મજેદાર જોક્સ : સુરેશ : મને અફસોસ છે કે મારો કૂતરો તમારા સાસુને કરડ્યો. આપણે શાંતિથી કોઈ….

0
7591

જોક્સ :

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજી બેસો છો જે તમારે પકડવાની જ છે.

પછી દોડી, ધામી, હાંફી, થાકી તમે એને પકડો એ બાદ ખબર પડે કે તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.

જોક્સ :

જે લગ્ન કરે એ મૂર્ખ જરૂર છે પણ જે મૂર્ખની જોડે લગ્ન કરતો નથી એ મહામૂર્ખ છે.

જોક્સ :

પતિ : ડાર્લિંગ, આજે રાત્રે મારા એક અઝીઝ દોસ્તને જમવા લઇ આવવાનું વિચારું છું. ઓકે વિથ યુ?

પત્ની : તારું ચ-સ્કી ગયું છે? બેબી બીમાર છે. મહિનાની છેલ્લી તારીખો ચાલે છે એટલે પૈસા છે નહિ.

કામવાળી બે દિવસથી આવતી નથી. ગેસનો બાટલો ખાલી થવા ઉપર છે અને તારે તારા દોસ્તને જમાડવો છે?

પતિ : જમાડવો નથી. એ લગ્ન કરવાનું વિચારે છે માટે એને આપણે ઘરે જમવાના બહાને બોલાવવો છે.

જોક્સ :

ઈશ્વરે અગ્નિ આપ્યો તો માનવીએ બં-બાની શોધ કરી.

અને પ્રેમ આપ્યો તો લગ્નની.

જોક્સ :

ધનજી દુઃખી બેઠો હતો. તેને જોઈ એક અજાણ્યાએ પૂછ્યું,

શું થયું ભાઈ, પરણીને ભૂલ કરી એવો અનુભવ કરી રહ્યો છે.

ધનજી : તમારી ખુલ થાય છે. હું પરણેલો નથી, એમ જ દુઃખી છું.

જોક્સ :

લગ્નજીવનની સફળતાનો રાઝ :

સવારે પત્ની જે ચાહે એ કરવા દો.

સાંજે એ જે ચાહે એ કરતા રહો.

જોક્સ :

લગ્ન પહેલા પુરુષ સ્ત્રીની નાનીશી વાત ઉપર ઊંઘ બગાડે.

અને લગ્ન બાદ સ્ત્રીની વાતો પુરી થવા પહેલા ઊંઘી જાય.

જોક્સ :

સુરેશ : મને અફસોસ છે કે મારો કૂતરો તમારા સાસુને કરડ્યો.

આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ કરી નાખીશું.

રમેશ : ઓકે. આ લો બસો રૂપિયા. પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.

જોક્સ :

લગ્નમાં પ્રેમના અગ્નિને પૈસાનું ઈંધણ જોઈએ. (જે આ વાતથી સહમત હોય તે કોમેન્ટમાં well done લખે. લી. પપ્પુ પંચર વાળો)

જોક્સ :

પતિઓ બધા જ એકસરખા હોય છે. જે મળ્યો એને ગની-મત સમજો.

જોક્સ :

પતિ નવીનક્કોર કર જેવો છે. પહેલા વર્ષમાં કોઈ તકલીફ કરતો નથી.

જોક્સ :

લગ્નનું વજન આજકાલ એટલું વધી ગયું છે કે એને ઉઠાવવા બે જણની જરૂર પડે છે,

ઘણી વાર ત્રણની.

જોક્સ :

પ્રેમના રોગને ભગાડવાનો રસ્તો છે એને લગ્નની હોસ્પિટલમાં લઈ જાવ.

જોક્સ :

ટકાઉ લગ્ન માટે ટકાઉ વર જોઈએ. – લી. ભીખી ભરૂચવાળી.

જોક્સ :

લગ્નમાં શરૂઆતમાં જે હોતું નથી એ દેખાતું રહે છે,

બાદમાં જે હોય છે તે દેખાતું નથી અને પરિણામે જે હોવું જોઈએ તે હોતું નથી.

જોક્સ :

પોલીસ : ગાડી રોકો. તમારી પાસે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?

છગન : છે ને… આ રહી.

પોલીસ : આ સાથે કોણ છે?

છગન : મારી પત્ની.

પોલીસ : આ તમારી પત્ની છે એનો કોઈ પુરાવો છે તમારી પાસે?

છગન : સાહેબ, તમે જો એ પુરવાર કરી આપો કે આ મારી પત્ની નથી,

તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.

જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.