જયા-પાર્વતીનું વ્રત ક્યારે અને શું ખાઈને કરી શકાય અને જાણો તેની કથા

0
1877

જયા-પાર્વતીનું વ્રત

અલૂણા વ્રતની જેમ જ આ ‘જયા-પાર્વતી’નું વ્રત પણ બહેનો
પાંચ દિવસ સુધી શિવ-પાર્વતીની પૂજા કરીને, એક ટાઈમ મગ ખાઈને આ વ્રત કરાય છે.

આ વ્રત અસાઢ સુદ 13 ના દિવસથી શરુ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે.

આ વ્રત દર વર્ષે ૫ દિવસ માટે કરાય છે… પાંચમા વર્ષે આ વ્રતનું ઉધાપન કરવામાં આવે છે. આ વ્રત
વધુમાં વધુ ૨૦ વર્ષ કરી શકાય છે. વ્રત કરનારે સ્નાનાદિક કાર્યથી
સૂચિત બની ઊમા-મહેશ્વરના પૂજન કરવું. ભોજનમાં ચોખા લઈ શકાય છે.
ઇક્ષુરસ-શેરડીના રસના બનેલા પદાર્થ જેવા કે ગૉળ-ખાંડ મીઠાઈ વગેરે લેવા નઈ. બને તો એક ટાઈમ મગ ખાઈને વ્રત કરવું.

આ વ્રત માટે જવારા વાવવાની જરૂરત હોતી નથી. આ વ્રત મોટી
છોકરીઓ કરે છે અને જો લગ્ન થઈ જાય તો લગ્ન પછી બાકીના
વર્ષો પૂરા કરે છે.

છેલ્લા દિવસે  સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યપ્રદ
સામગ્રીની ભેટ આપવામાં આવે છે. તેમાં ચૂડી, ચાંદલા, કંકુની
ડબ્બી કે હિંગલોરની શીશી, બ્લાઉઝ પીસ વગેરે આપવામાં આવે.
છે. ઉત્થાપન સમયે ભૂદેવને ભોજન કરાવવા.

વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જરૂરી છે. તેમાં ભજન,
કીર્તન વગેરે કરીને જ રાત વીતાવવી.
જયા-પાર્વતીના વ્રતની કથા

ઘણાં વર્ષો પહેલાંની વાત.

નાનું સરખું ગામ.

ગામમાં બ્રાહ્મણનું જોડુ રહે.

સત્યયુગમાં કૌડિન્ય નગરમાં વામન નામે દ્વિજરાજ રહેતો હતો.
તેને ત્યાં પરમ રમ્ય પતિવ્રત ધર્મને આદર્શ માની પાળતી
પતિપરાયણ સત્યવાદી સત્યા નામે સ્ત્રી હતી. દ્વિજદેવ, ધન, કીર્તિ
અને વિદ્યાર્થી પૂર્ણ હતો.

ઇશ્વર પર અનન્ય શ્રદ્ધા. સુખી જીવન. દિવસનો વધારે પડતો
સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે. તેમના જીવનમાં તેમને એક
ખોટ સાલતી હતી અને તે હતી તેમના જીવનમાં સંતાનનો અભાવ.
પૈસે-ટકે કોઈ કમી નહીં, પણ બાળકની ખોટ એ જ એમના
જીવનની મોટી ખોટ હતી. ઘરમાં ધનના તો ઢગલે-ઢગલા, પણ
પાછળ કોઈ ભોગવનાર નહીં, એ જ મોટું દુઃખ.

અચાનક એક દિવસ નારદજીનું આગમન. ખૂબ જ પ્રેમથી
ભાવભર્યું સ્વાગત.

નારદજી તો પ્રસન્ન જ પ્રસન્ન.

નારદજીના દિલમાં બ્રાહ્મણની સ્થિતિ જોઈને દયા આવવાથી
લાગણી વશ થઈ નારદજીએ વામન અને સત્યાને કહ્યું, “માગ, જે
માગે તે આપું.’

બ્રાહ્મણે કહ્યું કે, “નારદજી, બીજી તો કોઈ ખોટ નથી, પણ
ઘરમાં સેર માટીની ખોટ છે. આ એક જ ખોટ અમારા જીવનમાં
સતત ખટકી રહી છે.’

