અનુપમા સિરિયલના જોક્સ વાંચીને તમે હસી હસીને લોટ-પોટ થઇ જશો, એકથી એક ચડિયાતા જોક્સ છે

0
12404

જોક્સ :

હવે તો હદ થઈ ગઈ, હવે છોકરીવાળા એમ કહીને ના પાડી દે છે કે,

તમારા ઘરે તો “અનુપમા” સિરિયલ ય નથી જોવાતી તો,

અમારી છોકરી નવી નવી ટ્રિકો, નવી નોટંકી ક્યાંથી શીખશે?

જોક્સ :

આવોજ ઉન્માદ… ગૃહિણીઓમાં.

એક જમાનામાં “છાસ ભી કભી દહીં થી” નો હતો…

સહી સમજે વહીચ

“સાસ ભી કભી બહુ થી” વખતે થયેલો.

અમર મ-રી ગયો, ઓ માય ગોડ એ દિવસે મહીલાઓ નાની, મોટી, જાડી, પતલી, સાસુ વહુઓના આસું સુકાતા નહોતા. રહી રહીને અડોશપડોશમાં મહીલાઓના હીબકાં ના અવાજ આવતા હતાં.

એકબીજા પાડોશીને… ઘણાં ફેમીલીમાં હસબન્ડ છોકરાવને જમવાનું નહોતું મળ્યું… ડબ્બામાંથી ખાખરા… મમરા… સુકો નાસ્તો વગેરેથી ચલાવવું પડેલ.

જોક્સ :

રમીલામાસી હાથમાં મહેંદી કરીને બેઠા’તા,

રેણુકામાસીએ પૂછયુ : પ્રસંગ છે ઘરે કાઈ?

તો કયે : ના ના, આજ અનુપમાના લગ્નનો એપિસોડ આવાનો છે.

જોક્સ :

અનુપમાનું શું થાહે?

ઈ બધુ ઠીક,

અનુપમાં દાદી બની જાહે,

કદાચ બીજી વાર પયણી હોત જાહે,

વનરાજ તો બીજી વાર પયણી ગ્યો…

અને બીજી સિરીયલોમાં પણ કલાકારો બબ્બે વાર પયણીને તયણ ચાર અફૈર પણ કરી લીધા.

અમુક તો મોમ-પાપા તો અમુક દાદા-દાદી બની ગયા.

અને પંદર પંદર વરહ થયા તોય એક આપણો પોપટલાલ છે જેને હજી સુધી એક વાર પૈણવાના તો ઠીક, અફૈરનાય ફાંફા છે.

તારક-અંજલી અને બબીતા-ઐયર મોમ-પાપા ના બયના.

જોક્સ :

ભાઇ વનરાજ શાહ હવે તું વઘુ લફરા કરીશ નહી.

તે છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત લફરૂ કરી અને પરણવા જઈ રહ્યો છે,

પરંતુ અહીયા અમારી પર શંકાના સંકંટના વાદળો ધેરાય જાય છે.

અમારાથી ભુલથી પણ કોઈ બાઇ માણા સામે જોઈએ તો અમારી ધરવાળીઓની કાયામાં અનુપમાની આત્મા પ્રવેશે છે અને અમને તારા લફરાના ઉદાહરણ આપી આપીને મગજની ન-શો ફા-ડી નાખે છે.

ખરેખર હોં આ અનુપમા એ તો ધરે ધરે રાંઢવા લીધા છે…

એમાં અધુરામાં પુરૂ ઓલો એની માને ત્રીજી વખત લફરૂ કરે છે અને આપણી કારણ વગરની મેથી મ-રા-ય છે.

હા ભાઇ હવે તો આ બંધ થાય તો સારૂ.

જોક્સ :

“આ કેરી ક્યારે પાકશે?”

“થોડા દિવસ રાહ જોવી પડશે, દાબો નાખી દઈએ એટલે પાકી જશે.”

“પણ જલ્દી પકાવવી હોય તો?”

“મોબાઈલમાં ‘અનુપમાં’ ચાલુ કરીને બોક્સમાં મૂકી દે, કલાકમાં રિઝલ્ટ.”

જોક્સ :

સ્ત્રીઓને આટલી બધી ખુશી તો ગેસ સિલેન્ડરના ભાવ ઘટ્યા તો પણ નહોતી થઈ.

જેટલી ખુશી “અનુપમા” ના લગ્ન શાંતિ પુર્વક સંપન્ન થયા એ જોઇને થઇ.

જોક્સ :

મારા બધા મિત્રોને અનુપમા અને કાવ્યા જેવી પત્ની મળે.

અનુપમાંની જેમ બીજા લગ્ન કરવા દે,

અને કાવ્યાની જેમ પહેલી પત્ની શાથે રહેવા દે.

ભગવાન શરૂઆત મારાથી જ કરજો.

જોક્સ :

છોકરો : મમ્મી હું પણ મોટો થઈને બે બે લગ્ન કરીશ.

મમ્મી : શું બકવાસ કરે છે?

છોકરો : ના મમ્મી, સાચી વાત છે. છેલ્લા કેટલાક દિવસોમાં હું શીખ્યો છું કે,

બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.

મમ્મી : પણ દીકરા તને આ બધું કોણ શીખવાડે છે?

છોકરો : તમારી અનુપમા.