આ 4 બાબતોમાં પુરૂષો મહિલાઓની સામે ક્યાંય પણ ઊભા રહી શકતા નથી, મહિલાઓ હોય છે ઉત્તમ.

0
350

મહિલાઓ આ 4 બાબતોમાં પુરુષો કરતા હોય છે આગળ,

ચંદ્રગુપ્ત મૌર્યને અખંડ ભારતના સમ્રાટ બનાવવામાં આચાર્ય ચાણક્યની પણ મહત્વની ભૂમિકા હતી. આચાર્ય ચાણક્યને મુત્સદ્દીગીરી અને અર્થશાસ્ત્રના મહાન જાણકાર માનવામાં આવે છે. તેમણે નીતિ શાસ્ત્રમાં જીવન સંબંધિત તમામ પાસાઓ વિશે જણાવ્યું છે. આચાર્ય ચાણક્યએ તેમની એક નીતિમાં જણાવ્યું છે કે, મહિલાઓ કઈ બાબતોમાં પુરૂષો કરતા આગળ હોય છે, અને પુરૂષ તેમની સામે ટકી શકતા નથી. આવો આચાર્ય ચાણક્યની આ નીતિ વિશે વધુ જાણીએ.

શ્લોક :

त्रीणं दिव्गुण आहरो बुद्धिस्तासां चतुर्गुणा

साहसं षड्गुणं चैव कामोष्टगुण उच्येत

સ્ત્રીઓને બમણી ભૂખ લાગે છે :

આચાર્ય ચાણક્ય અનુસાર, સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ ભોજન કરે છે. સ્ત્રીણા દીવ્ગુણા આહરો (स्त्रीणां दिव्गुणा आहरो) જેનો અર્થ ભૂખથી છે. આ મુજબ મહિલાઓને પુરૂષો કરતા બમણી ભૂખ લાગે છે. તેની પાછળનું કારણ એ છે કે તેમને પુરૂષો કરતાં વધુ કામ કરવું પડે છે, જેના માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, તેથી સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ ભોજન કરે છે.

ચાર ગણા વધુ બુદ્ધિમાન હોય છે :

આચાર્ય ચાણક્યના મતે મહિલાઓની બુદ્ધિ ખૂબ જ તેજ હોય ​​છે. મહિલાઓ પહેલેથી જ આવનારા સંકટને અનુભવે છે અને તેનો સામનો કરવા માટે તૈયાર હોય છે. પુરૂષો ભલે એક વખત કોઈ મુસીબતથી ગભરાઈ જાય પરંતુ સ્ત્રીઓ તેનો સામનો સમજદારીથી કરે છે. એટલા માટે કહેવાય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ચાર ગણી વધુ બુદ્ધિ હોય છે.

સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ હિંમતવાન હોય છે :

આચાર્ય ચાણક્યના મતે ભલે હિંમતનો ગુણ પુરૂષોમાં જોવા મળે છે, પરંતુ કેટલીકવાર મહિલાઓ આ બાબતમાં પુરુષોને પણ પાછળ છોડી દે છે. ભલે મહિલાઓમાં શારીરિક શક્તિ પુરૂષો કરતા ઓછી હોય છે. પરંતુ હિંમતમાં તેની સાથે કોઈ ટકી શકતું નથી. ચાણક્ય નીતિ અનુસાર મહિલાઓ પુરુષો કરતાં છ ગણી વધુ હિંમતવાન હોય છે.

આ બાબતમાં પણ મહિલાઓ પુરુષો કરતાં આગળ છે :

કા-મુકતા એટલે શા-રી-રિ-ક સંબંધમાં પણ મહિલાઓ પુરૂષો કરતા વધુ એક્ટિવ હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર, સ્ત્રીઓમાં પુરુષો કરતાં આઠ ગણી વધુ કા-મુકતા હોય છે. જો કે આ વાત ખુલ્લેઆમ કહેવામાં આવી નથી, પરંતુ આ વાતને સ્પષ્ટપણે નકારી પણ શકાય નહીં.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.