નારદ બોલ્યા, “દ્વિજરાજ ! તમારા નગરની દક્ષિણે બીલીનું
વન છે. ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સૂકાં પાંદડાથી
ઢંકાયેલું છે. તેને શોધી તેની પૂજા કરવાથી તમને તેમની કૃપાથી
સંતાન સાંપડશે.”

આટલું કહીને તો નારદજી વિદાય થઈ ગયા.

બ્રાહ્મણ વામન પોતાની પત્ની સત્યા સાથે શિવલિંગની શેઘમાં
ગીચ જંગલમાં ચાલી નીકળ્યો. ભૂખ અને તરસ, તાપ અને તડકો –
બધું જ સહન કર્યું. બ્રાહ્મણ દંપતીમાં આનંદનો કોઈ પાર નહીં.
આજુબાજુનો કચરો કાઢી જગ્યા સાફ કરી, જાળાં બાઝી ગયેલાં તે
દૂર કર્યા. બહારથી પાણી લાવી આખું મંદિર ઘોઈ નાંખ્યું. પછી
ભગવાન શિવજીનું ખૂબ પ્રેમથી પૂજન કર્યું. બીલી પત્રો ચઢાવ્યાં.

આમ અનેક દિવસો વીતી ગયા. નિત્ય ક્રમ મુજબ દ્વિજરાજ
પૂજાનાં ફલ લેવા જંગલમાં ગયો તે ગયો જ. ઘણો સમયવીતી ગયો,
છતાં પણ એ પાછો ફર્યો નહીં.

સત્યા એની ચિંતામાં દુઃખી થઈ શોધવા નીકળી.

આગળ જતા થોડેક દૂર જઈને જુએ તો એનો પતિ સર્પદંશથી
મૃત્યુ પામ્યો હતો. ઇશ્વરને શોધવા નીકળેલા પતિએ પ્રાણ ગુમાવ્યા.

સત્યા તો છાતી ફાટ રુદન કરવા લાગી.

એટલામાં સોળે શણગાર સજેલાં માં પાર્વતી પ્રગટ્યાં.

તે તેમના ચરણમાં ઢળી પડી. માંએ પ્રસન્ન થઈ આશીર્વાદ
આપ્યા. માંએ વામનના શરીરે સ્પર્શ કરી સજીવન કર્યો. કશું થયું ન
હોય તેમ બ્રાહ્મણ તો આળસ મરડીને બેઠો થયો. માં પાર્વતીએ બંનેને
વરદાન માગવા માટે કહ્યું, ત્યારે તેમણે સંતાનની જ માગણી કરી.

પાર્વતીએ તેને જયા-પાર્વતીનું વ્રત કરવાનું કહ્યું.
“આ વ્રત શી રીતે થાય ?’ એમ સત્યાએ પૂછતાં પાર્વતી માતાએ
કહ્યું કે –

“આષાઢ સુદ તેરસથી શરૂઆત કરી, પાંચ દિવસ સુધી આ વ્રત
કરવાનું, તે તું કર. વ્રતના અંતે તું અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને
ભોજન કરાવજે એમને સૌભાગ્યની સામગ્રીમાંથી સારી વસ્તુ
ચાંદલો કરીને ભેટ આપજે. વસ્ત્ર-પાત્રદાન કરજે. જીવનોપયોગી-
બોધદાયક ગ્રંથનું પણ દાન કરજે. આ બધુ ખૂબ જ નમ્રતા અને
ભાવપૂર્વક અર્પણ કરજે.’

આ વ્રત કરવાથી દામ્પત્યજીવનમાં સુખની પ્રાપ્તિ સાથે અખંડ
સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે કહી માં પાર્વતી અન્તર્ધાન
થયાં.

બ્રાહ્મણ-બ્રાહ્મણી ઉત્સાહભેર ઘરે ગયાં અને સમય આવતા
શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્વક જયા-પાર્વતીનું વ્રત કર્યું. વ્રતના
ફલસ્વરૃપે બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.

પુત્ર પ્રાપ્તિના કારણે ઘરમાં તો આનંદ-આનંદ છવાઈ ગયો.

પુત્ર પ્રાપ્તિની ખુશાલીમાં શિવ-પૂજનનું આયોજન કરી
ગોરણીઓને જમાડી તેમને યોગ્ય ભેટ આપવામાં આવી.

આ વ્રત બ્રાહ્મણ દંપતીને જેવું ફળ્યું તેવું જ બધાને ફળજો.

॥ અસ્તુ॥