નોટ ઉપર માણસથી લઈને જાનવરોના ફોટા કેમ છપેલા હોય છે, ચલણી નોટને લગતા બીજા તથ્ય અહીં જાણો

0
356

નોટો ઉપર લખવામાં આવેલી બાબતોનું હોય છે ખાસ મહત્વ છે. આજના સમયમાં પૈસા વગર લોકોને જીવન ચલાવવું અશક્ય બની ગયું છે. પૈસાનું મહત્વ એટલું વધી ગયું છે કે લોકો તેના માટે મરવા અને મારવા સુધીની પરવાહ કરતા નથી. હવે લોકો તો દરેક સબંધોથી ઉપર પૈસા જ જોવા મળે છે. પૈસાની બાબતમાં પણ આ નોટોની સંખ્યા મહત્વ ધરાવે છે, આપણે બસ નોટ ઉપર લખેલું ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ ની સંખ્યાને જ મહત્વ આપીએ છીએ.

તે ઉપરાંત લોકો પાસે એટલી નવરાશ જ ક્યાં હોય છે? કે તે નોટો ઉપર લખેલી બીજી બાબતો ઉપર પણ ધ્યાન આપે ખુબ ઓછા લોકો નોટો ઉપર લખેલી વાતો ઉપર ધ્યાન આપે છે. તો આવો તમને આજે આ નોટો ઉપર લખવામાં આવેલી થોડી મહત્વની વાતો વિષે જણાવીએ છીએ.

નોટો ઉપર છે જાનવરોથી લઈને માણસના ફોટા :-

દરેક ભારતીય નોટ ઉપર માણસ, જાનવરો, કુદરતથી લઈને આઝાદીના આંદોલન સાથે જોડાયેલા ફોટા છાપેલા હોય છે. ૨૦ રૂપિયાની નોટ ઉપર અંડમાન દ્વીપના ફોટા છે. અને ૧૦ રૂપિયાની નોટ ઉપર હાથી, ગેંડા અને સિંહ છાપેલો હોય છે, જ્યારે ૧૦૦ રૂપિયાની નોટ ઉપર પહાડ અને વાદળના ફોટા રહેતા હોય છે અને ૫૦૦ રૂપિયાની નોટ ઉપર આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ૧૧ મૂર્તિના ફોટા છપાયેલા હતા. જો કે હાલના ચલણમાં નથી રહી.

તે ઉપરાંત નોટો ઉપર એક વિશેષ જાતની વાત ઘણા નાના અક્ષરોમાં લખેલી હોય છે, જે ખુબ ધ્યાનથી જોવાથી વાચી શકાય છે. આ એ વાક્ય છે ‘મેં ધારક કો અદા કરને ક વચન દેતા હું.’ શું તમે જાણો છો આ વાક્ય પાછળ એક ખાસ કારણ છે.

જેટલુ ચલણ RBI છાપે છે. એટલું સોનું પોતાની પાસે રાખે છે.

આ પ્રશ્ન ઘણા સરકારી પરીક્ષા અને ઈન્ટરવ્યુંમાં પણ પૂછવામાં આવે છે. તેવામાં તમારે તેના વિષે જાણવું જરૂરી છે. ખાસ કરીને આરબીઆઈ જેટલાનું ચલણ પ્રિન્ટ કરે છે તેટલી કિંમતનું સોનું તેમની પાસે સુરક્ષિત રાખે છે.

આરબીઆઈ તમને વિશ્વાસ અપાવા માટે એ વાત લખે છે કે જો તમારી પાસે ૧૦૦ રૂપિયા છે. તો તેનો અર્થ છે કે રીઝર્વ બેંક પાસે તમારા ૧૦૦ રૂપિયાનું સોનું જમા પડેલું છે.

આવી રીતે બીજી નોટો ઉપર પણ લખવાનો અર્થ છે કે જે નોટ તમારી પાસે છે તે નોટના ધારક છે અને તેની કિંમત જેટલુ સોનું રીઝર્વ બેંક પાસે જમા છે, અને રીઝર્વ બેંક તે સોનું એ નોટ ને બદલે તમને આપવા માટે વચનબદ્ધ છે.

નોટ ઉપર લખવા આવે છે ૧૫ ભાષાઓ :-

તે ઉપરાંત હિન્દી અને અંગ્રેજી સાથે ભારતીય નોટમાં ૧૫ ભાષાઓ નો ઉપયોગ થાય છે. કોઈ પણ નોટ જેવી કે ૧૦, ૨૦, ૫૦ ઉપર હિન્દી અને અંગ્રેજી સાથે આસામ, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણ, મલયાલમ, નેપાળી, ઉડિયા, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં તેની કિંમત લખેલી હોય છે.

હિન્દી અને અંગ્રેજીનો ઉપયોગ નોટના જુદા ભાગમાં હોય છે. બીજી ભાષાઓ નોટના પાછળના ભાગ ઉપર લખાયેલું હોય છે.