જેમની કુંડળીમાં આ ગ્રહ હોય છે નબળો તેમના જીવનમાં આવે છે આવી મુશ્કેલીઓ, જાણો તેને મજબુત કરવા શું કરવું.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને જીવનમાં માન-સન્માન અને ઉચ્ચ સ્થાન મળે. પરંતુ દરેક લોકોની આ ઈચ્છા પૂરી થતી નથી, જ્યારે કેટલાક લોકોને કંઈપણ કર્યા વિના આ બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી જાય છે. તેનું કારણ ગ્રહોનો શુભ પ્રભાવ પણ હોઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થાનમાં હોય છે, તેઓને તેમના જીવનમાં સરળતાથી માન-સન્માનની સાથે-સાથે મોટું પદ પણ પ્રાપ્ત થાય છે. અને જો સૂર્ય અશુભ હોય છે તો જીવનમાં વારંવાર અપમાનનો સામનો કરવો પડે છે. જો સૂર્યની સ્થિતિ સારી ન હોય તો પિતા સાથે વિવાદ થાય છે. જાણો સૂર્ય સાથે જોડાયેલી ખાસ વાતો અને તેનાથી શુભ ફળ મેળવવાના ઉપાય.
જ્યોતિષમાં સૂર્યનું મહત્વ : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને તે તુલા રાશિમાં નબળો હોય છે, જ્યારે તે મેષ રાશિમાં ઉચ્ચ હોય છે. શનિ અને શુક્ર સૂર્યના શત્રુ ગ્રહો છે. ચંદ્ર, મંગળ અને ગુરુ તેના મિત્ર ગ્રહો છે. સૂર્ય ગ્રહ તમામ ગ્રહોનો રાજા છે.
જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને માન-સન્માન અને સંપત્તિ મળે છે. આવી વ્યક્તિને સરકારી સેવામાં ઉચ્ચ પદ મળે છે.
જે લોકોની કુંડળીમાં સૂર્ય દુર્બળ અથવા નબળી સ્થિતિમાં હોય છે, તેઓએ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ જોર લગાવીને સતત પ્રયત્નો કરવા પડે છે.

સૂર્ય પાસેથી શુભ પરિણામ મેળવવા માટે આ ઉપાયો કરો :
1) સૂર્યદેવને દરરોજ તાંબાના વાસણથી જળ અર્પણ કરો. જો રોજેરોજ શક્ય ન હોય તો તમે આ ઉપાયો માત્ર રવિવારે પણ કરી શકો છો. પાણીમાં થોડું કંકુ અને લાલ ફૂલ પણ નાખવા જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જળ ચઢાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે.
2) સૂર્ય સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે જાતે મંત્રનો જાપ નથી કરી શકતા તો બ્રાહ્મણ દ્વારા પણ આ ઉપાય કરાવી શકો છો. આ છે સૂર્યના મંત્રો,
ૐ ધૃણિ સૂર્યાય નમઃ
ૐ એહિસૂર્ય સહસ્ત્રાંશોં તેજો રાશે જગત્પતેએ અનુકંપયેમાં ભક્ત્યાએ ગૃહાણાર્ધય દિવાકરરુ
ૐ હ્રીં ધૃણિ: સૂર્ય આદિત્ય: ક્લીં ૐ
3) સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. તમે તમારી ઈચ્છા મુજબ દાન પણ કરી શકો છો.
4) રવિવાર સૂર્ય ભગવાનનો દિવસ છે, આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા તમારા પર બની રહે છે. નારંગી સૂર્ય ભગવાનનો રંગ છે.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.