગંદુ થાય તો થતું પણ ચકલી માળો અહીંયા બનાવે અને ચકલીની સંખ્યા વધે. જેનાથી સૌથી પહેલો ફાયદો એ છે કે ઘરની આજુ બાજુ ચકલી જીવાત ખાઈ જાય. એના ચી ચી વાતાવરણ હર્યું ભર્યું રાખે અને નાના બાળકો ચાલતા શીખે, તો ચકલી પાછળ ચાલ્યા કરે અને બોલે તો ચી… ચી… કર્યા કરે.

પૂર્વજો પાસે સારી દ્રષ્ટિ હતી કે આખા ભારતમાં સાંજે જયારે ઊંઘતા હતા, ત્યારે દાદા-દાદી જે નાના નાના પૌત્રો છે, તેને ચકી-ચકાની વાર્તા કરીને ઉંઘાડતાં હતા. સતત એકને એક વાત થાય તો એના પ્રત્યે લાગણી થાય એટલે ચિંતા હતી નહિ.

હવે આપણે ગોખલા રાખ્યા નથી , હવે આપણે ચકલી ઘર બનાવીએ, ખાસ કરીને પુંઠાના ચકલી ઘરનું ખુબ માફક આવે છે. ઘણા બધા આવે છે લાકડાના, માટીના મળે છે પણ સૌથી સારું છે પુંઠાના અને સસ્તું અને વધારે સંખ્યામાં રાખી શકો છો.

સૌથી મોટી સમસ્યા છે કે ઘર રાખવું ક્યાં? એને તમારે છાંયડામાં રાખવાનું છે ખાસ કરીને પોતાની ઘરની બાલકનીમાં જ્યાં છાંયડો આવતો હોય. અને ચકલી વહેરી આવે તો તેની આજુ બાજુ પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી નાખીએ તો ચકલી માટે ખુબ સારું રહે છે.

ચકલી વર્ષમાં ત્રણ વખત ઈંડા મૂકે છે અને એક માળો પૂંઠાનું વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ તો ત્રણ વર્ષ ચાલે છે. ત્રણ વર્ષમાં ચકલી પણ વધી જાય છે અને માળાની કિંમત ફક્ત 10 રૂપિયા હશે. અને 10 રૂપિયામાં આટલું મોટું કામ થાય તો બધા લોકોએ આ કામ કરવું જોઈએ.

નીચે વિડીયો જોઈને પણ તમે બનાવી શકો છો.

(અમારા દ્વારા આ આર્ટીકલ વી. ડી. બાલાનાં આ વિડીયો માંથી બનાવ્યો છે. વી.ડી.બાલા ચકલી નાં માળા માટે ખુબ સરસ મહેનત કરી રહ્યા છે, તમે પણ તેમાં સહભાગી થઇ શકો છો.)

વિડીયો

એક કહેવત છે કે “આપણી ગેલરીના આજુ બાજુ ચકલું ન ફરકતું હોય, તો ચિંતા થવી જોઈએ કે મારુ ઘર રિદ્ધિ-સિદ્ધિ વિનાનું છે”. અને મારા ઘરે ચકલી આવે તો જેટલા થાય એટલા પ્રયત્નો કરીએ. અને આ ખુબ અઘરું કામ નથી અને ગામો-ગામ આ વિષે ખુબ જાગૃતિ આવી ગઈ છે. ગુજરાતીઓની વાત કરીએ તો લગ્નની કંકોત્રીમાં પણ ચકલીને સ્થાન મળી ગયું છે. ભાગવત કથામાં પણ ચકલી ઘરનું વિતરણ થવા લાગ્યું છે. ઘણા લોકો એવા છે કે કોઈ શુભ પ્રસંગ હોય તો તે તેમને ચકલી ઘર આપવામાં આવે છે.

મોરબીનો એક કિસ્સો છે કોઈના દાદીમાંનું મ-રૂ-ત્યુ થયેલું તો તે એક જગ્યા પરથી 1000 ચકલીના માળા લઇ ગયા હતા અને તેમાં દાદીના બેસણાંમાં જેટલા લોકો આવેલા તે બધાને એક એક ઘર આપ્યું હતું. તો આવું આપણે કરીએ તો ખુબ કઠિન કામ નથી. સૌથી વધુ ફાયદો એ થાય છે કે ચકલી પાંચ કિલોમીટરના વિસ્તારમાં જીવડાં ખાય છે.

તમે જોશો તો ભારતની અંદર ખુબ નબળો વિસ્તાર હશે. જે બે ગામ વચ્ચેનો ગાળો ખુબ ઓછો હોય છે ચકલીની એક ખાસિયત એવી છે કે જયારે તે માળો બનાવેલ હોય તે જ ઝાડ પર રાત્રે રોકાણ કરે છે. આપણી આસપાસ કેટલીયે ચકલીઓ એવી છે કે ચકલી રાત્રે રોકાણ કરે છે. અને તેની આજુબાજુ ચકલી ઘર મૂકીએ તો ખુબ સારું પરિણામ મળે છે.

(અમારા દ્વારા આ આર્ટીકલ વી. ડી. બાલાના આ વિડીયો માંથી બનાવ્યો છે. વી.ડી.બાલા ચકલી નાં માળા માટે ખુબ સરસ મહેનત કરી રહ્યા છે તમે પણ તેમાં સહભાગી થઇ શકો છો.)

તમે જ્યાં રહેતા હોય તો ત્યાં એક જગ્યા શોધી લો કે રાત્રે ચકલી કયા ઝાડ ઉપર રોકાણ કરે છે. એની આજુબાજુ માળા મુકો તો ખુબ સારું રહે છે. મહત્વની વાત એ છે કે ઘર એકદમ બાજુમાં મૂકવું નહિ બન્ને વચ્ચે લગભગ 5-6 ફૂટ ગાળો રાખવાનો છે. એટલા માટે માળાની નજીક રાખવાનું નથી થોડા અંતરે રાખી દેવાનું છે. આમારી તમને વિનંતી છે કે તમે પણ આવી રીતે ચકલી ઘર મૂકીને ચકલીને બચાવો કારણ કે તે આપણને ખુબ ફાયદાકારક છે.

ઘણી બધી સંસ્થા આવા પુંઠાના ચકલીના માળનું વિતરણ વિના મુલ્યે કરે છે, જો આવી સંસ્થા વિષે તમે પણ જાણતા હોય તો ખાસ કોમેન્ટમાં તે સ્થળનું નામ અને સરનામું સાથે ફોન નંબર લખો. સુરતમાં અન્નપૂર્ણા મંદિર પાસે RTO ગ્રાઉન્ડ પાસે બર્ડ હોસ્પિટલ છે. ત્યાં આ પ્રકારના માળાનું વિતરણ થાય છે.

ખાસ શેર, લાઇક અને કોમેન્ટ કરી જણાવો આ આમારો પ્રયાસ તમને કેવો લાગ્યો?

ઉપર નો આર્ટીકલ વી. ડી. બાલા નાં આ વિડીયો માંથી લેવાયો છે. વી.ડી.બાલા ચકલી નાં માળા માટે ખુબ સરસ મહેનત કરી રહ્યા છે તમે પણ તેમાં સહભાગી થઇ શકો છો.  ચકલી ઘર તમે ખરીદવા માંગતા હોય તો તમે ફેસબુક પર V.D.Bala સર્ચ કરી ને તેમનો સંપર્ક કરી શકો છો.