રસોડાનું થોડું બજેટ વધારો તો હોસ્પિટલનું તોતિંગ બિલ નહિ ભરવું પડે, જાણો કામની વાત.

0
642

અન્ન એજ ઔષધિ….

હોસ્પિટલનું તોતિંગ બિલ ભરવા કરતા થોડું રસોડાનું બજેટ વધારો.

ગુજરાતીમાં એક કહેવત છે “જેવું અન્ન એવો ઓડકાર”. એક સમય હતો જયારે થોડા દાયકા પહેલા લોકો ઘરે લગભગ 2 વર્ષ ચાલે તેટલું અનાજ અને કઠોળ અને ચોખા ભરતા. આજે આપણે નજીકના મોલમાં જઈ હોંશે હોંશે દર મહિને જોઈતી વસ્તુ લઈ આવીએ છે. મોટા ભાગની વસ્તુ ready to cook હોઈ છે. દૂધ અને દૂધની બનાવટનો રાફડો ફાટ્યો છે. મોબાઈલમાં ઓર્ડર કર્યો નથી કે ખાવાનું આવ્યું નથી. ભાઈ ભાઈ..

હવે જરાં વાસ્તવિકતા જોઈએ. ક્યારેક કેન્સર હોસ્પિટલની મુલાકાત લેજો વાસ્તવિકતા સમજાઈ જશે. દેવું કરીને પણ ઘી ખાવુ એ હવે જૂની કહેવત છે અને EMI થી પણ લેવો પડે લેટેસ્ટ ફોન.

છાસ વારે હોટેલમાં જઈ તોતિંગ બિલ ભરી ખર્ચ કરનાર પરિવાર રસોડામાં સામાન્ય ફેરફાર નથી કરતા. 1 કિલો A2 ઘી માટે લગભગ 30 લીટર દૂધ મેળવવું પડે અને એમાં ગોપાલકની મહેનત ઉમેરો. લગભગ 1000 રૂપિયામાં ઘરમાં પડે. (500 નુ કિલો ઘી કેમ પરવડે ઈ બાબા બતાવી શકે)

આખા વર્ષ માટે (બને તો 2વર્ષ માટે) સારી ગુણવત્તા વાળા અનાજ અને ચોખા તથા મરી મસાલા ભરો. ભોજન માં દેસી ઘી નો પર્યાપ્ત ઉપયોગ કરો. સફેદ ખાંડ, મીઠુ, સફેદ ગોળ ને રસોડામાંથી વહેલી તકે વિદાય કરો. શિયાળે તલ તેલ અને બાકી ઘાણીનું સીંગતેલ ખાવ (હવે અમેરિકા વાળા પણ કે છે કે સીંગતેલ સર્વશ્રેષ્ઠ છે.)

સરગવાની શીંગનો પાવડર Rs. 400 નો 100 ગ્રામ લેવા કરતા 50 ની કિલો સરગવાની સીંગ લઈ કઢી બનાવીને ખાવ. આપણી વિસરાતી વાનગીનુ લિસ્ટ બનાવી તેને નિયમિત રાંધો અને બાળકોને ફ્રોઝન ફૂડ માંથી બહાર કાઢો.

જીવન અમૂલ્ય છે અને તેની માણવા માટે તંદુરસ્ત રાખવું જરૂરી છે. ડાયેટની જગ્યાએ પૌષ્ટિક અને ઓર્ગેનિક શોધો. એલ્યૂમીનિમના વાસણ છોડી પરમ્પરા ગત વાસણ વસાવો. આપણો એક ખાટલો ઓસ્ટ્રેલિયામાં Rs.60000 માં વેચે છે. એને પણ ખબર પડી ગઈ કે ખાટલે સુવાના કેટલા ફાયદા છે. અમેરિકામાં દાતણ Rs.150 માં એક વેચે છે. ગાયને ગળે લગાવવા પૈસા આપે છે.

બોલ્યું ચાલ્યું માફ.

મૂળ Purre’s Organic ની પોસ્ટનું સંપાદન. ગ્રુપજે વર્લ્ડવાઇડ એ શેર કરેલી પોસ્ટ.