ઉત્તરાયણ પર કઈક નવી મીઠાઈ વિચારતા હોય તો ધરે બનાવો ટેસ્ટી જલેબી જાણો બનાવવાની રીત

0
673

આજે આપણે બનાવીશું હોમ મેડ જલેબી. જલેબી આપણે આજે ઇસ્ટ વગર બનાવવાના છીએ. જે ઓથેન્ટિક વે થી જે દુકાનમાં ફર્મન્ટેસન કરીને જે જલેબી પ્રિફર કરે છે એજ રીતે આજે આપણે જલેબી બનાવવાના છીએ. અને આ જલેબીનો ટેસ્ટ તમને જેમ માર્કેટ માંથી જલેબી લાવો છો તે જ પ્રકારનો મળે છે, આ જલેબી ઉપરથી એકદમ ક્રિશપિ અને જ્યુસી બને છે.

આજે અમે તમને જલેબી એકદમ સરળ રીત થી શીખાડવાના છીએ. જો તમે પહેલી વાર આ રેસિપી બનાવતા હસો તો પણ તમે ફેઈલ નહિ થાયો, અને તમે એકદમ પરફેક્ટ જલેબી બનાવી શકશો. જલેબી બનાવતી વખતે જે જે વસ્તનું ધ્યાન રાખવામાં આવે તે તમને રેસિપીના વચ્ચે વચ્ચે જણાવતા રહીશું અને જલેબી ઉતરાયણ ઉપર ઉંધીયા સાથે ખાવામાં આવે છે. તો ચાલો ઘરે એકદમ સરળ રીતે જલેબી કેવી રીતે બનાવવી તે જાણી લઈએ.

સામગ્રી

100 ગ્રામ મેંદો

30 ગ્રામ કોર્ન ફ્લોર

1/2 કપ ઘી રૂમ ટેમ્પરેચર નું

1 મોટી ચમચી ગરમ તેલ

પીળો ફૂડ કલર

ચાસણી માટે સામગ્રી

3/4 કપ સાકર

3/4 કપ પાણી

1/2 નાની ચમચી ઇલાચીનો પાઉડર

સમારેલા બદામ અને પિસ્તા

થોડું કેસર

જલેબી બનાવવા માટે જે જલેબી મેકર આવે તેનો ઉપયોગ કરવો જો ના હોય તો જેમ ટોમેટો કેચપ જેમાં ભરીયે છીએ એવી રેડ બોટલ લઇ શકાય જો આ બંને ના હોય તો કોઈ જીપ પાઉચ કે દૂધનું ખાલી થયેલું પાઉચને પણ ઉપયોગ કરી શકીયે છીએ તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરી શકો છો.

રીત

સૌ પ્રથમ મેંદામાં કોર્નફલોર અને થોડો ફૂડ કલર એડ કરી દેવાના છે. જો ફૂડ કલર ના લેવો હોય તો ચપટી હળદળ લઇ લો તો પણ ચાલે, અને એને મિક્ષ કરી લેવાનો છે. જલેબીમાં બહાર જેવું ટેસ્ટ જોઈએ છે તો માપમાં રહેવું ખુબ જરૂરી છે. ત્યારબાદ ઘી એડ કરીને તેને મિક્ષ કરી લેવાનો છે.દહીં નાખીને મિક્ષ કરીને તેના પછી તેલ એડ કરવાનું છે.

હવે થોડું થોડું પાણી એડ કરીને એમાં લંસ ના રહે તેવી રીતે તેનું ખીરું તૈયાર કરવાનું છે. ખીરું બનાવવામાં લગભગ 1/2 કપ દહીં અને 1/4 કપ પાણી જેવું લાગી જાય છે. અને હવે એને કવર કરી તેને ગરમ જગ્યાએ 12 કલાક માટે મૂકી દેવું અથવા તેને આખી રાત પણ મૂકી દેવાનું છે. ગરમીનો સમયમા આ ફર્મન્ટેસન થવા વધારે સમય લેતી નથી પણ શિયાળાના સમયમા તેને 12 કલાક જેવું મૂકવું પડે છે, 12 કલાક બાદ આપણું ખીરું તૈયાર છે.

હવે એની ચાસણી તૈયાર કરવાની છે. સૌપ્રથમ સાકર અને પાણી મિક્ષ કરીને ગરમ કરવા મૂકી દેવાનું છે. અને ગેસને મીડીયમ રાખીશું. અને તેને હલાવતા રહેવાનું છે, જયારે તે ઉકળવા લાગે ત્યારે તેને એક વાર ગાળી લેવાનું છે જેથી સાકરમાં જે કચરું હોય તે નીકળી જાય. તેને ગાળીને ફરીથી ગરમ કરવા મૂકી દેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી ઉકળે તે પછી ચેક કરી લેવું. 2 થી 3 મિનિટ પછી તેમાંથી એક ટીપું એક ડીસમાં લઇ લેવાનું છે. જયારે તમે એને અડસો ત્યારે તે તમને તે સ્ટીકી લાગશે અને થોડી સ્વીટ પણ લાગશે અને આની ગુલાબ જામુન કરતા થોડી ઘટ્ટ ચાસણી જોઈએ કોઈ તારની ચાસણી બનાવવાની જરૂરત નથી. પણ વધારે પાતળી કે જાડી ના થાય તે ધ્યાનમાં રાખવાનું છે.

