નવરાત્રીનો તહેવાર આખા ભારત દેશમાં ઘણી ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બે વાર ઉજવવામાં આવે છે. એમાં એક શારદીય નવરાત્રી અને બીજી ચૈત્ર નવરાત્રી છે. નવરાત્રીના નવ દિવસોમાં દુર્ગામાંના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે.
આ બંને માંથી ચૈત્ર નવરાત્રીનું મહત્વ ઘણું ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ દિવસોમાં વ્યક્તિ પોતાની ભૌતિક, આધ્યાત્મિક, યાંત્રિક અને તાંત્રિક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વ્રત અને ઉપવાસ કરે છે, અને ઈશ્વરીય શક્તિ આ ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદગાર થાય છે.

દેવી ભાગવત પુરાણ અનુસાર આખા વર્ષમાં ચાર નવરાત્રી હોય છે. પરંતુ એમાંથી બે ગુપ્ત રાખવામાં આવે છે, અને શારદીય અને ચૈત્ર નવરાત્રીને પુરા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રી દરમ્યાન સૂર્યનો રાશિઓમાં પ્રવેશ થાય છે. આ દિવસોમાં સૂર્યદેવ 12 રાશિઓમાં ભ્રમણ પૂરું કરે છે અને પોતાનું પહેલું ચક્કર પૂરું કરવા માટે મેષ રાશિમાં પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રીની શરૂઆતની સાથે હિંદુ નવ વર્ષના પંચાંગની ગણના શરૂ થઈ જાય છે.
ચૈત્ર નવરાત્રીનું મહત્વ અને દુર્ગા માંના નવ રૂપ :
તમને જણાવી દઈએ કે નવરાત્રીના નવ દિવસોમાં દુર્ગા માંના બધા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને એના દસમાં દિવસે દશેરો ઉજવવામાં આવે છે. આ દિવસને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું પર્વ વર્ષમાં આવતી ચાર ઋતુઓનું પ્રતીક છે. હિંદુ ધર્મમાં દુર્ગા માંને દુઃખ દૂર કરવાવાળી દેવી ક્હેવામાં આવે છે. આ તહેવારને આખા દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ચાલો જાણીએ નવરાત્રીમાં દુર્ગા માંના નવ રૂપો વિષે.
શૈલપુત્રી એટલે કે પહાડોની પુત્રી.
બ્રહ્મચારિણી.
ચંદ્રઘટા એટલે કે ચંદ્રની જેમ ચમકવા વાળી.
કુષ્માંડા એટલે કે જગતને ચરણમાં રાખવા વાળી.
સ્કંદમાતા એટલે કે કાર્તિકની માતા.
કાત્યાયની એટલે કે કાત્યાયન આશ્રમમાં જન્મ લેવા વાળી.
કાલરાત્રિ એટલે કે ક્લેશનો અંત કરવા વાળી.
મહાગૌરી એટલે કે સફેદ રંગવાળી માં.
સિદ્ધિરાત્રિ એટલે કે સર્વ સિદ્ધતા વાળી.
ચૈત્ર નવરાત્રીનું મહત્વ – કન્યા પૂજન :
નવરાત્રીના દિવસોમાં સૌથી પહેલા દિવસને સપ્તમી કહેવામાં આવે છે અને આ દિવસથી કન્યા પૂજનની શરૂઆત થઈ જાય છે. આ દિવસે કુંવારી કન્યાઓને ઘરે બોલાવીને એમના પગ ધોવામાં આવે છે, અને એમને દુર્ગા માંના નવ રૂપ માની એમને ભોજન કરાવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે કન્યા પૂજનથી દુર્ગા માં પ્રસન્ન થઈ જાય છે, અને પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે. પર્વ દરમ્યાન નવ છોકરીઓને દેવીનું સ્વરૂપ માની પૂજન પછી જ વ્રત તોડવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કન્યા પૂજન માટે દુર્ગાષ્ટમીના દિવસને સૌથી વધારે મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રીનું મહત્વ :
જેવું કે અમે જણાવ્યું કે ચૈત્ર નવરાત્રીનું જ્યોતિષ દૃષ્ટિથી ખાસ મહત્વ માનવામાં આવે છે. સૂર્યના પરિવર્તન અને એમના મેષ રાશિમાં પ્રવેશ કરવાને કારણે બધી રાશિઓ પર એની ઊંડી અસર થાય છે. આ દિવસથી વર્ષના રાજા, મંત્રી, સેનાપતિ, વર્ષા, કૃષિના સ્વામી ગ્રહનું નિર્ધારણ થાય છે. અને વર્ષમાં અન્ન, ધન, વ્યાપાર અને સુખ શાંતિનું આંકલન કરવામાં આવે છે.