જેમની હથેળીમાં હોય છે આવા નિશાન તે લોકો ખૂબ જ નાની ઉંમરમાં પ્રેમમાં પડી જાય છે, જાણો તમારી હથેળી શું કહે છે.
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીની દરેક નાની-મોટી રેખાઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે કે કઈ રેખાથી આપણને કેવું પરિણામ મળે છે. આ ઉપરાંત હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં બનેલા નાના-નાના નિશાનો વિશે પણ માહિતી આપવામાં આવી છે.
હથેળીના કેટલાક નિશાન સહેલાઈથી જોઈ શકાય છે, જ્યારે કેટલાક પર ખૂબ જ નાના નિશાન હોય છે, જે સીધા દેખાતા નથી. કેટલાક લોકોની હથેળી પર ક્રોસનું ચિહ્ન દેખાય છે. આ નિશાની તમારા જીવન વિશે ઘણું કહે છે. જો કે હથેળી પર ક્રોસનું ચિહ્ન મોટાભાગે શુભ ફળ આપતું નથી, પરંતુ કેટલીકવાર પરિસ્થિતિ થોડી અલગ હોય છે. આગળ જાણો હથેળી પર ક્રોસ ચિન્હ હોય તો શું ફળ મળે છે.

ગુરુ પર્વત પર ક્રોસનું ચિહ્ન : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની હથેળી પર ગુરુ પર્વત (આ સ્થાન તર્જની આંગળીની નીચે હોય છે) હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આવા લોકોનું લગ્ન જીવન ખૂબ જ સુખી હોય છે અને તેમને સમજદાર જીવનસાથી મળે છે. તેમને સાસરિયા પક્ષ તરફથી પણ આર્થિક મદદ મળે છે. તેમની લવ લાઈફ ખુશનુમા હોય છે. આવા લોકો ખૂબ જ નાની ઉંમરમાં પ્રેમમાં પડી જાય છે.
હૃદય રેખા પર ક્રોસ : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથ પર ક્રોસનું નિશાન હ્રદય રેખા પર હોય એટલે કે તે હૃદય રેખાને કાપતું હોય તો આવા લોકોએ તેમના જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવા લોકોને ઘણી ગંભીર બીમારીઓ થાય છે અને તેના કારણે તેમણે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. હૃદય રેખા પર ક્રોસનું નિશાન હોવા પર નકારાત્મક અસર થાય છે. આવા લોકોની ઉંમર પણ બહુ હોતી નથી. તેમનું પારિવારિક જીવન દુઃખી રહે છે.
સૂર્ય પર્વત પર ક્રોસનું નિશાન : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્ય પર્વત પર ક્રોસનું નિશાન હોય તો આવા વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી ધનની ખોટનો સામનો કરવો પડે છે. આવા લોકોએ ઘણીવાર એક યા બીજા કારણસર અપમાનિત થવું પડે છે. તેમના પિતા સાથેના સંબંધો સારા નથી હોતા. તેઓ જેટલી મહેનત કરે છે, તે પ્રમાણે તેમને ફળ મળતું નથી.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.