જો તમે સિંગલ છો અને જીવનસાથી મેળવવામાં થઈ રહી છે પ્રોબ્લેમ, તો આ ફૂલો કરી શકે છે તમારી મદદ.

0
435

સિંગલ લોકો અજમાવી જુઓ વાસ્તુનો આ નુસખો, જીવનમાં આવશે પ્રેમની લહેર.

જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને પ્રેમાળ જીવનસાથી મળે. જીવનમાં તે જેને પ્રેમ કરે તેની સાથે જ લગ્ન કરે. પરંતુ દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ વસ્તુઓ મેળવી શકે, તે જરૂરી નથી. આવી સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ વાસ્તુ ઉપાયો કરવાથી એકલા વ્યક્તિના જીવનમાં પ્રેમ આવે છે. જો તમે પણ કુંવારા છો અને જીવનસાથી શોધી રહ્યા છો, તો આ વાસ્તુ ઉપાય તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં કુંવારા લોકો માટે વાસ્તુ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. હૃદયની વાતને જીભ સુધી પહોંચાડવા માટે આ ઉપાયો મદદરૂપ થઇ શકે છે. આમ કરવાથી સિંગલ લોકોનું જીવન ડબલ થઈ શકે છે, અને જીવન પ્રેમથી ભરાઈ શકે છે. આવો જાણીએ વાસ્તુના આ ઉપાયો વિશે.

પ્રેમ જીવન માટે આ વાસ્તુ ઉપાયો અજમાવો :

વાસ્તુ નિષ્ણાંતો કહે છે કે જે લોકો કુંવારા છે અને જીવનસાથીની શોધમાં છે તેઓએ પોતાની પાસે તાજા ગુલાબનું ફૂલ રાખવું જોઈએ. આમ કરવાથી લવ પાર્ટનર મળવાની શક્યતા વધી જાય છે.

ગુલાબના ફૂલનો આ ઉપાય કરવા પર જીવનમાં ખુશીઓ છવાઈ જશે. શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં જાઓ અને તેમને ગુલાબનું ફૂલ અર્પણ કરો. આમ કરવાથી સાચો પ્રેમ મળે છે.

જો તમે સિંગલ છો અને જીવનમાં પ્રેમ શોધી રહ્યા છો, તો તમારા બેડરૂમમાં પાણીથી ભરેલો કાચનો બાઉલ રાખો. અને તેમાં ગુલાબના ફૂલ નાખો. આમ કરવાથી પણ જીવનમાં સાચો પ્રેમ આવે છે.

વાસ્તુમાં રજનીગંધાના ફૂલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. તેની સુગંધ તમને તરત જ આકર્ષે છે. તમે તમારા રૂમમાં રજનીગંધાના ફૂલ પણ રાખી શકો છો. તેનાથી જીવનમાં પ્રેમની શક્યતાઓ પણ વધી જાય છે.

વાસ્તુ નિષ્ણાંતોનું માનવું છે કે ફૂલોથી સંબંધિત કોઈપણ ઉપાય કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ જ કરવો જોઈએ. કરમાઈ ગયેલા, સૂકા કે વાસી ફૂલો ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેથી આવા ફૂલોને તરત જ રૂમમાંથી દૂર કરો. ઉપરાંત, જો તમે કોઈને ફૂલ આપવા માંગતા હો, તો ફક્ત તાજા ફૂલોનો ઉપયોગ કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.