હવે થોડા સમય ગરમ થાય ત્યારે તેમાં ઇલાયચીનો પાઉડર અને કેસર એડ કરી દઈશું. અને એને નીચે ઉતારીને ઢાંકી દેવાનું છે જેથી આ ગરમ રહે. આના 2 થી 3 ટીપા લીંબુનો રસ એડ કરવાનો છે જેથી સાકર ક્રિસ્ટલ ના બની જાય અને ચાસણી એવી ને એવી પતલી રહે.

ત્યારબાદ ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે. જલેબીને આપણને ઘી, તેલ કે ઘી-તેલ મિક્ષ કરી ને પણ ફ્રાઈ કરી શકીયે છીએ. અને હમેશા જલેબી ફ્રાઈ કરવા માટે પોહળુ વાસણ કે ફ્રાઈ પેન જ લેવાનો છે. હવે જે જલેબીનું ખીરું છે તેને બોટલમાં ભરી દેવાનું છે.

ઘી ગરમ થાય એટલે એમાં જલેબી બનાવીશું, અને ત્યારે ગેસને ધીમે રાખવાનું છે અને જયારે જલેબી નાખવામાં આવે ત્યારે તેને અંદર થી બહાર લઇ જતા આપણે જલેબી બનાવવાની છે. અને જલેબીનો પહેલો અને છેલ્લો છેડો સાથે જોડાવો જોઈએ, બંને જો ફર્મન્ટેસન બરોબર થયું હોય તો જલેબી જરૂર ક્રિશપિ બનશે. જલેબી તેલમાં એડ કરી લીધા પછી ગેસને ફૂલ કરી દેવાનું છે. તમે જોશો કે જલેબી એકદમ ફૂલવા લાગશે. જયારે જલેબી એકદમ સરસ ફૂલે તો જ એની અંદર હોલ જેવું દેખાતું હોય છે જેમાં ચાસણી ઘૂસીને એકદમ ક્રિસ્પી અને જ્યુસી બની ગયી હોય છે.

જયારે તે લાઈટ તળાય તો તેને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દેવાની છે. અને તેવીજ રીતે બીજી બધી જલેબી બનાવી લેવાની છે. જલેબીને તળીને કોઈ પ્લેટમાં નથી નાખવાની તેને ખાલી નિતારીને તરત ચાસણીમાં નાખી દેવાની છે. જે પહેલા જલેબી બનાવીને ચાસણીમાં માંથી નીકળી લેવાનું છે. અને તેજ રીતે બીજી બધી પણ એક પછી એક ચાસણીમાં નાખીશું. હવે આપણી હોમ મેડ જલેબી તૈયાર છે. આ જલેબીનો ટેસ્ટ જેવી આપણે માર્કેટ માંથી જલેબી લાવ્યે છે તેના જેવી ક્રિશપિ અને જ્યુસી બને છે.

આને બનાવવમાં ખાલી 3 થી 4 વસ્તુનું ધ્યાન રાખવાનું છે.

1. એનું ખીરું સરસ રીતે ફર્મન્ટ થયેલું હોવું જોઈએ

2. એની ચાસણી વધારે પાતળી કે વધુ ઘટ્ટ  ના થઇ જાય તે ધ્યાન રાખવાનું છે.

3. જયારે તમે જલેબી ફ્રાઈ કરી લો તો તેને તરત જ ચાસણીમાં નાખી દેવાની છે. પણ જયારે તમે એને ચાસણીમાં નાખો ત્યારે તમે ઘી કે તેલ જેમાં જલેબી ફ્રાય કર્યું હોય એનું લેયર ના હોવું જોઈએ અને તેને નિતારીને નાખવી, જો ઘી કે તેલ એની ઉપર હશે તો ચાસણી તેના અંદર સારી રીતે ના ગુશે. તેને હમેશા નિતારીને ચાસણીમાં નાખીશું.

4. જયારે તમે જલેબી ચાસણીમાં નાખો ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ. જો ચાસણી ગરમ હોય ત્યારેજ આપણી જલેબી એકદમ જ્યુસી બને છે, જો ઠંડી થઇ ગયી હોય તો તે સરસ રીતે જલેબીમાં એડ નથી થતી એટલે ચાસણી ગરમ હોય ત્યારે તેમાં જલેબી નાખવી જોઈએ.

5. જયારે તમે પહેલી વારની જલેબી તળાયા બાદ તેમાં ચાસણીમાં એડ કરવાની અને જયારે બીજા ભાગની તળાય ત્યારે પહેલા ભાગની જલેબીને કાઢી લેવાની છે. જો તમારે એવું ના કરવું હોય તો તમે તેને 20 થી 30 સેકેન્ડમાં ચાસણી માંથી નીકળી લેવાની છે.

વીડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here