જો તમે ઘરમાં આવા સંકેત જુઓ છો તો થઈ જાઓ સતર્ક, આપે છે ખરાબ સમય શરુ થવાનો સંકેત.

0
352

તમારા ઘરમાં થતી આ ઘટનાઓને અવગણશો નહીં, આવી ઘટના નાણાકીય મુશ્કેલી લાવી શકે છે.

કહેવાય છે કે ખરાબ સમય તમને કહીને નથી આવતો, પરંતુ જો તમારી આસપાસની ઘટનાઓ પર ધ્યાન આપો, તો તેના આવવાના સંકેતો સમજી શકશો. ચાણક્ય નીતિમાં ખરાબ સમય પહેલાના સંકેતો વિશે જણાવ્યું છે.

ચાણક્ય નીતિમાં સફળ જીવન માટેની નીતિઓ પણ જણાવવામાં આવી છે, સાથે જ એવા સંકેતો પણ જણાવવામાં આવ્યા છે, જે સારા અને ખરાબ સમયની શરૂઆત પહેલા મળી જાય છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે આર્થિક સંકટ આવે તે પહેલા ઘરમાં કેટલાક સંકેતો મળવા લાગે છે. આ સંકેતોને અવગણવા જોઈએ નહીં અને સાવચેત રહેવું જોઈએ. ચાલો જાણીએ એવા સંકેતો વિશે જે આર્થિક સંકટ દર્શાવે છે.

તુલસીનો છોડ સુકાઈ જવો : ઘરમાં લીલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવો એ શુભ સંકેત નથી. તે જણાવે છે કે તમને આર્થિક નુકસાન થઈ શકે છે અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય કેટલીક અન્ય સમસ્યા પણ આવી શકે છે. આવી સ્થિતિમાં તુલસીના સૂકા છોડને કાઢીને નવો છોડ લગાવો. દરરોજ તેની પૂજા કરો અને ઇષ્ટદેવને પ્રાર્થના કરો કે બધું સારું થાય.

ઘરમાં રોજના ઝઘડા : જો ઘરમાં રોજેરોજ ઝઘડા થતા હોય તો તે શુભ સંકેત નથી. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો. ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવીને પૂજા કરો.

વારંવાર દૂધ ઢોળાઈ જવું : જો ઘરમાં દરરોજ દૂધ ઢોળાઈ જતું હોય અથવા કાચ વારંવાર તૂટે તો તે સારું નથી. તે આફતના આગમનનું સૂચન કરે છે. તે નાણાકીય મુશ્કેલીનો પણ સંકેત છે.

ઘરના લોકોની ઉંઘ ઉડી જવી : ઘરના લોકોને ઉંઘ ઉડી જવી એ પણ સારો સંકેત નથી. તે વાસ્તુ દોષ સૂચવે છે. જે નાણાકીય મુશ્કેલી લાવી શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.