આવી સ્ત્રીની આંખોમાં કાંટો બનીને ખટકે છે તેનો પતિ, તેને માને છે પોતાનો શત્રુ.

0
594

જો સફળ લગ્ન જીવન ઈચ્છો છો તો આ ભૂલો અને આદતોથી રહો દૂર, નહિ તો જીવન નર્ક બની જશે.

આચાર્ય ચાણક્ય માનતા હતા કે પતિ-પત્નીના સંબંધમાં બંનેનું ચારિત્ર્યવાન હોવું ખૂબ જ જરૂરી છે. જો ચારિત્ર્ય જ ખરાબ થઈ જાય તો એ સંબંધમાં કશું રહેતું નથી. આવો સંબંધ પતિ અને પત્ની બંનેને ખટકે છે. એક વખત કોઈ સંબંધમાંથી વિશ્વાસ જતો રહે તો પછી તે સંબંધ ઈચ્છવા છતાં પણ પહેલા જેવો બની શકતો નથી. આવી સ્થિતિમાં સંબંધોમાં કડવાશ નિશ્ચિત છે.

પતિ-પત્નીના સંબંધો વિશે આચાર્ય ચાણક્ય કહે છે કે, જો પત્નીનું ચારિત્ર્ય ખરાબ હોય અને તેનો કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોય, તો તેને પોતાનું લગ્નજીવન બોજ લાગે છે. આવી પત્નીની આંખોમાં તેનો પતિ કાંટાની જેમ ખૂંચે છે. તેણી તેને દુશ્મન માને છે. આવા સંબંધમાં સમય બગાડવાનો કોઈ ફાયદો નથી. આવી પત્ની તમારા માટે ક્યારેય યોગ્ય ન હોઈ શકે. એજ રીતે પતિનું ચારિત્ર્ય પણ ખરાબ હોય તો લગ્નજીવનનો નાશ કરે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે, પતિ હોય કે પત્ની, જો કોઈને પણ કોઈ ખોટી આદત હોય, વ્ય-સ-ન હોય, બુરાઈઓથી ઘેરાયેલા હોય તો તેનું પરિણામ બંનેને ભોગવવું પડે છે. એટલે કે પતિની ભૂલની સજા પત્ની પણ ભાગવે છે અને પત્નીની ભૂલની સજા પતિ પણ ભોગવે છે. તેથી સુખી દામ્પત્ય જીવન માટે કોઈપણ પ્રકારની ખરાબ આદતો છોડવી જરૂરી છે.

પતિ-પત્ની બંનેએ પોતાની વચ્ચેની બાબતો પોતાના સુધી જ રાખવી જોઈએ. આ વાતો બીજા કોઈને ન કહેવી. એ બધું બીજાને કહેવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટે છે અને પરસ્પર ઝઘડાઓ વધે છે. ક્યારેક આ વસ્તુઓ અપમાનનું કારણ પણ બની શકે છે.

જો પતિ-પત્ની કોઈ બાબતે એકબીજાને જુઠ્ઠું બોલે તો ધીમે-ધીમે તેમના સંબંધો પોલા બની જાય છે. વિશ્વાસનો પાયો તૂટ્યા પછી સંબંધમાં કશું જ રહેતું નથી. એટલા માટે તમારા જીવનસાથી પ્રત્યે પ્રમાણિક બનવું ખૂબ જ જરૂરી છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.