હિંદુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ રહેલા છે, અને ભક્તો દ્વારા દરેકની પૂજા આરાધના કરવામાં આવે છે, અને એમના ઘણા ચમત્કારો પણ જોવા મળે છે. આમ તો હિંદુ ધર્મમાં ભૈરવ આરાધનાના સ્વરૂપ વિવિધ અને વ્યાપક છે, પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક એવા ભૈરવ છે જે બે રૂપોમાં છે. જુદા જુદા પરિવારોના કુળ દેવતા માનવામાં આવતા આ ભૈરવજીની મૂર્તિ સામ સામે આવેલી છે. તેના સ્વરૂપની જેમ, તેના નામ પણ વિશેષ છે. તેને કાળા ભૈરવ અને ગોરા ભૈરવ કહેવામાં આવે છે. લોકો અહિયાં પુત્ર અને પુત્રીની કામના માટે દર્શન કરવા માટે આવે છે.
આમ તો દશેરાના સમયમાં ઘણા ઘરોમાં એમને કુળ દેવતા તરીકે પૂજવામાં આવે છે, તેવામાં અહિયાં સવારથી સાંજ સુધી અનેક લોકોનું આવવા જવાનું ચાલુ રહે છે. આ ભૈરવ મૂર્તિઓ ઘણા સમયથી અહિયાં સ્થાપિત છે, જે એક પ્રાચીન વાવમાં આવેલી છે. આ સ્થાન જોધપુરમાં આંચલીક વિસ્તાર ગોઠન પાસે રજલાનીમાં છે. વાવની બરોબર બહાર ઉપરની તરફ શિવ મંદિર છે, અને પાસે એક બીજું ભૈરવ મંદિર છે. આ રીતે અહિયાં એક જ સ્થાન ઉપર ત્રણ ભૈરવ મૂર્તિઓ છે.

વાવમાં આવતા પરિવારોના કુળ દેવતાની પૂજા કરાવનારા પંડિત દિનેશ સાશ્વત મુજબ, કાળા અને ગોરા બે ભૈરવને ગળ્યું ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, કાળા ભૈરવની આરાધનાથી પુત્ર અને ગોરા ભૈરવની આરાધનાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે.
ક્યાં છે આ સ્થળ?
આ સ્થળ સામાન્ય રીતે જોધપુરની સરહદમાં વસેલા ગામ રજલીનમાં આવે છે. રાજ્યના નાગોર જીલ્લાની દેગાના તહલીસના કુચેરા ગામમાં આવેલા પ્રસિદ્ધ બુટાટી ધામ મંદિરથી તેનું અંતર લગભગ ૬૫ કી.મી. છે. રસ્તામાં મેડતા શહેર અને ગોઠણ ગામ આવે છે. જોધપુરમાં કુપાવત રજપૂતોનો મહેલ હતો. એનું ખંડ સ્વરૂપ આજે પણ અહિયાં હયાત છે.
કોણ છે ભૈરવ?
ભૈરવ હિંદુઓના એવા દેવતા છે, જેને શિવનો અંશ માનવામાં આવે છે. ભૈરવની ઉત્પત્તિ ભગવાન શિવના પરસેવાથી થઇ હતી. ભારત ઉપરાંત નેપાળમાં પણ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે. તેમની સંખ્યા કુલ ૬૪ ગણાવવામાં આવી છે. અને આ ૬૪ ભૈરવને ૮ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તેમની આરાધના મુખ્ય રીતે તંત્ર બાધાના નિવારણ માટે કરવામાં આવે છે. કાલભૈરવની આરાધના આખા ભારતમાં થાય છે. જુદા જુદા આંચલીક વિસ્તારોમાં ભૈરવ અલગ અલગ નામોથી પ્રસિદ્ધ છે.
ઉજ્જેનમાં છે આઠ ભૈરવ :
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં અષ્ટ ભૈરવ છે. તેના નામ ૫૬ ભૈરવ, કોતવાલ, તોપતોડ ભૈરવ, બલવટ ભૈરવ, આતાલ- પાતાલ, દાની ભૈરવ અને વિક્રાંત ભૈરવ છે. ઉજ્જેનમાં ભૈરવને મહાકાલના નગર કોતવાલ કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. પંડિત વિશાલ શુક્લના જણાવ્યા મુજબ, ભૈરવની આરાધના બહુધા તંત્ર સાધનાઓ માટે કરવામાં આવે છે, પરંતુ સાત્વિક પૂજા પણ કરવામાં આવે તો તેમાં કોઈ ઉણપ નથી.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.