કેમ ગણપતિ બાપ્પાની પૂજામાં ચડાવવામાં આવતા નથી તુલસીના પાંદડા, આ છે કારણ.

0
359

મનુષ્ય માટે વૃક્ષ-છોડ ઘણા ઉપયોગી હોય છે. અને એમાંથી એક ખાસ છોડ હોય છે તુલસીનો. હિંદુ ધર્મમાં તુલસીના છોડની ઘણી માન્યતા છે. એના પાંદડા ન ફક્ત પૌરાણિક રૂપથી પણ આયુર્વેદિક રૂપથી પણ ઘણું મહત્વ રાખે છે. તુલસીના ઉપયોગથી શરીરની ઘણી બીમારીઓ જેવી કે શરદી, ખાંસીથી લઈને કેન્સર સુધીમાં ફાયદો થાય છે. એના ઉપયોગથી ચહેરા પર રોનક પણ આવે છે.

જો કે એનું પૂજામાં ઘણું મહત્વ છે. કોઈ પણ શુભ કામમાં તુલસીનો ઉપયોગ ઘણો જરૂરી માનવામાં આવે છે. અહીં સુધી કે ભગવાનને ચડાવવામાં આવતા ચરણામૃત અને પ્રસાદમાં પણ તુલસીનો ઉપયોગ અનિવાર્ય છે. જો કે દેવતાઓ માંથી એક ભગવાન એટલે કે ગણપતિ એકમાત્ર એવા ભગવાન છે, જેમને તુલસીનો ભોગ નથી ચડતો. તો આવો તમને જણાવીએ કે શા માટે તુલસીનો ભોગ ગણપતિને નથી ચડાવવામાં આવતો.

કેમ નથી ચડતો તુલસીનો ભોગ :

એની પાછળ એક પૌરાણિક કથા છે. એક રાજા હતા, જેનું નામ ધર્માત્મજ હતું. એમની એક છોકરી હતી જેનું નામ તુલસી હતું. એ જયારે કિશોરાવસ્થામાં આવી તો એને લગ્નની ઈચ્છા જાગી. એણે ઘણી શોધ કરી પણ મનગમતો વર મળ્યો નહિ. એક વાર ભ્રમણ કરતા કરતા તે ગંગા કિનારે પહોંચી, તો ત્યાં એણે ગણેશજીને તપસ્યા કરતા જોયા. ભગવાન ગણેશ રત્નજડિત સિંહાસન પર વિરાજમાન હતા. એમના અંગ પર ચંદન લાગ્યું હતું. અને તે સંપૂર્ણ સુંદર વેશભૂષામાં વિરાજમાન હતા.

તુલસી એમનું મુખ જોઈને એમના પર મોહિત થઈ ગઈ. એણે ગણેશજી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. એણે ગણેશજીની તપસ્યા ભંગ કરી અને એમની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ભગવાન ગણેશ તપસ્યા ભંગ થવાથી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તે બ્રહ્મચારી છે અને અત્યારે લગ્ન નહિ કરે. આ વાત પર તુલસી પણ ગુસ્સે થઈ ગઈ અને એણે ગણેશજીને શ્રાપ આપ્યો, કે બ્રહ્મચારી શું, તમારે બે લગ્ન કરવા પડશે. આગળ જઈને ગણેશ ભગવાનની બે પત્નીઓ બની રિદ્ધિ અને સિદ્ધિ.

ભગવાન ગણેશે શ્રાપ આપ્યો :

ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે તારા લગ્ન એક અસુર શંખચૂડ જલંધર સાથે થશે. રાક્ષસ સાથે લગ્નનો શ્રાપ સાંભળીને તુલસી વિલાપ કરવા લાગી અને ગણેશજીની માફી માંગી. ત્યારબાદ એમણે કહ્યું કે તે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણને પ્રિય રહેશે, અને કળિયુગમાં પણ જીવન અને મોક્ષ આપવાનું કામ કરશે. પણ મારી પૂજામાં તારો ભોગ ચડશે નહિ. આથી તુલસીજીનો ભોગ ગણેશજીને ક્યારેય ચડાવવામાં નથી આવતો.

આગળ ગણેશજીનો આપેલો શ્રાપ પૂરો થવા લાગ્યો. શંખચૂડ નામના રાક્ષસના લગ્ન વૃંદા નામની યુવતી સાથે થયા જે અસલમાં તુલસી હતી. તે આખા સંસાર પર રાજ કરવા માંગતો હતો. તુલસી એટલે કે વૃંદાના પતિનો દેવતાઓએ ઘણીવાર વ-ધ-ક-ર-વા-નો પ્રયત્ન કર્યો, પણ તુલસીના સતીત્વને કારણે એવું સંભવ થઈ શકતું ન હતું.

તુલસીએ આપ્યો શ્રાપ :

આ સમસ્યાથી પરેશાન થઈને બધા દેવ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. અને એમની પાસે સમસ્યાનો ઉકેલ માંગ્યો. ભગવાન વિષ્ણુએ શંખચૂડનું રૂપ ધારણ કર્યુ અને વૃંદા પાસે પહોંચ્યા. એમને પોતાના પતિને માનીને વૃંદાએ વિષ્ણુજીના ચરણ સ્પર્શ કર્યા. જેથી વૃંદાનું સતીત્વ ભંગ થઈ ગયું અને દેવતાઓએ શંખચૂડનો વ-ધ-ક-રી દીધો. પોતાની સાથે છળ થયો છે એવું સમજીને વૃંદાએ વિષ્ણુજીને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. જયારે લક્ષ્મી માતાને આ વાતની જાણ થઈ તો એમણે તુલસીને એટલે કે વૃંદાને પોતાનો શ્રાપ પાછો લેવા માટે કહ્યું.

તુલસીએ પોતાનો શ્રાપ પાછો તો લઇ લીધો પણ તે પોતાના પતિ સાથે સ તિ થઈ ગઈ. આથી ભગવાન વિષ્ણુને પસ્તાવો થયો. એમણે પોતાને પથ્થરના રૂપમાં બનાવ્યા અને શાલિગ્રામ નામ આપ્યું. સાથે એ પણ કહ્યું કે એમને જયારે પણ ભોગ ચડશે તો તે તુલસી સાથે જ ચડશે. ત્યારબાદથી ભગવાન વિષ્ણુજીની દરેક પૂજામાં હંમેશા તુલસીનો ઉપયોગ થવા લાગ્યો. સાથે જ રવિવાર ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ છે માટે એ દિવસે તુલસીના પાંદડા નથી તોડવામાં આવતા.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)