ચોમાસા સિવાય આ જગ્યા પર દેખાય કાનખજૂરા તો તે આપે છે કેટલાક ખાસ સંકેત, સમજો તે સંકેત વિષે.
વરસાદની ઋતુમાં ઘરની બહાર હોઈએ ત્યારે દરેક વ્યક્તિને કાનખજૂરા જરૂર જોવા મળે છે. પરંતુ ઘણી વખત વરસાદ વગર પણ ઘરના ઘણા ભાગોમાં કાનખજૂરા જવા મળે છે. વાસ્તુમાં આવા કાનખજૂરા દેખાવાના વિવિધ અર્થો આપવામાં આવ્યા છે. કાનખજૂરાનું અચાનક દેખાવું સૌભાગ્ય અને દુર્ભાગ્યના સંકેત આપે છે.
વાસ્તુ નિષ્ણાંતોના મતે કાનખજૂરાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, જો તે ઘરમાં દેખાય તો પણ તેને મા/ રશો નહીં, પરંતુ તેને ઘરની બહાર ફેંકી દો. એવું કહેવાય છે કે કાનખજૂરા મા-ર-વા-થી વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી થઈ જાય છે. અને વ્યક્તિ પર તેની અશુભ અસર પડે છે. ચાલો જાણીએ કે કેવી રીતે કાનખજૂરાનું દેખાવું શુભ કે અશુભ ગણાય છે.
વાસ્તુ બગડવાના સંકેતો આપે છે :
કાનખજૂરા ઘરના કોઈપણ ભાગમાં દેખાઈ શકે છે. પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તેમનું દેખાવું વાસ્તુ દોષનો સંકેત આપે છે. જો ઘરના ભોંયતળીયા પર કાનખજૂરો જોવા મળે તો સમજવું કે ઘરમાં વાસ્તુ દોષ છે. સાથે જ રસોડામાં તે દેખાય એ પણ વાસ્તુ બગડવાનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં તેમને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ.

આ સ્થાનોમાં હોય તો રાહુ નબળો પડે છે :
વાસ્તુ નિષ્ણાંતોના મતે, જો ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા, શૌચાલય અને સીડીઓ પર કાનખજૂરા જોવા મળે છે, તો આ નબળા રાહુના સંકેતો છે. સાથે જ જો તે માથા પર ચઢી જાય તો પણ તે રાહુના નબળા હોવાનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય તે આવનારા સમયમાં કોઈ રોગનો ભોગ બનવાનો પણ સંકેત આપે છે.
કાનખજૂરાનું અહીં દેખાવું સૌભાગ્યનો સંકેત છે :
એવું નથી કે કાનખજૂરા ફક્ત દુર્ભાગ્યના જ સંકેત આપે છે. પણ તે સૌભાગ્યના સંકેત પણ આપે છે. ઘરના પૂજાઘરમાં કાનખજૂરાનું દેખાવું સૌભાગ્યની નિશાની છે. જો અચાનક કોઈ કાનખજૂરા ઘરમાં રખડતો દેખાય અને પછી ગાયબ થઈ જાય તો સમજી લેવું કે કોઈ કામ પૂરું થવાનું છે.
મ-રે-લો કાનખજૂરા આ સંકેત આપે છે :
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં મ-રે-લો કાનખજૂરા દેખાય છે, તો તેનો અર્થ એ છે કે કોઈ મોટી આફત ટળી ગઈ છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.